તાપસી પન્નુએ કંગનાને કહ્યું- 'બીજા માટે 'પ્રોપેગેંડા ટીચર' ન બનો'

News18 Gujarati
Updated: February 4, 2021, 4:06 PM IST
તાપસી પન્નુએ કંગનાને કહ્યું- 'બીજા માટે 'પ્રોપેગેંડા ટીચર' ન બનો'
કંગના રનૌટ અને તાપસી પાનુનું ટ્વિટર વોર

તાપસી પન્નુ (Taapsee Pannu)એ ટ્વીટ કરી કે, 'જો એક ટ્વીટથી તમારી એકતા તૂટી જાય, એક મજાક અથવા એક શો તમારા વિશ્વાસને છીનવી દે છે, તો તમારે તમારી માન્યતાને મજબૂત કરવાની જરૂર છે, બીજા માટે ' પ્રોપેગેંડા ટીચર' ન બનવું જોઈએ.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતના સમર્થનમાં અમેરિકન પૉપ સ્ટાર રિહાન્નાના (Rihanna Tweet) ટ્વિટ પછી ઘણા સેલેબ્સે ટ્વિટ કર્યા. જેના પછી ખેડૂત આંદોલન આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સમાં આવ્યું છે. હોલીવુડના સેલેબ્સના ટ્વીટ્સ સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. બોલિવૂડ સેલેબ્સ પણ આ મામલે સતત ટ્વીટ કરી રહ્યા છે. જેમાંથી કેટલાક સરકારની તરફેણ છે તો કેટલાક ખેડૂતોના સમર્થનમાં ઉતરી આવ્યા છે. જોકે, કંગના રાનૌત (Kangana Ranaut)શરૂઆતથી જ ખેડૂત આંદોલનના વિરોધમાં બોલી રહી છે. ત્યારે હવે બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુએ (Taapsee Pannu) કંગનાને ટૉન્ટ માર્યો છે.

તાપસી પન્નુએ થોડા સમય પહેલા એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે કોઈના નામનો ઉલ્લેખ નથી કર્યો. પરંતુ ટ્વીટ જોયા પછી અનુમાન લગાવી શકાય કે આ ટ્વીટ કંગના માટે કરવામાં આવ્યું છે. તાપસીએ ટ્વીટમાં લખ્યું હતું કે- 'જો એક ટ્વીટથી તમારી એકતા તૂટી જાય, એક મજાક અથવા એક શો તમારા વિશ્વાસને છીનવી દે છે, તો તમારે તમારી માન્યતાને મજબૂત કરવાની જરૂર છે, બીજા માટે ' પ્રોપેગેંડા ટીચર' ન બનવું જોઈએ.તાપસી પન્નુના આ ટ્વીટ પર ઘણી કૉમેન્ટ્સ આવી રહી છે. આ પહેલીવાર નથી જ્યારે તાપસી પન્નુએ સમકાલીન મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કર્યો હોય. આ અગાઉ તાપસીએ પ્રજાસત્તાક દિવસ પર ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તાપસી પન્નુની આગામી ફિલ્મ લૂપ લપેટાનો લૂક રિલીઝ થયો છે. તેણે આ ફિલ્મનો ફર્સ્ટ લુક તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે, જેમાં તે ગ્રીન કલરની ટી-શર્ટમાં જોવા મળી રહી છે. 'લૂપ લપેટા' નો ફર્સ્ટ લુક શેર કરતી વખતે તેણે લખ્યું, 'જીવનમાં એવો સમય પણ આવે છે, જ્યારે આપણે પોતાને પૂછવું પડે કે હું અહીં કેવી રીતે આવી. હું પણ એવું જ વિચારતી હતી... '
Published by: Margi Pandya
First published: February 4, 2021, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading