'તારક મેહતા..' ફેઇમ એક્ટર સટ્ટામાં હાર્યો 30 લાખ રૂપિયા, દેવું ઉતારવાં ચેન સ્નેચિંગનાં રવાડે

News18 Gujarati
Updated: April 5, 2021, 11:03 AM IST
'તારક મેહતા..' ફેઇમ એક્ટર સટ્ટામાં હાર્યો 30 લાખ રૂપિયા, દેવું ઉતારવાં ચેન સ્નેચિંગનાં રવાડે
ચોરીનાં આરોપમાં પકડાયેલો એક્ટર તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પણ કામ કરી ચુક્યો છે

ક્રિકેટનાં સટ્ટાની લતને કારણે લાકો રૂપિયા હાર્યા બાદ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેઇમ એક્ટરે ઉધાર ચુવવા માટે ક્રાઇમનો રસ્તો અપનાવ્યો અને એક્ટર ચોર બની ગયો. જે બાદ તેણે ખાલી રસ્તા પર તેનાં મિત્ર સાથે મળી ને તે ચેન સ્નેચિંગ કરવા લાગ્યો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીનાં સૌથી પ્રખ્યાત શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં કામ કરી ચુકેલા એક્ટરની ચેન સ્નેચિંગ મામલે પોલીસે ધરપકડ કરી છે. તેનું નામ મિરાજ છે. તેણે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં કામ કર્યું છે. ક્રિકેટનાં સટ્ટાની લતને કારણે તે લાખો રૂપિયા હારી ગયો હતો. જે બાદ ઉધાર ચુકવવા માટે તેણે અપરાધનો રસ્તો પસંદ કર્યો અને એક્ટરમાંથી ચોર બની ગયો. જે બાદ તેણે ખાલી રસ્તા પર તેનાં મિત્ર સાથે મળીને ચેન સ્નેચિંગ કરવાનું શરૂ કર્યું.

સુરતનાં રાંદેર પોલીસ મજુબ, તેમને સૂચના મળ્યા બાદ રાંદેર ચોક પાસેનાં એરિયાને કોર્ડન કરી મિરાજ વલ્લભદાસ કાપડી અને વૈભવ બાબૂ જાદવની ધરપકડ કરવામાં આવી છે. બંનેની પાસેથી પોલીસે 3 સોનાનાં દોરા, 2 મોબાઇલ અને ચોરીની બાઇક મેળવી છે. તેમની પાેસ 2 લાખ 54 હજારની કિંમતનો માલ મળી આવ્યો છે. આોપી વૈભવ અને મિરાજ જુનાગઢનાં રેહવાસી છે.

પોલીસનાં જણાવ્યાં મુજબ, સુનસાન રસ્તા પર મહિલાઓને નિશાન બનાવી તેમનાં ગળામાંથી ચેન છીનવીને તે ભાગી જતો હતો. પકડાવવા પર તેણે તેનાં આરોપો કબૂલ કરી લીધા છે. વૈભવ અને મિરાજ વિરુદ્ધ સુરતનાં મહિધરપુરા, ઉધના અને રાંદેર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીએ પોતાનાં તમામ આરોપ કબૂલ કર્યા છે. અને જણાવ્યું કે તે સટ્ટામાં 25થી 30 લાખ રૂપિયા હારી ગયો હતો જેથી દેવુ વધી ગયુ હતું આ દેવું ઉતારવા માટે તેણે ચેન સ્નેચિંગનો રસ્તો પસંદ કર્યો હતો.
Published by: Margi Pandya
First published: April 5, 2021, 10:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading