'મેરે ડેડ કી દુલ્હન'ના સેટ પર લાગી આગ, અભિનેત્રી શ્વેતા તિવારીનો હાથ દાઝ્યો

News18 Gujarati
Updated: March 13, 2020, 10:21 AM IST
'મેરે ડેડ કી દુલ્હન'ના સેટ પર લાગી આગ, અભિનેત્રી શ્વેતા તિવારીનો હાથ દાઝ્યો
શ્વેતા તિવારી

જો કે શ્વેતાના હાથ દાઝી જવા છતા તેણે શૂટિંગ પૂરી કર્યું

  • Share this:
ટીવી જગતમાં તેની એક્ટિંગ અને સુંદરતાનો ડંકો વાગે છે તેવી શ્વેતા તિવારી (Shweta Tiwari) સાથે હાલમાં જ એક દુર્ધટના થઇ છે. સોની ટીવી પર આવતી સીરિયલ મેરે ડેડ કી દુલ્હન (Mere Dad Ki Dulhan) સેટ પર આગ લાગી છે. ટીવી સીરિયલનું શૂટિંગ ચાલી રહ્યું હતું . અને તે સમયે જ લાગેલી આગના કારણે શ્વેતાનો હાથ બળી ગયો છે. અને આ દુર્ધટનાથી કાસ્ટ અને પ્રોડક્શન ટીમમાં પણ અફરા તફરી ફેલાઇ ગઇ હતી. પણ સદનસીબે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. નહીં તો મોટી દુર્ધટના થવાની સંભાવના હતી.

થયું એવું કે એક્ટર ફરહાન ખાન (Fahmaan khan) અને શ્વેતા તિવારી (Shweta Tiwari) કરીના કપૂર-શાહિદ કપૂરની ફિલ્મ જબ વી મેટનો એક સીન રિક્રિએટ કરી રહ્યા હતા. જેમાં શ્વેતાએ પોતાનો સ્કાર્ફ અને સાડી બાળવાની હતી. અને આ વચ્ચે પાસે પડેલા પડદાએ આગ પકડી લીધી. જે જોતા આગને શાંત કરવાના ચક્કરમાં શ્વેતાનો હાથ દાઝી ગયો.

આગ લાગ્યાનો સીન


શ્વેતા તિવારીના કો સ્ટાર રણદીપનું પાત્ર ભજવનાર એક્ટર ફહમાન ખાને કહ્યું કે શૂટિંગ દરમિયાન ગુનીત એટલે કે શ્વેતા તિવારી ડેટનો તમામ ગુસ્સો નિકાળવા માટે તે પોતાની સાડી અને સ્કાર્ફ બાળવાની સલાહ આપે છે. અને તે સમયે આ દુર્ધટના થવાની સેટ પર ભાગ દોડ થઇ ગઇ. વળી ફરહાને કહ્યું કે જ્યારે શ્વેતા આગ ઓલવી રહી હતી તો લોકોને લાગ્યું કે તે પોતાના સીનને સુધારી રહી છે. પણ જ્યારે તેના હાથ બળવા લાગ્યા તો ટીમ તેની મદદ કરવા પહોંચી. જો કે શ્વેતાના હાથ દાઝી જવા છતા તેણે શૂટિંગ પૂરી કર્યું. જો કે આ પર શ્વેતાએ કોઇ નિવેદન નથી આપ્યું.

શ્વેતા તિવારીની આ સીરિયલમાં વરુણ બદોલા પણ મહત્વનું પાત્ર ભજવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારી બિગ બોસ સીઝન 4ની વિનર પણ છે. અને તે પોતાની પર્સનલ લાઇફના કારણે વધુ ચર્ચામાં રહે છે. ત્યારે આ ધટનાથી શ્વેતાના ફેન્સ ચિંતિત થયા છે.
Published by: Chaitali Shukla
First published: March 13, 2020, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading