Gadar 2 Clip: 'ગદર 2'નો એક્શન સીન વાયરલ, હેન્ડપંપ બાદ થાંભલા તોડતો જોવા મળ્યો તારા સિંહ


Updated: February 3, 2023, 11:31 PM IST
Gadar 2 Clip: 'ગદર 2'નો એક્શન સીન વાયરલ, હેન્ડપંપ બાદ થાંભલા તોડતો જોવા મળ્યો તારા સિંહ
સની દેઓલના કેટલાક ફાઇટીંગના સીન ઓનલાઈન સોશિયલ મીડિયામાં લીક થઈ રહ્યાં છે.

અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2001ની ગદર: એક પ્રેમ કથાની સિક્વલ છે. આ ફિલ્મમાં અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા પણ જોવા મળશે, જેણે પહેલા ભાગમાં સની અને અમીષાના પુત્રની ભૂમિકા ભજવી હતી.

  • Share this:
સની દેઓલ અને અમીષા પટેલની ગદર ફિલ્મે વર્ષો પહેલા ધૂમ મચાવી હતી. આજે પણ તે ફિલ્મના ડાયલોગ લોકોને યાદ છે. હવે આ ફિલ્મનો બીજો ભાગ બની રહ્યો છે. બંને કલાકારો અપકમિંગ ફિલ્મ 'ગદર 2'માં તારા સિંહ અને સકીનાની ભૂમિકાઓ ફરીથી ભજવવા માટે તૈયાર છે. ગદર-2 માટેની જોડી અંગે ફિલ્મના નિર્માતાઓ કોઈ ફોડ નથી પાડી રહ્યાં ત્યારે સની દેઓલના કેટલાક ફાઇટીંગના સીન ઓનલાઈન સોશિયલ મીડિયામાં લીક થઈ રહ્યાં છે. એક સીનમાં સની દેઓલ પાઘડી સાથે પઠાણી સૂટ પહેરેલો જોઈ શકાય છે. આ એક્શન સીનમાં સની દેઓલ ધૂળવાળી જગ્યાએ સૈનિકો સાથે લડતો જોવા મળી રહ્યો છે. અભિનેતાને એક સાથે લગભગ 15-20 સૈનિકો સાથે ફાઇટીંગ કરી રહ્યો હોય તેવો સીન દર્શાવવામાં આવી રહ્યો છે.

અન્ય એક વિડિયોમાં સની દેઓલ તેની કો-એક્ટર સિમરન કૌર સાથે સિમેન્ટના થાંભલા સાથે બંધાયેલો નજરે પડી રહ્યો છે. બંને સની - સિમરન સૈનિકોથી ઘેરાયેલા છે, જ્યારે સનીને ગુસ્સો આવે છે, ત્યારે તે પોલને અડધો તોડી દે છે. સૈનિકો સની દેઓલને નિયંત્રણ બહાર થતો જોઈને બીજાને ભાગતા જોઈ શકાય છે.

'ગદર 2'ની ક્લિપ લીક થઈ

ગણતંત્ર દિવસ 2023ના દિવસે ફિલ્મના નિર્માતાઓએ રિલીઝની ડેટ સાથે નવું પોસ્ટર શેર કર્યું હતુ. ફિલ્મ ‘ગદર’માં પાકિસ્તાનમાં હેન્ડ પંપ ઉખાડીને ચર્ચામાં આવેલો સન્ની દેઓલ આ વખતે પોસ્ટરમાં એક મોટા હથોડા સાથે નજરે પડે છે. પોસ્ટરમાં સની હાથમાં હથોડો પકડીને ખંડેર જગ્યાએ કાટમાળની વચ્ચે ઝડપથી ચાલતો જોવા મળે છે.



સની દેઓલનું ટ્વિટ :

ફિલ્મ અંગે સની દેઓલે ટ્વિટ કર્યું હતુ કે, હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ... ઝિંદાબાદ થા... ઔર ઝિંદાબાદ રહેગા...! આ સ્વતંત્રતા દિવસે અમે તમારા માટે બે દાયકા પછી ભારતીય સિનેમાની સૌથી મોટી સુપરહિટ ફિલ્મની સૌથી મોટી સિક્વલ લઈને આવ્યા છીએ. 'ગદર 2' 11 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થશે તેમ સન્નીએ ઉમેર્યું હતુ.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણની બહેન સુંદરતામાં બોલિવૂડ હિરોઈનોને પણ આપે છે ટક્કર

અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2001ની ગદર: એક પ્રેમ કથાની સિક્વલ છે. આ ફિલ્મમાં અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા પણ જોવા મળશે, જેણે પહેલા ભાગમાં સની અને અમીષાના પુત્રની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ‘ગદર’ 2001 માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મને ત્યારે સાડા પાંચ કરોડથી વધુ લોકોએ જોઈ હતી. ત્યારે ‘ગદર’નો મુકાબલો આમિરખાનની ફિલ્મ ‘લગાન’ સામે હતો.‘લગાન’ને ત્યારે બે કરોડ લોકોએ જોઈ હતી.
First published: February 3, 2023, 11:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading