એક સમયે ટ્વિંકલનાં પ્રેમમાં પાગલ હતો કરન જૌહર, ટ્વિંકલની મૂછોનો હતો દિવાનો


Updated: March 18, 2021, 12:55 PM IST
એક સમયે ટ્વિંકલનાં પ્રેમમાં પાગલ હતો કરન જૌહર,  ટ્વિંકલની મૂછોનો હતો દિવાનો
એક સમયે ટ્વિંકલનાં પ્રેમમાં પાગલ હતો કરન જૌહર

એકમાત્ર છોકરી છે, જેનાથી કરણને પ્રેમ થયો હતો.' તેણે જણાવ્યું હતું કે, કરણે કન્ફેસ કર્યું હતું કે તે મને પ્રેમ કરતો હતો. ટ્વિંકલે કહ્યું, 'તે સમયે મને હલકી મૂછો હતી અને તેને જોઈને કરણ કહેતો કે તે હોટ છે, મને તારી મૂછો પસંદ છે.'

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલીવુડના ઘણા સ્ટાર કિડ્સ એક સાથે સ્કૂલમાં ભણે છે. આવી જ એક જોડી છે કરણ જોહર (Karan Johar) અને ટ્વિંકલ ખન્નાની (Twinkle Khanna). આ બંનેની દોસ્તીના સમાચાર અવારનવાર છાપાંમાં આવતા રહેતા હતા. તો ટ્વિંકલે બધા સામે ખુલાસો કર્યો હતો કે, એક સમયે કરણને તેની સાથે પ્રેમ પણ થઇ ગયો હતો.

વર્ષ 2015માં ટ્વિંકલ ખન્નાએ  (Twinkle Khanna)એ   પોતાની બુક મિસિસ ફનીબોન્સના લોન્ચિંગ દરમિયાન તેના બાળપણથી લઈને જવાની સુધીના ઘણા કિસ્સા જણાવ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્વિંકલે તેની અને કરણની દોસ્તી અંગે કિસ્સા સંભળાવ્યા હતા.

તેણે કહ્યું હતું કે 'તે એકમાત્ર છોકરી છે, જેનાથી કરણને પ્રેમ થયો હતો.' તેણે જણાવ્યું હતું કે, કરણે કન્ફેસ કર્યું હતું કે તે મને પ્રેમ કરતો હતો. ટ્વિંકલે કહ્યું, 'તે સમયે મને હલકી મૂછો હતી અને તેને જોઈને કરણ કહેતો કે તે હોટ છે, મને તારી મૂછો પસંદ છે.'

વધુમાં ટ્વિંકલે જણાવ્યું હતું કે, એક વખત તેણે કરણ સાથે બોર્ડિંગ સ્કૂલમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગેટ સુધી પહોંચતા પહેલા તેઓ પકડાઈ ગયા હતા. અમે  ટેકરીનાં છેવાડે જ હતા તો મેં કહ્યું કે ત્યાંથી સરકીને નીચે જતા રહીએ અને નાવડી લઈને ભાગી જઈએ. કરણ નીચે ગયો અને ત્યાં પકડાઈ ગયો. બાદમાં તેને પાછો ઉપર લાવ્યા, જેમાં 2 કલાક લાગ્યા હતા. ત્યાર બાદ કરણ આઘાતમાં જતો રહ્યો અને તેણે પોતાના પેરન્ટ્સને સ્કૂલમાંથી હટાવવા કહી દીધું.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં કરણ જોહર 'ટીના'નો રોલ ટ્વિંકલ ખન્નાને આપવા માંગતા હતા. પરંતુ ટ્વિંકલે આ રોલ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ રાની મુખર્જીએ આ રોલ ભજવ્યો હતો. જે બાદ રાની મુખર્જી હિટ થઇ ગઈ હતી.
First published: March 18, 2021, 12:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading