મુંબઇનાં વરસાદમાં 'ટિપ ટિપ બરસા પાની' પર નાચી રાખી સાવંત, નોટંકી જોઇ હસી પડ્યાં યૂઝર્સ

News18 Gujarati
Updated: June 11, 2021, 12:49 PM IST
મુંબઇનાં વરસાદમાં 'ટિપ ટિપ બરસા પાની' પર નાચી રાખી સાવંત, નોટંકી જોઇ હસી પડ્યાં યૂઝર્સ
PHOTO- viralbhayani/Instagram

રાખી સાવંતે (Rakhi Sawant Video)પેપરાઝીની સામે કર્યો ડાન્સ ડ્રામા ક્વિનનો આ વીડિયો ઇન્ટરનેટ પર તાબડતોડ વાયરલ થઇ રહ્યો છે. જેમાં રાખી સાવંત (Rakhi Sawant Dance Video) વરસાદમાં નાચતા નજર આવી શકે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની ડ્રામા ક્વિનનાં નામે પ્રખ્યાત રાખી સાવંત (Rakhi Sawant) કોઇનાં કોઇ કારણે મોટાભાગે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. બિગ બોસ 14 (Bigg Boss 14) માં ધમાલ મચાવ્યા બાદ રાખી પેપરાઝીની ફેવરેઇટ બની ગઇ છે. કોરોનાની વચ્ચે પણ તે ક્યાંય ને ક્યાંય ફરતી નજર આવતી. ડ્રામા ક્વિનનાં વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. જેમાં રાખી સાવંત (Rakhi Sawant Video)નો એક આવો જ વીડિયો ચર્ચામાં છવાયેલો છે. ડ્રામા ક્વિનનો આ વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં રાખી (Rakhi Sawant Dance Video)ને વરસાદમાં નાચતા નજર આવે છે.


View this post on Instagram


A post shared by Viral Bhayani (@viralbhayani)


વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શેર કરવામાં આવી છે. જેમાં તે મુંબઇનો વરસાદ જોઇને એટલી ખુશ થઇ જાય છે કે પેપરાઝીની સામે ડાન્સ કરવા લાગે છે. રાખી 'ટિપ ટિપ બરસા પાની' ગાય છે. અને પછી ડાન્સ કરે છે. પેપરાઝી રાખીનો વીડિયો કેમેરામાં કેદ કરવાં લાગ્યો છે. જે જોઇ તે પુછે છે- 'શું જોવો છો તમે લોકો?'

ગત દિવસોમાં બિગ બોસમાં ધમાલ મચાવ્યા બાદ હવે રાખી સોશિયલ મીડિયાની દુનિયામાં ધમાલ મચાવી રહ્યાં છે. અક્સર પોતાનાં મજેદાર વીડિયો રાખી ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર રાખી સાવંતનો એક વીડિયો ખુબજ પસંદ કરવામાં આવે છે. ઘણાં યૂઝર્સે કમેન્ટ કરતાં રાખી સાવંતનાં વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. અને તેનાં બિન્દાસ અંદાજનાં વખાણ કર્યા છે.

આ પણ વાંચો-નિખિલ જૈનનો દાવો- 'દેવા તળે દબાયેલી હતી નુસરત, હોમ લોન ચુકવવા મે આપી હતી મસમોટી રકમ'

એક યૂઝરે રાખીનાં વીડિયો પર કમેન્ટ રતાં લખ્યું છે, 'હાહાહા... રાખી તુ ખુબજ એન્ટરટેઇનિંગ છે.' તો અન્ય એક યૂઝરે લખ્યું છે, 'મને સમજાતુ નથી કે તને પસંદ કરુ કે ના પસંદ, જે પણ હોય.. બિન્દાસ છે તું..' એક યૂઝરે રાખી સાવંતને સ્ટ્રેસ બસ્ટર જણાવી છે. વીડિયોમાં રાખી પોલ્કા ડોટ શર્ટ, લોઅર અને શૂઝમાં નજર આવી રહી છે. તે જે અંદાજમાં ડાન્સ કરે છે તેનાંથી સ્પષ્ટ જાહેર થાય છે કે મુંબઇનો વરસાદ જોઇ તે ખુબજ ખુશ છે. રાખીનો બેબાક અંદાજ છે જે તેનાં ફેન્સનાં દિલમાં ઘર કરી ગયો છે.
Published by: Margi Pandya
First published: June 11, 2021, 12:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading