દિગ્ગજ એક્ટ્રેસ SHASHIKALAનું થયું નિધન, 88ની ઉંમરમાં અંતિમ શ્વાસ

News18 Gujarati
Updated: April 4, 2021, 5:09 PM IST
દિગ્ગજ એક્ટ્રેસ SHASHIKALAનું થયું નિધન, 88ની ઉંમરમાં અંતિમ શ્વાસ
શશિકલાનું નિધન

શશિકલાએ 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા (Shashikala Passed Away). તેમનાં નિધનની ખબરથી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઇ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. આજે રવિવાર 4 એપ્રિલનાં દિગ્ગજ એક્ટર શશિકલા (Shashikala)નું નિધન થઇ ગયુ છે. તેમનાં કરિઅરમાં એકથી એક ઉત્તમ કિરદાર અદા કરનારી શશિકલાએ 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા (Shashikala Passed Away). તેમનાં નિધનની ખબરથી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઇ છે.

આપને જણાવી દઇએ કે, શશિકલાનાં ઘણાં હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની ફિલ્મો ઘણી પસંદ થતી હતી. શશિકલાએ ઘણાં કલાકારો સાથે કામ કર્યું હતું. તેમનાં નિધન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલિબ્રિટિઝ દુખ વ્યક્ત કરી રહ્યાં છે.

88ની ઉંમરમાં શશિકલાએ મુંબઇ સ્થિત તેનાં ઘરમાં અંતિમ શ્વાસ લીધા છે. બપોરે આશરે 12 વાગ્યે તેનું નિધન થઇ ગયું છે. જોકે, તેનાં નિધનનું કારણ જાણવાં મળ્યું નથી. હજુ સુધી પરિવાર તરફથી પણ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. શશિકલાનાં નિધન પર ઘણાં બોલિવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

શશિકલાનાં કરિઅરની વાત કીરએ તો તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમણે ઘણી નાની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. તેઓ મરાઠી પરિવારમાં જન્મ્યા હતાં. સોલાપુરમાં તેઓ રહેતા હતાં. તેમનાં જીવનમાં ઘણાં ઉતાર ચઢાવ આવ્યા હતાં. શશિકલા છ બહેનો અને ભાઇ હતા. તેમનાં પિતા મોટા બિઝનેસમેન હતા.
Published by: Margi Pandya
First published: April 4, 2021, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading