OTT પર છવાઇ ગઇ 'The Kashmir Files', ઝી5 પહેલાં અઠવાડિયે જ મળ્યાં લાખો વ્યૂઝ

News18 Gujarati
Updated: May 21, 2022, 9:59 AM IST
OTT પર છવાઇ ગઇ  'The Kashmir Files', ઝી5 પહેલાં અઠવાડિયે જ મળ્યાં લાખો વ્યૂઝ
ધ કશ્મીર ફાઇલ્સ 13 મેનાં ઝી5 પર સ્ટ્રીમ થઇ હતી. જેને એક અઠવાડિયામાં 90 લાખ વ્યૂઝ મળ્યાં છે.

'ધ કશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ને ઓટીટી પ્લેટફ્મ ઝી5 (Zee5) પર રિલીઝ થયે અઠવાડિયું થયું છે. ફિલ્મને ઓટીટી પર પહેલાં અઠવાડિયે 90 લાખ વખત જોવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, આ ફિલ્મ કશ્મીરી પંડિતો પર ખુબ અત્યાચાર અને તેમનાં પલાયનની ત્રાસદી પર બનાવવામાં આવી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ (The Kashmir Files) બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી અને મિથુન ચક્રવર્તીએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોના હિજરત પર આધારિત છે. આ ફિલ્મ 13 મેથી Zee5 પર સ્ટ્રીમ થઈ રહી છે. એક અઠવાડિયામાં, ફિલ્મને OTT પ્લેટફોર્મ Zee5 પર 9 મિલિયન (90 લાખ) થી વધુ વ્યૂઝ મળ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ઓપનિંગ વીકએન્ડમાં સૌથી વધુ વ્યૂઝ (6 મિલિયન) અને સ્ટ્રીમિંગ મિનિટ્સ (220 મિલિયન) મળ્યા છે. તેને પ્રથમ સપ્તાહમાં 9 મિલિયન વ્યૂઝ અને 300 મિલિયન સ્ટ્રીમિંગ મિનિટ મળી છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ' એ Zee5 પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

'ધ કાશ્મીર ફાઇલ્સ'ને OTT પર મોટા પ્રમાણમાં લોકોએ જોઇ

આ ફિલ્મની રિલીઝ સાથે, ZEE5 'ભારતીય સાઇન લેંગ્વેજ ઇન્ટરપ્રિટેશન' સાથેની ફિલ્મ રિલીઝ કરનાર પ્રથમ OTT પ્લેટફોર્મ બની ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ એક વાતચીત દરમિયાન 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતા વિશે કહ્યું, 'થિયેટ્રિકલથી લઈને કાશ્મીર

તે આગળ કહે છે, 'આ મારી અત્યાર સુધીની સૌથી સંતોષકારક ફિલ્મ છે. હું દર્શકોનો આભારી છું કે તેઓએ તેને અપનાવ્યું અને તેને પ્રેમ કર્યો.' આ ફિલ્મની સફળતામાં અનુપમ ખેરે મહત્વની ભૂમિકા ભજવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે તેના વિશે કહ્યું, 'ધ કાશ્મીર ફાઇલ્સ માત્ર એક ફિલ્મ નથી, તે એક આંદોલન છે. મને એ જાણીને આનંદ થયો કે આ ફિલ્મ ડિજિટલ ડેબ્યૂના તમામ રેકોર્ડ તોડી રહી છે.

આ પણ વાંચો-Cannes માં પહોંચતા જ પૂજા હેગડે થઇ પરેશાન, બેગ ખોવાઇ, હેર ડ્રેસર થયો બીમાર અને હવે..અનુપમ ખેરે 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વાત કરી
અનુપમ ખેર આગળ કહે છે, 'ઝી5 પર તેની જીતનો સિલસિલો ચાલુ છે. હું આવતા અઠવાડિયાની રાહ જોઉં છું. સાથે જ, મને ખાતરી છે કે આ ફિલ્મે ઘણી લાંબી મજલ કાપવાની છે. બીજા ઘણા દિલ જીતવાના છે.
Published by: Margi Pandya
First published: May 21, 2022, 9:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading