બિગ બીને સુપરસ્ટાર બનાવનાર મનમોહન દેસાઈની આજે પુણ્યતિથિ, આજે પણ તેમનું મોત છે એક રહસ્ય

News18 Gujarati
Updated: March 1, 2021, 1:57 PM IST
બિગ બીને સુપરસ્ટાર બનાવનાર મનમોહન દેસાઈની આજે પુણ્યતિથિ, આજે પણ તેમનું મોત છે એક રહસ્ય
મનમોહન સિંહ, ડિરેક્ટર

તેમણે પોતાના 29 વર્ષના ફિલ્મી કરિયર દરમિયાન 20 ફિલ્મો બનાવી હતી. જેમાંથી 13 સુપરહિટ રહી, પ્રકાશ મહેરાએ અમિતાભ બચ્ચનને એન્ગ્રી યંગ મેન બનાવ્યા, જ્યારે મનમોહન દેસાઈએ તેમને 'બિગ બી' બનાવ્યા. મનમોહન દેસાઈએ અમિતાભને પરવરીશ, અમર અકબર એન્થની, સુહાગ, નસીબ, દેશ પ્રેમી, કૂલી, મર્દ, ગંગા જમુના સરસ્વતી અને તુફાન જેવી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનને કાસ્ટ કાર્ય હતા.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલીવુડમાં 'મનજી' નામથી પ્રખ્યાત અને મહાનાયક અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) સુપરસ્ટાર બનાવનાર ડાયરેક્ટર મનમોહન દેસાઈનો (Manmohan Desai) જન્મ 26 ફેબ્રુઆરી, 1937ના રોજ થયો હતો. આજે તેમની 27મી પુણ્યતિથિ (Manmohan desai Death Anniversary) છે. તેમનો જન્મ બોમ્બે ખાતે ગુજરાતી ફિલ્મમેકર કીકુભાઇ દેસાઈના ઘરે થયો હતો. તેમના પિતા પેરેમાઉન્ટ સ્ટુડિયોના મલિક પણ હતા તેમજ તેમણે 1930માં એક ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું. મનમોહન ડેસિયા જયારે 24 વર્ષના હતા ત્યારે વર્ષ 1960માં તેમના ભાઈ સુભાષ દેસાઈની ફિલ્મ 'છલિયા'ને ડાયરેક્ટ કરવાની તક મળી હતી.

તેમણે પોતાના 29 વર્ષના ફિલ્મી કરિયર દરમિયાન 20 ફિલ્મો બનાવી હતી. જેમાંથી 13 સુપરહિટ રહી, પ્રકાશ મહેરાએ અમિતાભ બચ્ચનને એન્ગ્રી યંગ મેન બનાવ્યા, જ્યારે મનમોહન દેસાઈએ તેમને 'બિગ બી' બનાવ્યા. મનમોહન દેસાઈએ અમિતાભને પરવરીશ, અમર અકબર એન્થની, સુહાગ, નસીબ, દેશ પ્રેમી, કૂલી, મર્દ, ગંગા જમુના સરસ્વતી અને તુફાન જેવી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનને કાસ્ટ કાર્ય હતા.

મનમોહન દેસાઈએ રાજ કપૂર, શમ્મી કપૂર, શશી કપૂર, રાજેશ ખન્ના જેવા એક્ટર્સ સાથે પણ કામ કર્યું છે. તેમણે રાજેશ ખન્ના સાથે મળીને સચ્ચા જૂઠા અને રોટી તેમજ રાજકુમાર સાથે મળીને બદતમીઝ અને બ્લફમાસ્ટર ફિલ્મો બનાવી હતી.

મનમોહન દેસાઈએ જીવનપ્રભા ગાંધી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 1979માં તેમનું મૃત્યુ થઇ ગયું હતું. જોકે, કહેવાય છે કે મનમોહન દેસાઈ લગ્ન પહેલા નંદાને પ્રેમ કરતા હતા. દેસાઈએ જીવનપ્રભા ગાંધીના મૃત્યુ પછી નંદા સાથે સગાઇ કરી હતી.

1 માર્ચ 1994ના રોજ મનમોહન દેસાઈનું મૃત્યુ થયું. જે બાદ નંદાએ પણ અન્ય કોઈ સાથે લગ્ન ન કર્યા. અહેવાલો મુજબ, તેમનું મોત ઘરની બાલ્કનીમાંથી પડી જવાથી થયું હતું. એ દરમિયાન ચરકે હતી કે તેમને આત્મહત્યા કરી છે. જોકે, તેમની મોટ આજે પણ રહસ્ય છે.
Published by: Margi Pandya
First published: March 1, 2021, 1:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading