સારા અલી ખાન બનશે નખરેવાલી, આનંદ એલ રાયની ફિલ્મમાં દેખાડશે નખરા


Updated: July 6, 2021, 10:57 PM IST
સારા અલી ખાન બનશે નખરેવાલી, આનંદ એલ રાયની ફિલ્મમાં દેખાડશે નખરા
આનંદ એલ. રાય સાથે સારા અલી ખાન તસવીર સૌજન્ : ઇન્સ્ટાગ્રામ

સારા અલી ખાનને લઈને આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આનંદ એલ રાયે પોતાની આગામી ફિલ્મોમાંથી એક ફિલ્મ માટે સારા અલી ખાનનો સંપર્ક કર્યો હતો. જેમાં સારા અલી ખાન મુખ્ય ભૂમિકા ભજવી શકે છે

  • Share this:
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને (Sara ali Khan) અત્યાર સુધીમાં ખૂબ ઓછી ફિલ્મો કરી છે, છતાં પણ લાખો ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. સોશિયલ મીડિયામાં (Social Media) પણ સારા અલી ખાન ખૂબ એક્ટિવ રહે છે. હવે તેણે પોતાના કામ તરફ નૈતિકતા અન અભિનય પ્રતિભાથી આનંદ એલ રાયનું (Anand L Rai) પણ દિલ જીતી લીધું છે. તેણે તાજેતરમાં જ રાય માટે રિલીઝ થનાર અતરંગી રે ફિલ્મનું કામ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં સારા સાથે અક્ષય કુમાર અને ધનુષ પણ છે. આ વર્ષની શરૂઆતમાં અતરંગી રેનું શૂટિંગ પૂર્ણ થયા બાદ સારાએ ફિલ્મના કલાકારો અમે ક્રુ મેમ્બર માટે લાગણીસભર પોસ્ટ શેર કરી હતી.

આ દરમિયાન હવે સારા અલી ખાનને લઈને આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આનંદ એલ રાયે પોતાની આગામી ફિલ્મોમાંથી એક ફિલ્મ માટે સારા અલી ખાનનો સંપર્ક કર્યો હતો. જેમાં સારા અલી ખાન મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આ ફિલ્મનું નામ નખરેવાલી છે.

આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા વિકી કૌશલના ભાઈ સની કૌશલ ભજવી શકે છે. ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાય નહિ પણ રાહુલ સાંકલ્યા કરશે. અગાઉ સની કૌશલ ભાંગડા પા લેમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે ટૂંક સમયમાં શિદ્દત ફિલ્મમાં પણ જોવા મળશે. જેમાં તેની સાથે રાધિકા મદાન છે.

આ પણ વાંચો : Exclusive : આમિર ખાનના જીગરી દોસ્તારે છૂટાછેડા અંગે દિલ ખોલીને વાત કરી કહ્યું- મિત્રોએ સમજાવ્યા પણ..

સની પાસે હુડદંગ ફિલ્મ પણ છે. આ ફિલ્મમાં સની સાથે વિજય શર્મા અને નુસરત ભરુચા પણ છે. બીજી તરફ સારા વિક્કી કૌશલ સાથે ધી ઇમોર્ટલ અશ્વસ્થામામાં પણ જોવા મળશે. વિકીએ પોતાની ફિલ્મ ઉરી ધી સર્જીકલ સ્ટ્રાઈકની બીજી વર્ષગાંઠ નિમિતે આ ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં વિકી મુખ્ય પાત્ર ભજવશે.

આ પણ વાંચો : આમીર ખાન અને કિરણ રાવ છૂટાછેડા લીધા પછી પણ નહીં થાય 'અલગ,' સંયુક્ત નિવેદનમાં કહી ખાસ વાતઉલ્લેખનીય છે કે, આગામી ફિલ્મ નખરેવાલીથી સારા અલી ખાન અને સની કૌશલને ઘણી બધી અપેક્ષાઓ રહેશે. આ સાથે આ બંને નવા કલાકારો આગવા અંદાજમાં પણ જોવા મળી શકે છે.
First published: July 6, 2021, 10:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading