આ હિરોઇનનાં ખોટા ખર્ચાથી કંટાળી પિતાએ બ્લોક કરી દીધા તેનાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ્સ

News18 Gujarati
Updated: October 31, 2020, 5:21 PM IST
આ હિરોઇનનાં ખોટા ખર્ચાથી કંટાળી પિતાએ બ્લોક કરી દીધા તેનાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ્સ
હિના ખાનનાં પિતાએ બ્લોક કરી દીધા તેનાં તમામ ડેબીટ અને ક્રેડિટ કાર્ડ

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની જાણીતી એક્ટ્રેસ હિના ખાન(Hina Khan) તેની ફેશન સેન્સ અને બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાલના તે બિગ બોસ 14(Bigg Boss 14) નાં ઘરમાં પણ હતી. તે ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી જ એક્ટિવ છે. હાલમાં તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં હિના ખાનનાં પિતા દેખાય છે અને હિના ખાનનો અવાજ સંભળાઇ રહ્યો છે. જેમાં હિના ખાન તેનાં પિતાને પુછતી હોય છે કે તેમણે કેમ તેનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બ્લોક કરાવી દીધા છે.

સોશિયલ મીડિયા(Social Media) પર વાયરલ થઈ રહેલો વીડિયો જોયા પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે હિના ખાન જે રીતે ખોટા ખર્ચા કરીને પૈસા ઉડાવે છે તેનાંથી તેનાં પિતા કંટાળી ગયા છે અને તેથી જ તેમણે તેનાં તમામ કાર્ડ્સ બ્લોક કરાવી દીધા છે. વીડિયોમાં તે તેના પિતાને સવાલ કરતી પણ જોવા મળી રહી છે. વીડિયોમાં હિના તેના પિતા સાથે વાત કરે છે કે મારી પાસે ડેબિટ, ક્રેડિટ કાર્ડ નથી. તે કહે છે કે તમે મારા બધા કાર્ડ્સ બ્લોક કરી દીધાં છે. પછી તેના પિતા કહે છે. તું વધારે પૈસા ખર્ર કરે છે. પછી તેના પિતા ફરી કહે છે કે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. જેટલા પૈસા બચાવી શકો એટલું સારુ છે.
View this post on Instagram

#HinaKhan having a mature conversation with her father.


A post shared by Wonder Woman (@celebdiary1) on


હિના ખાન બોલે છે કે, તમે બધા કાર્ડ્સને તો બ્લોક ન કરી શકો ને, હું શોપિંગ કેવી રીતે કરીશ, હું કોફી પણ ખરીદી શકીશ નહીં. તો તેના પિતા જવાબ આપે છે કે કેશ લઈ લો હું આપું છું. કેટલા જોઈએ બોલો. હું તને કોફીના 200 રૂપિયા આપીશ. હિના ખાનનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
Published by: Margi Pandya
First published: October 31, 2020, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading