બોમ્બે HCનાં નિર્ણયથી ખુશ છે વાજિદ ખાનની પત્ની કમલરુખ, બાળકોને મળશે સંપત્તિ

News18 Gujarati
Updated: April 10, 2021, 6:38 PM IST
બોમ્બે HCનાં નિર્ણયથી ખુશ છે વાજિદ ખાનની પત્ની કમલરુખ, બાળકોને મળશે સંપત્તિ
PHOTO- @kamalrukhkhan/Instagram

બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)એ કમલરુખ (Kamalrukh)નાં પતિ વાજિદ ખાન (Wajid Khan)ની સંપત્તિને સુરક્ષિત રાખવા કહ્યું છે. જેનાંથી હવે તેનાં બાળકોને પિતાની સંપત્તિ મળી શકશે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)નાં જાણીતા મ્યૂઝિક કોમ્પોઝ વાજિદ ખાન (Wajid Khan) અચાનક જ આ દુનિયા છોડી ગયો. તેનાં નિધન બાદ તેની પત્ની કમલરુખ (Kamalrukh)એ સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ શેર કરી હતી. જેનાંથી સૌ કોઇ આશ્ચર્ય પામી ગયા હતાં. તેનાં સાસરીયા તેને ઇસ્લામ કબૂલ કરવાં દબાણ કરી રહ્યાં છે સાતે જ વાજિદ ખાનની મોત બાદ તેનાં પરિવાર પર તેની સંપત્તિ હડપવાનો આરોપ પણ કમલરુખે લગાવ્યો હતો. જોકે હાલમાંજ બોમ્બે હાઇકોર્ટે આ અંગે નિર્ણય સંભળાવ્યો છે અને આ નિર્ણયનું કમલરુખે સ્વાગત પણ કર્યું છે.

બોમ્બે હાઇકોર્ટ (Bombay High-Court)એ પતિ વાજિદ ખાનની સંપત્તિને સુરક્ષિત રાખવાનો નિર્ણય સંભળાવ્યો છે જેથી તેનાં બાળકોને પિતાની સંપત્તિ મળી શકે. કમલરૂખે સોશિયલ મીડિયા પર બોમ્બે હાઇકોર્ટનાં ઓર્ડરની તસવીર શેર કરી છે અને લખ્યું છે કે, ''આખરે ન્યાયનું પૈડું ફર્યુ છે. હાઇકોર્ટે સુનિશ્ચિત કર્યું છે કે વાજિદની સંપત્તિ સુરક્ષિત છે અને તેનાં પરિવારને નિર્દેશ આપ્યો છે કે, દિવંગત વાજિદ ખાનની તમામ સંપત્તિ અંગે જાણ કરે. તે બાળકોનો હક લેવાનાં એક ડગલું આગળ વધી છે. આ માટે તેને હાઇકોર્ટનો આભાર માન્યો છે.'

વાજિદ ખાનનાં નિધન બાદ તેને ઘણાં ચોકાવનારા ખુલાસા કર્યા હતાં. જે બાદ હવે તેનાં બાળકો પાસે જે છે તેનાંથી તેમને દૂર કરવામાં આવે છે. તેમ જણાવ્યું હતું. જીવનમાં મને તે જગ્યાએ ઉભી કરી દીધી છે કે, મારે મારા બાળકોને વિરાસત અપાવવા માટે લડવું પડી રહ્યું ચે કારણ કે વાજિદ ખાનનાં નિધન બાદ તેનો પરિવાર તેની સંપત્તિ વેચી રહ્યો છે.તેણે જણાવ્યું કે, તેનાં અને વાજિદ વચ્ચે લગ્ન પહેલાં 10 વર્ષ સંબંધ રહ્યાં. લગ્ન બાદ વાજિદનાં પરિવારવાળા ધર્મ પરિવર્તન માટે કહેવાં લાગ્યાં. થોડા સમય બાદ વાજિદે પણ તેનાં પર પ્રેશર બનાવવાનો પ્રયાસ કર્યો. પણ જ્યારે કમલરુખે ધર્મ પરિવર્તનની ના પાડી દીધી તો વાત છુટાછેડા સુધી પહોંચી ગઇ હતી. જે બાદ વર્ષ 2014માં તેમને છુટાછેડાની અજી પણ ખરી હતી. જે મંજૂર ન થઇ. તે બાદથી તેઓ અલગ રહેવાં લાગ્યાં. કમલરુખની માનીયે તો થોડા સમય બાદ વાજિદને તેની ભૂલનો અહેસાસ થયો અને તેણે માફી માંગી લીધી.પોતાનાં ખરાબ સ્વાસ્થ્યને લીધે વાજિદ ખાન 31 મે, 2020નાં હોસ્પિલમાં એડમિટ થયો અને બીજા જ દિવસે 1 જૂન, 2020નાં વાજિદ ખાનનું નિધન થઇ ગયુ હતું.
Published by: Margi Pandya
First published: April 10, 2021, 6:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading