વિવેક ઓબેરોયે ચલાન કપાવાની ઘટના પર કહ્યું, પાવતી કપાવાનાં સમાચાર હેડલાઇન બનતા દુ:ખી..

News18 Gujarati
Updated: March 15, 2021, 10:55 AM IST
વિવેક ઓબેરોયે ચલાન કપાવાની ઘટના પર કહ્યું, પાવતી કપાવાનાં સમાચાર હેડલાઇન બનતા દુ:ખી..
(photo credit: instagram/@viralbhayani)

વેલેન્ટાઇન ડે (Valentine's Day)નો વીડિયો સામે આવ્યા બાદ વિવેક ઓબેરોય (Vivek Oberoi) વિરુદ્ધ મુંબઇ પોલીસે ચલાન કાપ્યું અને આ મામલો ખુબ ચર્ચામાં પણ આવ્યો હતો. હવે આ મામલે વિવેક ઓબેરોયે પ્રતિક્રિયા આપી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય (Vivek Oberoi) ગત દિવસોથી સતત ચર્ચામાં છે. ખાસ કરીને પત્ની પ્રિયંકા સાથે તેનું વેલેન્ટાઇન ડે (Valentine's Day) સેલિબ્રેશન ખુબજ ચર્ચામાં રહ્યું. વિવેક ઓબેરોયે વેલેન્ટાઇન ડે સમયે પત્ની પ્રિયંકાની સાથે તેનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં પ્રિયંકા (Priyanka Alva Oberoi)ને બાઇકની બેક સીટ પર બેસાડી વિવેક તેને રોમેન્ટિક અંદાજમાં ફેરવતો નજર આવ્યો હતો. પણ બાદમાં આ વીડિયો તેમનાં માટે મુશ્કેલીનું કારણ બની ગયું હતું. કારણ કે, આ દરમિયાન વેેક અને તેની પત્નીએ ન તો હેલમેટ પહેર્યું હતું ન તો માસ્ક.

વીડિયોનાં સામે આવ્યા બાદ વિવેક ઓબેરોય વિરુદ્ધ મુંબઇ પોલીસે ચલાન કાપ્યું હતું અને આ કેસ ખુબજ ચર્ચામાં રહ્યો હતો. વિવેક ઓબેરોયે આ ઘટના પર પોતાનું રિએક્શન આપ્યું છે. એક્ટરે કહ્યું કે, મેભલે ચલાન વાળી વાતને મજાકિયા અંદાજમાં લીધી છે. પણ તેનો એ અર્થ જરાં પણ નથી કે તેને હેડલાઇન બનાવી દેવમાં આવે. અને આ વાતથી મને દુખ નથી થયું.

વિવેકે કહ્યું કે, 'આ તે જ અઠવાડિયું હતું જ્યારે મે ખેડૂત બાળકોને 16 કરોડ રૂપિયાની સ્કોલરશિપ આપવાની જાહેરાત કરી હતી. પણ જે અંગે વાતો થઇ અને જે નેશનલ ન્યૂઝ બની ગઇ તે હતું મારુ બાઇક ચલાવતા સમયે હેલમેટ ન પહેરવું અને ચલાન કપાવવું.'
View this post on Instagram


A post shared by Vivek Oberoi (@vivekoberoi)


મારી ઉપર નિશાન સાધવામાં આવી રહ્યું હતું. હેલમેટ ન પહેરવું દરેક તરફ ચર્ચામાં હતું. હું આ સમાચારથી થોડો નિરાશ થઇ ગયો હતો. આ વિચારીને ખરેખરમાં લોકોનાં જીવનમાં અસર કરનારી ખબર હતી કે મારું હેલમેટ ન પહેરવું તે મોટી ખબર હતી.'

હાલમાં ફરી એક વખત વિવેકે તેની પાવતી અંગે મજાક કરી છે. અને તેને પાવરી ગર્લનાં ફેમસ ડાઇલોગ સાથે વીડિયો બનાવ્યો છે. વિવેકે વીડિયોમાં કહે છે કે, 'યે મે હું... યે મેરી બાઇક્સ હૈ... ઔર યહાં કોઇ પાર્ટી નહીં હો રહી હૈ... પાવતી કટ રહી હૈ....'
Published by: Margi Pandya
First published: March 15, 2021, 10:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading