કેટરિના કૈફ-વિકી કૌશલે 'વેડિંગ ફોટો'ના રાઇટ્સ વેચ્યા, ઇન્ટરનેશનલ મેગેઝિન સાથે કરી કરોડોની ડીલ

News18 Gujarati
Updated: December 3, 2021, 11:26 AM IST
કેટરિના કૈફ-વિકી કૌશલે 'વેડિંગ ફોટો'ના રાઇટ્સ વેચ્યા, ઇન્ટરનેશનલ મેગેઝિન સાથે કરી કરોડોની ડીલ
કેટરિના કૈફ-વિકી કૌશલે વેડિંગ ફોટોના રાઇટ્સ વેચ્યા

વિકી-કેટરિનાએ તેમના લગ્નના ફોટા (Vicky Kaushal Katrina Kaif Wedding Photos)ના રાઈટ્સ એક આંતરરાષ્ટ્રીય મેગેઝીનને વેચવાનો નિર્ણય કર્યો છે. આ ડીલથી વિકી-કેટરિનાને કરોડોનો નફો પણ થશે

  • Share this:
કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal)ના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન, એવા સમાચાર છે કે, વિકી-કેટરિનાએ તેમના લગ્નના ફોટા (Vicky Kaushal Katrina Kaif Wedding Photo)ના રાઈટ્સ એક આંતરરાષ્ટ્રીય મેગેઝીનને વેચવાનો નિર્ણય કર્યો છે. આ ડીલથી વિકી-કેટરિનાને કરોડોનો નફો પણ થશે. આ ડીલ કેટરીના અને તેની ટીમે સાઈન કરી છે. આ ડીલ મુજબ કપલ સિવાય અન્ય કોઈ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી શકશે નહીં. વિકી-કેટરિનાની આ ડીલ સાબિત કરે છે કે, તે બંને પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના પગલે ચાલી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ પણ રાજસ્થાનના ઉમેદ ભવનમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. તેમણે વોગ મેગેઝીનને તેમના લગ્નના ફોટાના રાઈટ્સ પણ વેચ્યા હતા. પ્રિયંકાના આ રાઈટ્સ લગભગ અઢી મિલિયન ડોલરમાં વેચાયા હતા. આજ તક અનુસાર, કેટરિના કૈફ પણ ઘણી વખત આ મેગેઝીનના ફોટોશૂટ કરી ચૂકી છે. હવે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કેટરિના-વિકીએ આ મેગેઝીનને લગ્નના ફોટાના રાઈટ્સ વેચ્યા હશે. વિકી-કેટરિનાની મેગેઝિન સાથેની આ ડીલની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ આના કારણે કપલને કરોડોમાં ફાયદો જરૂર થઈ રહ્યો છે.

કોડ વગર મહેમાનને લગ્નમાં પ્રવેશ નહીં મળે!

વિકી કૌશલ અને કેટરિના કૈફના શાહી લગ્ન (Vicky Kaushal & Katrina Kaif Marriage)માં કોણ હાજરી આપશે તે વિશે વધુ માહિતી નથી. પરંતુ બોલિવૂડ લાઈફના એક અહેવાલ મુજબ કેટ-વિકીના લગ્નમાં હાજરી આપવા માટે એક સિક્રેટ કોડ આપવામાં આવશે. આ કોડ ફક્ત તે મહેમાનોને જ જણાવવામાં આવશે જેમની પાસે લગ્નનું આમંત્રણ હશે. આટલું જ નહીં, હોટલના રૂમમાં પણ આ જ કોડ સિસ્ટમ હશે જ્યાં મહેમાન રોકાશે. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે, કેટ-વિકીના લગ્નમાં જે મહેમાનો આવશે તેમને તેમના અસલી નામથી નહીં, પરંતુ એક ખાસ કોડ દ્વારા એન્ટ્રી મળશે.

40થી વધુ હોટલ બુક કરાઈ

લગ્નના સ્થળથી લઈને મહેમાનો માટે હોટલના બુકિંગ સુધીની અનેક વિગતો મીડિયામાં આવી છે. પરંતુ હવે ETimesના એક અહેવાલમાં, રણથંભોરના સૂત્રોએ જણાવ્યું છે કે, કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન માટે 40 થી વધુ હોટલ બુક કરવામાં આવી છે.આ પણ વાંચોકેટરીના કૈફ સાથે લગ્ન વિક્કી કૌશલ માલામાલ બની જશે, આટલા કરોડના માલિક બનશે કપલ

7, 8, અને 9 સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે

કહેવામાં આવી રહ્યું છે કે, 7 ડિસેમ્બર (Vicky Kaushal Katrina Kaif Wedding Date)થી અહીં મહેમાનો આવવાનું શરૂ થઈ જશે. કેટરિના અને વિકી નથી ઈચ્છતા કે લગ્નમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે, આ માટે એકથી વધુ વ્યવસ્થા કરવામાં આવી છે.
Published by: kiran mehta
First published: December 3, 2021, 11:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading