મલાઈકાના પુત્રના લૂકની દીવાની થઈ માસી અમૃતા અરોરા, ફોટા શેર કરીને લખી આ વાત


Updated: March 16, 2021, 8:28 AM IST
મલાઈકાના પુત્રના લૂકની દીવાની થઈ માસી અમૃતા અરોરા, ફોટા શેર કરીને લખી આ વાત
અરહાન, અમૃતા અરોરા.

અરહાન થોડા દિવસો પહેલા મલાઈકા અને પરિવાર સાથે નાનીના ઘરે ડિનર માટે ગયો હતો. આ સમયે અર્જુન કપૂર પણ ડિનર પાર્ટીમાં સામેલ હતો.

  • Share this:
મુંબઈ: મલાઈકા અરોરા (Malaika Arora) અને અમૃતા અરોરા (Amrita Arora) સગી બહેનો તો છે જ, સાથે સાથે ખૂબ ગાઢ બહેનપણીઓ પણ છે. બંને અવારનવાર પાર્ટીઓ અને સમારંભમાં સાથે નજરે પડે છે. આ તો વાત થઈ બહેનોની, પરંતુ બંનેના સંતાનો પણ તેમની એકદમ નજીક છે. તાજેતરમાં અમૃતાએ તેના ભાણેજ અરહાન ખાનનો ફોટો શેર કર્યો હતો.

આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાઇરલ થયો હતો. અમૃતાએ અરહાન (Arhaan Khan)નો ફોટો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, આ છોકરો, અરહાન તું મારા જીવનનો પસંદગીનો પુરુષ છું. અરબાઝ ખાન (Arbaaz Khan) અને મલાઈકા અરોરાનો પુત્ર અરહાન માસી અમૃતા અરોરા સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

આ પણ વાંચો: 'કમરિયા' ફેઇમ Lauren Gottliebએ શેર કરી બોલ્ડ તસવીરો, રેઇનબો મોનિકિનીમાં આવી નજરઉલ્લેખનીય છે કે, અરહાન થોડા દિવસો પહેલા મલાઈકા અને પરિવાર સાથે નાનીના ઘરે ડિનર માટે ગયો હતો. આ સમયે અર્જુન કપૂર પણ ડિનર પાર્ટીમાં સામેલ હતો. 2017માં મલાઈકા અને અરબાઝ ખાનના છૂટાછેડા થઈ ગયા હતા. જે બાદ અરહાન તેની માતા મલાઈકા અરોરા સાથે રહેવા લાગ્યો હતો.

આ પણ વાંચો: શમા સિંકદરે શેર કરી બિકિની તસવીરો, સોશિયલ મીડિયા પર VIRAL

માતા-પિતા વચ્ચે છૂટાછેડા મામલે અરહાન શું વિચારે છે તે અંગે અરબાઝ ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આપણે બાળકને ક્યારેક સમજી નથી શકતા. અમારા છૂટાછેડા થયા તે સમયે અરહાન માત્ર 12 વર્ષનો હતો. પરંતુ તેને પરિસ્થિતિની બરાબર સમજ હતી. મારા અને મલાઈકા વચ્ચે શું ચાલી રહ્યું છે, તે અરહાન ખુબ સારી રીતે જાણતો હતો. તેને અમારે ક્યારેય સમજાવવાની જરૂર નથી પડી. અમારી માટે તે ખૂબ મુશ્કેલ નિર્ણય હતો. જોકે, મારા અને મલાઈકા માટે તે એકમાત્ર અનુકૂળ રસ્તો હતો.
First published: March 16, 2021, 8:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading