#MeToo : કંગના રનૌટ પર ભડકી વિકાસ બહલની પત્ની, કહ્યું 'આટલા દિવસથી ચુપ કેમ હતી તો?'

News18 Gujarati
Updated: October 13, 2018, 12:25 PM IST
#MeToo : કંગના રનૌટ પર ભડકી વિકાસ બહલની પત્ની, કહ્યું 'આટલા દિવસથી ચુપ કેમ હતી તો?'
રુચા અને કંગના

નવેમ્બર 2015માં મધુ મંટેના અને મસબા ગુપ્તાનાં લગ્નમાં કંગનાએ વિકાસની સાથે આઇટમ નંબર પર ડાન્સ કેમ કર્યો હતો

  • Share this:
મુંબઇ: બોલિવૂડ ડિરેક્ટર વિકાસ બહલ પર હાલમાં જ કંગના રૌનટ ઉપરાંત અન્ય બે મહિલાઓ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તેનાં પર વર્ષ 2015માં ફિલ્મ 'બોમ્બે વેલવેટ'ની પ્રમોશનલ ટૂર દરમિયાન મહિલા ક્રૂ સાથે ગેરવર્તણૂક કર્યાનો આરોપ હતો. એવામાં આ વિવાદ સામે આવ્યા બાદ તમામે તેનાંતી દૂરી બનાવી લીધી છે.

જ બાદ હવે વિકાસની પત્ની ઋચાએ તેનાં ટ્વિટર પેજ પર આ વાતનો વિરોધ કર્યો છે. જ્યાં ઋચાએ કંગના વિરુદ્ધ ઘણાં સવાલ પણ ઉભા કર્યા છે. ઋચાએ કંગના પર સવાલ કર્યો છે કે જો તે એટલો જ ખરાબ છે તો કંગના આટલા સમય સુધી તેની મિત્ર કેમ બનીને રહેતી હતી.

ઋચાએ પુછ્યું છે કે, નવેમ્બર 2015માં મધુ મંટેના અને મસબા ગુપ્તાનાં લગ્નમાં કંગનાએ વિકાસની સાથે આઇટમ નંબર પર ડાન્સ કેમ કર્યો હતો. પોતાના લેખમાં ઋચાએ લખ્યું કે, વિકાસ અને કંગનામાં ઘણાં બધા ફ્રેન્ડલી ચેટ થતા હતાં. ત્યારે તેને કેમ કોઇ વાંધો ઉઠાવ્યો ન હતો. જો તે આટલો જ ખરાબ વ્યક્તિ છે તો તે પહેલાં કેમ ન બોલી. તે તો ખુલીને પોતાની વાત મુકી જ શકતી હતી. તેનાં પર તો કોઇ દબાણ ન હતો. તો પછી તે કેમ ચૂપ રહી.

જોવાનું રહેશે કે વિકાસ અને કંગનાની આ લડાઇમાં હવે કેવો વળાંક આવે છે.
Published by: Margi Pandya
First published: October 13, 2018, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading