VIDEO: અસરાની સાથે મળીને જ્યારે મલ્હાર ઠાકરે કહ્યું, 'નવું અમદાવાદ બતાવું ચાલો....'

Margi | News18 Gujarati
Updated: March 8, 2021, 5:09 PM IST
VIDEO: અસરાની સાથે મળીને જ્યારે મલ્હાર ઠાકરે કહ્યું,  'નવું અમદાવાદ બતાવું ચાલો....'
હું અમદાવાદનો રિક્ષાવાળો

હું અમદાવાદનો રિક્ષા વાળો... મોજ મજાથી જીવવાવાળો... જીગરા અને અરવિંદ વેગડાએ આ ગીતને ગાયુ છે અને જુના અમદાવાદનાં રિક્ષાવાળો... ગીતની યાદો તાજા કરી દીધી છે.

  • Share this:
અમદાવાદ: હું અમદાવાદનો રિક્ષા વાળો.. 999 નંબર મારો... આ ગીત આવે એટલે અસરાની સાહેબ યાદ આવે અને સાથે સાથે આ ગીતને લખવાવાળા અને કોમ્પોઝ કરનારા અવિનાશ વ્યાસની યાદ આવે. તેમની યાદમાં યંગ મ્યૂઝિશિયન્સે મળીને આ ગીતને તરોતાજા કર્યું છે. એટલું જ નહીં આ ગીતમાં નવાં અમાદાવાદની ઝાંખી થઇ રહી છે. સાથે સાથે જ ગુજરાતી સીનેમાનાં પીઢ કલાકારથી માંડી યંગ આર્ટિસ્ટ્સની ઝલક જોવા મળી રહી છે.જીગરદાન ગઢવી અને અરવિંદ વેગડાએ આ ગીતને સુંદર રીતે ગાયુ છે જ્યારે અસરાની, મલ્હાર ઠાકર, હિતેન કુમાર અને હિતુ કનોડીયાએ આ ગીતમાં તેમની કલાકારી બતાવી છે.

ગીતનાં સિંગર અરવિંદ વેગડાએ જણાવ્યું કે, આ સોન્ગ મારા દિલની ખુબજ નજીક છે.. મારો જન્મ થયો તે વર્ષએ આ ગીત રિલીઝ થયુ હતું. હું આ ગીત સાંભળીને મોટો થયો છુ તેથી જ્યારે આ ગીત ગાવાની તક મળી તો હું કેવી રીતે જવાં દઇ શકું..આ ગીતનાં લેખક છે વિપૂલ જાંબુચા છે, તેમનું કહેવું છે, મને આ ગીત લખવાનો વિચાર મહેશ કનોડીયા અને નરેશ કનોડીયાનાં નિધન સમયે આવ્યો. જ્યારે તેમનાં નિધન બાદ લોકો તેમને શ્રદ્ધાંજલિ આપતા હતાં. અને તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો. જ્યારે કોઇ વ્યક્તિ જતી રહે છે ત્યારે તેની કળાને સન્માન આપવો તેનાં કરતાં તેમની હયાતીમાં જ તેમને સન્માન આપવું વધુ યોગ્ય રહે તેવો વિચાર આવ્યો. જે બાદ મને થયું કે અસરાની જેઓએ ગુજરાતી સીનેમામાં આટલું સુંદર કામ કર્યું છે તેમને ટ્રિબ્યૂટ આપવાં અને સ્વર્ગીય અવિનાશ વ્યાસ જેમણે આ સુંદર ગીત લખ્યું છે તેમની યાદમાં આ ગીતનું રિક્રિએશન કરવામાં આવ્યું છે.

આ ગીતને ડિરેક્ટ મનિષ પાટડિયાએ કર્યું છે, એક સાથે આટલાં બધા ગુજરાતી ધુરંધરોને ડિરેક્ટ કરવાનું કેવું રહ્યું, તે અંગે વાત કરતાં મનિષ પાટડિયા કહે છે કે, જ્યારે મારી પાસે આ આ ગીતનાં રિક્રિએશનની વાત આવી ત્યારે જ હતું કે એવું કંઇ કરવું છે કે જે આજની પેઢીને ગમે અને જુની પેઢીને લાગે કે અવિનાશ વ્યાસનાં ગીતને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. આખી ટીમને ભેગી કરી તેમની સાથે કામ કરવાનો અનુભવ ખુબજ ખાસ રહ્યો. મજા પડી ગઇ બધાની સાથે કામ કરવાની.. જોકે, કોરોનાકાળ બાદ બધાને ભેગા કરીને કામ કરવું અઘરુ હતું પણ બધુ જ મેનેજ થઇ ગયું. એક સમયે અસરાનીજીએ આખુ અમદાવાદ બતાવ્યું હતું. આજે આજની પેઢીનાં કલાકારો તેમને આજનું નવું અમદાવાદ બતાવી રહ્યાં છે આ કોન્સેપ્ટ જ મજા આવે તેવો હતો. તેથી તેનું ડિરેક્શન કરવાની પણ મજા આવી ગઇ.

સોન્ગની સિનેમેટ્રોગ્રાફી છે એક નંબર- સોન્ગમાં તમને અમદાવાદીઓનું ચાનું વ્યસન જોવા મળશે. જ્યાં બીજા શહેરોમાં કોફી શોપ્સ ધમધમે છે ત્યાં અમદવાદમાં ટી પોસ્ટ અને અપના અડ્ડા જેવાં ચાની દુકાનો જોવા મળશે. તો અમાદવાદીઓનાં પસંદીદા ઇસ્કોન ગાંઠિયા પણ જોવા મળે છે. અમાદવાદનાં 12 દરવાજા, સિદી સૈયદની જાળી, કાંકરીયા તળાવ હોયકે વસત્રાપૂર તળાવ, એ વન મોલ, લો ગાર્ડન, અમદાવાદની મેટ્રો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે પછી ગુરુદ્વારા હોય તમામની ઝલક આ ગીતમાં જોવા મળી રહી છે. અમદાવાદની તમામ મહત્વની જગ્યાઓ ગીતમાં આવરી લેવામાં આવી છે. સુંદર સિનેમેટ્રોગ્રાફીની સાથે આ ગીતનું રિક્રિએશન કરવામાં આવ્યું છે. તો આ અવિનાશ વ્યાસની યાદમાં કરવામાં આવેલું આ 'અમદાવાદનો રિક્ષાવાળો..' ગીત તમે પણ જોઇ લો.
Published by: Margi Pandya
First published: March 8, 2021, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading