B'day: સ્મૃતિ ઇરાનીની પ્રથમ નોકરી હતી McDonaldsમાં, આજે છે કેન્દ્રીય મંત્રી


Updated: March 23, 2021, 2:47 PM IST
B'day: સ્મૃતિ ઇરાનીની પ્રથમ નોકરી હતી McDonaldsમાં, આજે છે કેન્દ્રીય મંત્રી
સ્મૃતિ ઇરાની

સ્મૃતિ વર્ષ 2001માં 'રામાયણ'માં સીતાની ભૂમિકા પણ ભજવી ચુક્યા છે. સ્મૃતિએ વિરુદ્ધ, તીન બહુરાનીયા, એક થી નાયિકા જેવા ઘણા શોમાં કામ કર્યું.

  • Share this:
ટીવી પર એક સમાયે ભારતના ઘરે-ઘરે ફેમસ બનેલી અને દર્શકોના દિલો પર વહુ તુલસી વિરાણી એટલે કે સ્મૃતિ ઈરાની આજે પોતાનો 45મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. સ્મૃતિ ઈરાનીએ મોડલિંગથી એક્ટિંગ અને એક્ટરથી મંત્રી બનવા માટે ખૂબ મહેનત કરી છે. હાલ સ્મૃતિ ઈરાની મોદી સરકારમાં કપડાં, મહિલા અને બાળ વિકાસ મંત્રી છે.

સ્મૃતિ ઈરાનીનો જન્મ 23 માર્ચ 1976ના રોજ દિલ્હી ખાતે થયો હતો. સ્મૃતિને બે નાની બહેનો પણ છે. તેમણે ધોરણ 12 બાદ સ્કુલ ઓફ લર્નિંગ(પત્રાચાર), દિલ્હી વિશ્વવિદ્યાલયમાં એડમિશન લીધું હતું. સ્મૃતિ મોડલિંગ કરતા પહેલા McDonaldsમાં નોકરી કરતી હતી. જે બાદ વર્ષ 1998માં સ્મૃતિ ઈરાનીએ મિસ ઇન્ડિયા પેજેન્ટ ફાઇનાલિસ્ટમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. સાથે જ સ્મૃતિ ઈરાની મીકા સિંહના એક આલબમ 'સાવન મેં લગ ગયી આગ'માં જોવા મળી હતી.

વર્ષ 2002માં સ્મૃતિએ ટીવી સિરિયલ આતીશ અને હમ હૈ કલ આજ ઔર કલથી નાના પડદે પદાર્પણ કર્યું હતું. જે બાદ એકતા કપૂરની સિરિયલ 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' દ્વારા સ્મૃતિ ઈરાનીનું જીવન બદલાઈ ગયું. આ સિરિયલથી સ્મૃતિ દેશના દરેક ખૂણામાં પ્રખ્યાત થઇ. આ સીરિયલમાં સ્મૃતિએ તુલસી નું પાત્ર બખૂબી નિભાવ્યું હતું. આ સિરિયલ માટે સ્મૃતિને 5 ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી એવોર્ડ, 4 ઇન્ડિયન ટેલી એવોર્ડ અને 8 સ્ટાર પરિવાર એવોર્ડ એનાયત કરાયા હતા. જોકે, કહેવાય છે કે આ અગાઉ એકતા કપૂરની ટીમે સ્મૃતિ ઈરાનીને રિજેક્ટ કરી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ વર્ષ 2001માં 'રામાયણ'માં સીતાની ભૂમિકા પણ ભજવી ચુક્યા છે. સ્મૃતિએ વિરુદ્ધ, તીન બહુરાનીયા, એક થી નાયિકા જેવા ઘણા શોમાં કામ કર્યું. સ્મૃરીએ વર્ષ 2001માં ઝુબીન સાથે લગ્ન કર્યા. જોકે, ઝુબીન અગાઉથી પરણિત હતા અને તેમને એક પુત્રી પણ છે. તેમણે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ સ્મૃતિ સાથે લગ્ન કર્યા હતા. જે બાદ બંનેના ઘરે એક પુત્રી અને પુત્ર પણ છે. વર્ષ 2003માં સ્મૃતિ ઈરાની ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા, જે બાદ તેઓ ટીવીથી દૂર રહ્યા છે.
First published: March 23, 2021, 2:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading