VIDEO: લગ્ન કરી ફસાઇ ગઇ સુષ્મિતા સેનની ભાભી, બોલી- 'મને અને મારી દીકરીને જીવવા દો'
Updated: June 24, 2022, 11:38 AM IST
લગ્ન કરી ફસાઇ ગઇ સુષ્મિતા સેનની ભાભી ચારુ આસોપા, રડી રડીને શેર કર્યો વ્લોગ
Charu Asopa Rajeev Sen Wedding: ટીવી એક્ટ્રેસ ચારુ અને રાજીવનું લગ્નજીવન (Charu Asopa Rajeev Sen Married Life) ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને બંને છૂટાછેડા લઈ શકે છે. તાજેતરમાં ચારુએ એકલા દીકરી જિયાનાનો પહેલો ફાધર્સ ડે ઉજવ્યો હતો. ફાધર્સ ડેના અવસર પર ચારુ આસોપાએ એક વ્લોગ પણ શેર કર્યો હતો, જેમાં તે ખૂબ જ અસ્વસ્થ દેખાઈ રહી હતી અને દરેકને અપીલ કરી રહી હતી કે તેને અને તેની પુત્રીને શાંતિથી જીવવા દો.
Charu Asopa Rajeev Sen Wedding In Bad Phase: સુષ્મિતા સેન (Sushmita Sen)ના ભાઈ રાજીવ સેન (Rajeev Sen) અને ભાભી ચારુ આસોપા (Charu Asopa)ના બગડતા સંબંધો તેમના લગ્ન બાદ ચર્ચામાં છે. હવે ફરી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ટીવી એક્ટ્રેસ ચારુ અને રાજીવનું લગ્નજીવન (Charu Asopa Rajeev Sen Married Life) ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને બંને છૂટાછેડા લઈ શકે છે. તાજેતરમાં ચારુએ એકલા દીકરી જિયાનાનો પહેલો ફાધર્સ ડે ઉજવ્યો હતો. ફાધર્સ ડેના અવસર પર ચારુ આસોપાએ એક વ્લોગ પણ શેર કર્યો હતો, જેમાં તે ખૂબ જ અસ્વસ્થ દેખાઈ રહી હતી અને દરેકને અપીલ કરી રહી હતી કે તેને અને તેની પુત્રીને શાંતિથી જીવવા દો.
દીકરીનો ચહેરો બતાવવામાં મતભેદ હતો
રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ચારુ અને રાજીવ વચ્ચે ઘણી બાબતોને લઈને મતભેદ છે. તેમાંથી એક હતું ફેનને પુત્રી જિયાનાનો ચહેરો બતાવવાનો હતો. શરૂઆતમાં ચારુએ તેના વ્લોગમાં તેની પુત્રીનો ચહેરો બતાવ્યો ન હતો, પરંતુ ચાહકોનો પ્રેમ અને ઉત્સાહ જોયા પછી ચારુએ તેના વ્લોગમાં તેની પુત્રીનો ચહેરો બતાવવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે રાજીવ નહોતો ઈચ્છતો કે જિયાનાનો ચહેરો આટલી જલ્દી જાહેર થાય. જ્યારે ચારુએ આવું કરતાં બંને વચ્ચે મતભેદ શરુ થયા હતા.
આ વાતથી પરેશાન છે ચારુ આસોપા
ચારુ તેના વ્લોગમાં કહે છે કે, તેણીને નથી લાગતું કે તેની પુત્રીનો ચહેરો બતાવવાથી તેને નજર લાગી જશે, કારણ કે જેઓ તેને પ્રેમ કરે છે, તેમની નજર ક્યારેય લાગતી નથી. આ સાથે જ ચારુ કહે છે કે કેટલાક લોકો માને છે કે તેણે વધુ ફોલોઅર્સ મેળવવા અને હેડલાઇન્સમાં રહેવા માટે આવું કર્યું છે, જોકે ચારુ આ વાતને નકારતી પણ જોવા મળે છે. ચારુ વિવિધ પ્રતિક્રિયાઓથી ખૂબ નારાજ છે અને દરેકને અપીલ કરી રહી છે કે તેણી અને તેની પુત્રીને શાંતિથી જીવવા દો. ચારુનો આ વિડીયો જોઈને ફેન્સનું માનવું છે કે વિડીયોમાં તે રાજીવ સેન તરફ ઈશારો કરીને આવું કહી રહી છે.રાજીવ સેન-ચારુ આસોપાના લગ્ન (Charu Asopa Rajeev Sen Wedding)
ચારુ આસોપા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે તસવીરો અને વ્લોગ શેર કરીને તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. ચારુના વ્લોગ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. જણાવી દઈએ કે રાજીવ સેન અને ચારુ આસોપાએ 7 જૂન, 2019ના રોજ લગ્ન કર્યા હતા. જે તેમના રજિસ્ટર્ડ લગ્ન હતા. જોકે બાદમાં બંનેએ 16 જૂનના રોજ ગોવામાં બંગાળી અને રાજસ્થાની રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં સુષ્મિતા સેન, રોહમન શૉલ અને તેમના પરિવારના નજીકના સભ્યો જ હાજર રહ્યા હતા.