The Big Bull Review: શેર માર્કેટની જેમ ઉતાર-ચઢાવ વાળી છે અભિષેક બચ્ચનની ફિલ્મ


Updated: April 9, 2021, 3:17 PM IST
The Big Bull Review: શેર માર્કેટની જેમ ઉતાર-ચઢાવ વાળી છે અભિષેક બચ્ચનની ફિલ્મ
The Big Bull Review

  • Share this:
અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ 'ધ બિગ બુલ' OTT પ્લેટફોર્મ Disney + Hotstar પર રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ સ્ટોક માર્કેટના જાણીતા રોકાણકાર હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે. જોકે, આ પહેલા પણ હર્ષદ મહેતાના જીવન પર આધારિત હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ 'સ્કેમ 1992' આવી હતી. જેને લઈને પ્રતીક ગાંધી સ્ટારર 'સ્કેમ 1992' ને જોઈ ચૂકેલા દર્શકો આ ફિલ્મની તુલના 'ધ બિગ બુલ' સાથે કરી રહ્યા છે.

ફિલ્મની વાર્તા- આ ફિલ્મની વાર્તા પત્રકાર મીરા રાવ(ઇલિયાના ડીક્રુઝ)ના પુસ્તક વિમોચનથી થાય છે. અહીંથી જ ચાલીમાં રહેતા હેમંત શાહ(અભિષેક બચ્ચન)ની વાર્તા શરુ થાય છે. ચાલીમાં રહેતા આ યુવકના સપના બહુ મોટા હોય છે. આ દરમિયાન હેમંત એક યુવતીને પ્રેમ કરતો હોય છે, પરંતુ યુવતીના પિતા હેમંત સામે શરત મૂકે છે. જેને લઈને હેમંત શેર બજાર તરફ જાય છે.

હેમંત પોતાના ભાઈ વીરેન શાહ(સોહમ શાહ) સાથે મળીને શેર માર્કેટમાં પોતાનું સ્થાન બનાવવા માટે પ્રયત્નશીલ થઇ જાય છે. જે બાદ તેને લોકો બિગ બુલ તરીકે ઓળખવા લાગે છે. આ દરમિયાન હેમંત પ્રાઇવેટ અને સરકારી બેંકો પાસેથી લોન લેવા લાગે છે અને સરકારના રાજનેતાઓ વચ્ચે તેની સારી એવી ઓળખાણ બની જાય છે. ત્યારે બેન્કની હેરાફેરી અંગે ખુલાસો કરવા માટે પત્રકાર મીરા હેમંત પાછળ હાથ ધોઈને પડી જાય છે. જોકે, ફિલ્મની વધુ વાર્તા જાણવા માટે તમારે મફિલમ જોવી રહી...

નિર્દેશન- ફિલ્મના નિર્દેશક કૂકી ગુલાટીએ આટલી મોટી વાર્તાને ખુબ બારીકીથી અઢી કલાકની ફિલ્મમાં મઠારવા મહેનત કરી છે. ઉલ્લેખનીય છે કે, અભિષેક બચ્ચન, સૌરભ શુકલા, મહેશ માંજરેકર, ઇલિયાના ડીક્રુઝ અને નિકિતા દત્તા સહિતના કલાકારોએ આ ફિલ્મમાં ખુબ સારું પ્રદર્શન કર્યું છે.

એક્ટિંગ- આ ફિલ્મમાં બધા જ રોલ સાથે ન્યાય થયો છે. અભિષેક બચ્ચને હેમંત શાહના રોલને ખુબ સારી રીતે ભજવ્યો છે. જોકે, આ પહેલા પણ અભિષેક ઘણી ફિલ્મો દ્વારા પોતાની એક્ટિંગનો જાદુ પાથરી ચુક્યો છે. એટલું જ નહીં હેમંત શાહની માં તરીકે સુપ્રિયા પાઠકે દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. સાથે જ ઇલિયાના ડીક્રુઝ અને સોહમ શાહનું કામ પણ વખણાયું છે.
First published: April 9, 2021, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading