ગુજરાતી એક્ટર અમિત મિસ્ત્રીનું નાની વયે હાર્ટએટેકથી નિધન

News18 Gujarati
Updated: April 23, 2021, 4:05 PM IST
ગુજરાતી એક્ટર અમિત મિસ્ત્રીનું નાની વયે હાર્ટએટેકથી નિધન
અમિત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી નિધન

અમિત ત્રિવેદીએ હિન્દી ફિલ્મ અને ટીવીમાં કામ કર્યું છે આ સાથે જ છેલ્લે તે એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ બંદિશ બેન્ડિટમાં કામ કર્યું હતું.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખરાબ સમાચાર આવ્યાં છે. હાલમાં પ્રખ્યાત અને ટેલેન્ટેડ ગુજરાતી થિએટર આરટિસ્ટ અમિત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ છે. તેમની ઉંમર ઘણી નાની હતી. તેવામાં આ સમયમાં તેમનું હાર્ટ એટેકથી નિધન થયાન ખબર આવી છે.  વહેલી સવારે તેમનું હાર્ટ એટેકથી નિધન થયું છે.

ગુજરાતી ફિલ્મ 'બે યાર'માં તેમનો નાનો પણ સુંદર રોલ હતો. તો ટીવી શો 'તેનાલી રામા'માં તેઓ બિરબલનાં રોલમાં હતાં. અને 'મેડમ સર' જેવાં શોમાં તેમણે કામ કર્યુ હતું. આ ઉપરાંત તેઓ સબ ટીવીનાં શો 'સાત ફેરો કી હેરા ફેરી' માં નજર આવ્યા હતાં.અમિતના મેનેજર મહર્ષિએ અમિત મિસ્ત્રીનાં નિધન પર વાત કરતાં કહ્યું કે , મને આંચકો લાગ્યો છે. તે એકદમ સ્વસ્થ હતો અને પોતાના ઘરે જ હતો. તેને કોઈ હેલ્થનો પ્રોબ્લેમ પણ નહોતો. બ્રેકફાસ્ટ કર્યા પછી અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઘરે જ નિધન થયું. તેનો પરિવાર હોસ્પિટલ પણ ના લઇ જઈ શક્યો. અમિત જેવો એક્ટર ખોઈને એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. તેની સાથે કામ કરવું મને ગમતું હતું. મને તેની યાદ આવશે

.

તેમની અપકમિંગ ફિલ્મ 'ભૂત પોલસ' છે જેમાં તેમનો નાનકડો પણ દમદાર રોલ છે. આ ઉપરાંત તેઓ ગત વર્ષે આવેલી વેબ સિરીઝ બંદિશ બેન્ડિટમાં પણ નજર આવી ચુક્યા છે.

વર્ષ 2000થી તેમણે ફિલ્મો અને ટીવી ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. તેમની પેહલી ફિલ્મ પ્રિટી ઝિન્ટા  સ્ટાર 'ક્યા કહેના' હતી. આ ફિલ્મમાં તે પ્રિટીનાં ભાઇનાં રોલમાં હતાં.  આ સીવાય તે 'શોર ઇન સિટી' અને '99' જેવી ફિલ્મોમાં તે નજર આવી ચુક્યો છે.
Published by: Margi Pandya
First published: April 23, 2021, 12:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading