B'DAY પર વિક્કી કૌશલનો જૂનો VIDEO VIRAL, જુઓ તેનો સાઉથ ઇન્ડિયન લૂક

News18 Gujarati
Updated: May 16, 2021, 5:20 PM IST
B'DAY પર વિક્કી કૌશલનો જૂનો VIDEO VIRAL, જુઓ તેનો સાઉથ ઇન્ડિયન લૂક
વિક્કી કૌશલનો જૂનો વીડિયો થયો વાયરલ

Happy Birthday Vicky Kaushal: વિક્કી કૌશલ (Vicky Kaushal)નાં જન્મ દિવસ પર તેનો એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સાઉથ ઇન્ડિયન (South Indian) લૂકમાં નજર આવે છે. ખરેખરમાં, વિક્કી કૌશલનો આ વીડિયો તેનાં એક્ટિંગ સ્કૂલ દિવસોનોછે. આ વીડિયોમાં વિક્કીએ લુંગી અને ચેક્સ શર્ટ પહેર્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)નાં ફેમસ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal)આજે તેનો જન્મ દિવસ (Vicky Kaushal Birthday) ઉજવી રહ્યો છે. લોકો વિક્કી (Vikcy)ને તેની દમદાર એક્ટિંગ માટે ઓળખે છે. 'મસાન', 'રમન રાધવ', 'રાઝી', 'ઉરી', (Uri: The Surgical Strike) જેવી ફિલ્મોમાં તેણે જાનદાર એક્ટિંગ કરી છે. દરેક ફિલ્મમાં વિક્કીનો દમદાર અંદાજ નજર આવે છે. તે હમેશાં તેનાં અદા કરેલાં કિરદારમાં જીવ રેડી દે છે. આ કારણે વિક્કી હાલનાં સમયમાં બોલિવૂડનાં સૌથી ચર્ચિત એક્ટર્સની લિસ્ટમાં શામેલ છે.

આજે આપણે વાત કરીએ છીએ વિક્કી કૌશલનાં જન્મ દિવસ પર તેનો એક જૂનો વીડિયો (Vicky Kaushal Old Video) વાયરલ થયો છે. જેમાં તે સાઉથ ઇન્ડિયન લૂકમાં નજર આને છે. આ વીડિયો વિક્કીનાં એક્ટિંગ સ્કૂલનાં દિવસોનો છે. આ ક્યૂટ વીડિયોમાં વિક્કીએ સાઉથ ઇન્ડિયન લૂક અપનાવ્યો છે. તે લુંગી અને ચેક્સ શર્ટ પહેરેલો નજર આવે છે. વીડિયોમાં તે કોમેડી એક્ટિંગ કરી રહ્યો છે. તેની સાથે એક એક્ટ્રેસ છે. આપને જણાવી દઈએ કે, વિક્કી કૌશલે કિશોર નમિત એક્ટિંગ સ્કૂલ (Kishore Namit Acting School)નો જૂનો વિદ્યાર્થી છે.





વિક્કીનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર રેર ફોટો ક્લબ વર્ષ 2019 દ્વારા શેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, વિકાકીએ વર્ષ 2012માં 'ગેંગ્સ ઓફ વાસેપુર' (Gangs Of Wasseypur)થી તેનાં ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે આસિસ્ટંટ ડિરેક્ટર હતો.

વિક્કીનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ 'સેમ બહાદૂર' (Sam Bahadur) ફિલ્મમાં નજર આવશે. આ ઉપરાંત તે સરાદર ઉધમ સિંહ (Sardar Udham Singh) પર આધારિત ફિલ્મમાં કામ કરી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ગયુ છે.
Published by: Margi Pandya
First published: May 16, 2021, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading