મનોજ કુમાર મળ્યા હતા ભગત સિંહની માતાને, તેમણે મને કહ્યું હતું- 'હું તેમના પુત્ર જેવો દેખાઉં છું'


Updated: March 23, 2021, 11:01 PM IST
મનોજ કુમાર મળ્યા હતા ભગત સિંહની માતાને, તેમણે મને કહ્યું હતું- 'હું તેમના પુત્ર જેવો દેખાઉં છું'
(તસવીર સાભાર- Twitter/Manoj Kumar))

મનોજ કુમારે ફિલ્મ 'શહીદ'(1965)માં ભગત સિંહનો રોલ પ્લે કર્યો હતો

  • Share this:
નવી દિલ્હી : જ્યારે ભગત સિંહની માતાએ તેમને ભગત સિંહની (Bhagat Singh) ભૂમિકા નિભાવવાની અનુમતિ આપી ત્યારે મનોજ કુમાર (Manoj Kumar)ખુબ ખુશ થયા હતા. તમને જણાવી દઈએ કે મનોજ કુમારે ફિલ્મ 'શહીદ'(1965)માં ભગત સિંહનો રોલ પ્લે કર્યો હતો. આજે શહીદ દિવસ નિમિત્તે અમે તમને મનોજ કુમાર સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો જણાવીશું. તેમણે એક ઇન્ટરવ્યૂમાં આ કિસ્સા અંગે જણાવ્યું હતું. જેમાં તેમણે ભગત સિંહની માતા વિદ્યાવતી સાથેની મુલાકાત અંગે જણાવ્યું હતું. એ દરમિયાન ભગત સિંહની માતા એક હોસ્પિટલમાં દાખલ હતા.

મનોજ કુમારે તહલકા હરિયાણાને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, ' અમને જાણવા મળ્યું હતું કે ભગત સિંહની માતાની તબિયત ખરાબ છે અને તેઓ ચંદીગઢની એક હોસ્પિટલમાં દાખલ છે. હું ફિલ્મ શહીદના નિર્માતા કેવળ કશ્યપ સાથે તેમને મળવા ગયો હતો. ભગત સિંહના ભાઈ કુલતાર સિંહે તેમની માતાને જણાવ્યું કે મનોજ કુમાર ફિલ્મમાં તેમના ભાઈનો રોલ પ્લે કરવા જઈ રહ્યા છે. તેમની માતાએ મને જોયો, તેમણે ચકાસ્યું કે હું તેમના રોલ માટે ફિટ છું કે નહીં. જે બાદ તેમણે ધીમેથી કહ્યું, 'હા તે ભગત સિંહ જેવો દેખાય છે.'

આ પણ વાંચો - Explained: વેક્સીન આવ્યા બાદ પણ કેમ વધી રહ્યા છે કોરોનાના કેસ?

મનોજ કુમારે ઇન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું હતું કે, કેવી રીતે તેમણે ભગત સિંહની માતાને દવા લેવા માટે અનુરોધ કર્યો હતો. ડોક્ટરના અનુરોધ છતાં તેઓ પોતાની દવા નહોતા ખાતા. જે બાદ મનોજ કુમારે અનુરોધ કરતા તેમણે કહ્યું, જો તમે અનુરોધ કરી રહ્યા છો તો હું દવા ખાઈ લઈશ. મનોજ કુમારે કહ્યું કે, આ દરમિયાન તેઓ બટુકેશ્વર દત્તને પણ મળ્યા હતા, જેમણે ભગત સિંહ સાથે મળીને એસેમ્બલીમાં બૉમ્બ ફેંક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ શહીદમાં મનોજ કુમારે ભગત સિંહ, પ્રેમ ચોપડાએ સુખદેવ અને અનંત પુરુષોત્તમે રાજગુરુની ભૂમિકા નિભાવી હતી. જ્યારે કામિની કૌશલે વિદ્યાવતીની ભૂમિકા નિભાવી હતી અને મનમોહને ચંદ્રશેખર આઝાદનો રોલ પ્લે કર્યો હતો.
મહત્વનું છે કે, શહીદ પ્રથમ ફિલ્મ હતી જેણે ત્રણ રાષ્ટ્રિય પુરસ્કાર જીત્યા હતા. મનોજ કુમારનું કહેવું છે કે, ભગત સિંહના જીવન પર આધારિત આ બાયોપિકનું સર્વોચ્ચ પુરસ્કાર જીતવું એ વાતની સાબિતી છે કે આ ફિલ્મ તેમના જીવનનો સટીક દસ્તાવેજ છે.
First published: March 23, 2021, 11:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading