તારક મહેતાના ઉલ્ટા ચશ્માના 'સુંદર મામા' થયા કોરોના મૂક્ત, હોસ્પિટલનો માન્યો આભાર, બે હાથ જોડી કરી અપીલ

News18 Gujarati
Updated: March 22, 2021, 7:43 PM IST
તારક મહેતાના ઉલ્ટા ચશ્માના 'સુંદર મામા' થયા કોરોના મૂક્ત, હોસ્પિટલનો માન્યો આભાર, બે હાથ જોડી કરી અપીલ
વીડિયો પરની તસવીર અને ફાઈલ ફોટો

મારે તમારી સાથે એક વાત કહેવાની છે કે મારાથી ક્યાંક ચૂક થઈ ગઈ હશે. ક્યાંક ભુલ થઈ ગઈ હશે, ક્યાંક કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હતો એટલે હું કોરોનાનો શિકાર બની ગયો હતો.'

  • Share this:
અમદાવાદઃ અત્યારે અમદાવાદ (Ahmedabad) શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ (corona In Gujarat) ફરીથી હાહાકાર મચાવવાનું શરું કરી દીધું છે. સામાન્ય માણસથી લઈને મોટા નેતાઓ પણ કોરોનાની (corona update) ઝપેટે ચડ્યા છે. બોલિવૂડ જગતની (bollywood stars) હસ્તીઓ સાથે સાથે ટીવી સિરિયલના (TV serial) કલાકારો પણ કોરોનાની ઝપેટે ચડ્યા છે.

તારક મહેતાના ઉલ્ટા ચશ્માના (tarak mehta ka ulta chashma) સ્ટાર કાસ્ટોને કોરોના વાયરસ (covid-19) એક પછી એક ઝપેટલમાં લઈ રહ્યો છે. ત્યારે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના સુંદર મામાનું પાત્ર ભજવતા મયુર વાકાણી (Mayur vakani) પણ થોડા દિવસ પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. જોકે, તેમણે અમદાવાદ ખાતે આવેલી એસવીપી હોસ્પિટલમાં (SVP hospital) સારવાર લઈને કોરોના મૂક્ત થયા છે. જોકે, તેઓ કોરોના મૂક્ત થયા બાદ એસવીપી હોસ્પિટલના સ્ટાફ અને સરકારનો આભાર માન્યો હતો. અને લોકોને કોરોનાથી વધારે સાવચેતી રાખવા માટે અપીલ કરી હતી.

વીડિયો બનાવીને આભાર વ્યક્ત કરતા મયુર વાકાણીએ (Mayur vakani video massage) જણાવ્યું હતું કે, 'હું તારીખ 11ના રોજ કોરોના પોઝિટિવ થયો હતો અને એસવીપી હોસ્પિટલમાં દાખલ થયો તો. મને સિમસ્ટમ્સ દેખાયા હતા અને દાખલ થયો હતો. પરંતુ હું આજે સંપૂર્ણ પણે સ્વસ્થ્ય થઈને બહાર આવી ગયો છું. ત્યારે આજે હું ઋણ સ્વીકાર કરી રહ્યો છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સરકાર ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાનો સહિતના ડોક્ટરોનો હું ખુબ ખુબ ઋણ સ્વીકાર કરું છું. આ ઉપરાંત એસવીપીની આખી ટીમ ડોક્ટર્સ, બ્રધર્સ, સિસ્ટર્સ અને કેર ટેકર્સનો પણ ખુબ ખુબ આભાર વ્યક્તકરું છું.

આ પણ વાંચોઃ-જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'ખુજ સારામાં સારી સેવા ટ્રીટમેન્ટ મને મળી હતી. આ માટે હું તમેનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારે તમારી સાથે એક વાત કહેવાની છે કે મારાથી ક્યાંક ચૂક થઈ ગઈ હશે. ક્યાંક ભુલ થઈ ગઈ હશે, ક્યાંક કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હતો એટલે હું કોરોનાનો શિકાર બની ગયો હતો.'આ પણ વાંચોઃ-દાહોદઃ ડોક્ટર બન્યા દંપતી માટે 'ભગવાન', 20 વર્ષે ગરીબના ઘરે પારણું, બિલ માટે ખેતર વેચવાની ફરજ પડતાં તબીબે બિલ માફ કર્યું

આ પણ વાંચોઃ-વૈભવી જીવન જીવવાની આદી સાડીના ધંધાના નામે મહિલા ચલાવતી હતી દેહવ્યાપારનો વેપલો, વિધવા મહિલાઓ પાસે કરાવતી 'ગંદુ' કામ

તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે 'આપ સૌ ધ્યાન રાખજો હજી કોરોના ગયો નથી. આપ સૌ હાથ ધોવાનું ચાલું રાખજો, માસ્ક પહેરજો અને સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરજો. ફરીથી એકવાર હું તમામનો હૃદયપુર્વક આભાર માનું છું'ઉલ્લેખનીય છે કે ટેલીવિઝન પર પ્રસારિત થતા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ગોકુલધામ સોસાયટીના સેક્રેટરીની ભૂમિકા ભજવનાર આત્મારામ ભીડે ઉર્ફે મંદાર ચંદાવરકર કોરોના પોઝિટિવ થયા છે. તાજેતરમાં જ જેઠાલાલના સાળાની ભૂમિકા ભજવી રહેલા સુંદર લાલ એટલે કે મયુર વાકાણીને પણ કોરોના થયો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બીજા એક્ટરને કોરોના થતા સમગ્ર ટીમમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.
Published by: ankit patel
First published: March 22, 2021, 7:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading