કોંગ્રેસ MLA સાથે કંગના રનૌટની બબાલ પર સ્વરાએ કરી ટ્વિટ, આપ્યું આવું રિએક્શન

News18 Gujarati
Updated: February 22, 2021, 3:38 PM IST
કોંગ્રેસ MLA સાથે કંગના રનૌટની બબાલ પર સ્વરાએ કરી ટ્વિટ, આપ્યું આવું રિએક્શન
સ્વરા ભાસ્કર અને કંગના રનૌટ

સ્વરા ભાસ્કર (Swara Bhaskar)એ ટ્વિટ કરી છે. જેમાં તેણે કોંગ્રેસ સાંસદ સુખદેવ પાંસે (Sukhdev Panse)ની કંગના પર આપેલાં નિવેદન પર તેણે એક્ટ્રેસનાં અપમાન કરવાં બદલ તેની નિંદા કરી છે. અને સ્વરાએ તેની ટ્વિટમાં કંગના પર પણ નિશાન સાધ્યું છે

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગત દિવસોમાં કોંગ્રેસ સાંસદ સુખદેવ પાંસે (Sukhdev Panse)એ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) પર વિવાદિત ટિપ્પણી કરતાં તેને 'નાચવાં ગાવાં વાળી' કહી હતી. એટલું જ નહીં, કંગનાને ખેડૂત આંદોલન પર આપેલાં નિવેદન અંગે પણ કોંગ્રેસ સાંસદે તેને નિશાને લીધી હતી. અને એક્ટ્રેસનાં નિવેદન પર ખેડૂતે તેનુ અપમાન જણાવ્યું હતું. આ મામલે પ્રતિક્રિયા આપતાં કંગનાએ સુખદેવ પાંસેને નિશાને લીધા હતાં. અને સોશિયલ મીડિયા પર (Social Media) પર તેને ખુબજ ખરી ખોટી સંભળાવી હતી. હવે આ મામલે સ્વરા ભાસ્કરે (Swara Bhakskar) એન્ટ્રી કરી છે.

સ્વરા ભાસ્કરે એક ટ્વિટ કરી છે. જેમાં તેણે કોંગ્રેસ સાંસદ સુખદેવ પાંસેની કંગના પર નિવેદન અને એક્ટ્રેસનાં અપમાન મુદ્દે નિંદા કરી છે. એટલું જ નહીં સ્વરાએ તેની ટ્વિટમાં કંગનાને નિશાને લીધી છે. કારણ કે સુખદેવ પાંસેનાં નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કંગનાએ ફરી એક વખત બોલિવૂડ સ્ટાર્સ પર ટિપ્પણી કરી હતી. પોતાની ટ્વિટમાં સ્વરા ભાસ્કર લખે છે કે , 'સુખદેવ પાંસેએ એક બેવકૂફ, સેક્સિસ્ટ અને સંપૂર્ણ પણે નંદનીય વાદ કરી અને કંગના આપે તેને વધુ ખરાબ કરી દીધી.'ખરેખરમાં, કંગનાએ સુખદેવ પાંસેને આપેલાં નિવેદનમાં પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે, 'આ જે પણ મુરખ છે તે નથી જાણતું કે, હું દીપિકા, કેટરીના કે આલિયા નથી. હું એકલી એવું છું જેણે આઇટમ નંબર્સ કરવાંની ના પાડી દીધી. કુમાર-ખાન જેવાં મોટા હીરોઝ સાથે કામ કરવાનો ઇનકાર કર્યો છે. જેમણે આખા બોલિવૂડ ગેંગનાં સ્ત્રી અને પુરુષો મારી વિરુદ્ધ કરી દીધા. કંગનાની આ ટ્વિટને સ્વરાએ રિટ્વિટ કરી છે
Published by: Margi Pandya
First published: February 22, 2021, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading