Taarak Mehta Ka Ooltah Chashmah: 'ભોગીલાલે' માની 'જેઠાલાલ'થી હાર, પરત કર્યા હડપેલાં રૂપિયા

News18 Gujarati
Updated: March 16, 2021, 4:55 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah: 'ભોગીલાલે' માની 'જેઠાલાલ'થી હાર, પરત કર્યા હડપેલાં રૂપિયા
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

ભોગીલાલ (Bhogilal)ને જમીન વેચવાનો ખોટી લાલચ આપી તેને ગોકુલધામ સોસાયટીમાં બોલાવે છે. તમામ વસ્તુ પ્લાન અનુસાર ચાલે જ છે. ત્યારે બાઘાનાં અચાનક ઘરે આવી જવાંથી આખો પ્લાન ચોપટ થઇ જાય છે. ભોગીલાલને માલૂમ થઇ જાય છે કે, તે જેનાં ઘરમાં બેઠો છે તે જેઠાલાલનું છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka ooltah Chashmah)માં જેઠાલાલ (Jethalal)ને આખરે ભોગીલાલને પાઠ ભણાવવાનું વિચારી લે છે. ભોગીલાલને જમીન વેચવાનાં જુઠ્ઠાનું લાલચ આપી ગોકુલધામ સોસાયટી બલાવે છે. તમામ ચીજો પ્લાન અનુસાર ચાલી જ રહી છે ત્યારે બાઘા અચાનક ઘરમાં ઘુસીને આખો પ્લાન ચોપટ કરી નાંખે છે.

ભોગીલાલને માલૂમ પડી જાય છે કે, તે જે ઘરમાં બેઠો છે તે જેઠાલાલનું છે અને તમામ લોકો તેને ફસાવવાનો ટ્રાય કરી રહ્યાં છે. આ વાતની જાણ થતા જ ભોગીલાલ તુરંત જ જેઠાલાલનાં ઘરેથી ભાગવાનો પ્રયાસ કરે છે. ત્યારે તે તમામ ગોકુલધામવાસીઓને ચાલીકીથી જેઠાલાલનાં ઘરમાં લોક કરી દે છે. અને પોતે તેનાં માણસોની સાથે ભાગી જાય છે ત્યારે ગોકુલધામવાસી જેઠાલાલને ઘર લોક થવાને કારણે મજબૂર થઇ ગયા છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા


ભોગીલાલ જેઠાલાલનાં ઘરેથી બચીને સોસાયટીથી નીકળવાનો પ્રયાસ કરે છે. ત્યારે ટપ્પૂ સેના ભોગીલાલ અને તેનાં માણસોને સોસાયટીનાં ગેટ પર પકડી લે છે. ભોગીલાલ ટપ્પુ સેનાની પકડથી બચીને ભાગી નીકળવાનો પૂરો પ્રયાસ કરે છે. અને આખી સોસાયટીમાં ભાગદોડ મચી જાય છે. આખરે સોસાયટીનાં સભ્યો ભોગીલાલને ઘરે લઇ જાય છે. આ બાદ તેની પાસે હાર માનવા સીવાય અન્ય કોઇ વિકલ્પ નથી બચતો. આખરે ભોગીલાલને જેઠાલાલનાં પૈસા પરત કરવાં જ પડે છે. ગોકુલધામવાસીઓ ભોગીલાલને જેઠાલલના તમામ પૈસા પરત કરવાં માટે કઇ રીતે મજબૂર કરે છે. આ જોવા માટે જોવાનું ચુકતા નહીં કોમેડી અને મનોરંજનથી ભરપુર તારક મેહતા કા ઉલટા ચશ્મા
Published by: Margi Pandya
First published: March 16, 2021, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading