યામી ગૌતમને યાદ આવી 'હિટ એન્ડ રન' દૂર્ઘટના, જણાવ્યું ગરદનની ઇજાનું દર્દ

News18 Gujarati
Updated: March 2, 2021, 10:30 AM IST
યામી ગૌતમને યાદ આવી 'હિટ એન્ડ રન' દૂર્ઘટના, જણાવ્યું ગરદનની ઇજાનું દર્દ
(photo credit: instagram/@yamigautam)

હાલમાં જ યામી ગૌતમ (Yami Gautam Neck Injury)એ તેની નેક ઇન્જરી અંગે ખુલાસો કર્યો છે. વર્ષો પહેલાં થયેલાં એક રોડ અકસ્માતમાં યામીને ગરદન પર ઇજા થઇ હતી. આ દુખાવાથી તે આજ સુધી બહાર આવી શકી નથી. આજે પણ યામી તેની આ ઇજાને ભૂલી નથી શકી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: યામી ગૌતમ (Yami Gautam)એ થોડા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં સારી એવી ઓળખ ઉભી કરી દીધી છે. યામી ગૌતમ અત્યાર સુધીમાં ઘણી બધી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. અને તેની એક્ટિંગનો જલવો વિખેરી ચુકી છે. યામી ઘણી વખત કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. હવે તેણે એક ખુલાસો કર્યો છે જેને કારણે તે ચર્ચામાં છે. ખરેખરમાં, યામી ગૌતમ (Yami Gautam Neck Injury)એ તેની ગરદની ઇજા અંગે ખુલાસો કર્યો છે. વર્ષો પહેલાં એક રોડ એક્સિડન્ટમાં યામીને ગરદન પર ઇજા થઇ હતી અને આ દુખાવાને કારણે તે આજ સુધી બહાર આવી શકી નથી. યામી આજે પણ ગરદન પર આવેલી ઇજાને ભૂલી શકી નથી.

યામી ગૌતમે એક ન્યૂજ પોર્ટલ સાથે વાતચીતમાં તેની આ ઇજા અંગે ખુલાસો કર્યો છે. યામી ગૌતમે જણાવ્યું કે, કોલેજનાં દિવસોમાં એક રોડ અકસ્માતમાં તેને ગર્દનની ઇજા આવી હતી. જેનો દુખાવો તેને આજ સુધી પરેશાન કરી દે છે. આ અકસ્માતમાં તેની ગાડીને ટક્કર લાગી હતી. તેનો ડ્રાઇવર તેને હોસ્પિટલ લઇ જવાની જગ્યાએ ગાડી લઇને ભાગી ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનાને યાદ કરતા યામી ઘણી જ ઇમોશનલ થઇ ગઇ હતી.

યામીનાં જણાવ્યાં મુજબ, આ ગરદનની ઇજા હવે તેનાં જીવનનો હિસ્સો બની ગઇ છે. જેનું દર્દ આજે પણ તેને પરેશાન કરે છે. આ પહેલા યામીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ દુર્ધટનાનો ઉલ્લેખ કર્યો હતો. આ વિશે વાત કરતાં તેણે ફેન્સને કહ્યું હતું કે, કેવી રીતે તે આ દુખાવામાંથી બહાર આવી. યામીએ ઓગસ્ટ 2020માં આ પોસ્ટ શેર કરી હતી.

(photo credit: instagram/@yamigautam)


યામીએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે, આ ઘણું જ પર્સનલ છે. એક નેક ઇન્જરીને કારણે મને હમેશાં થોડા વધુ જ સતર્ક રહેવું પડે છે. ખાસ કરીને ડાન્સ, એક્સરસાઇઝ, નોનસ્ટોપ ટ્રાવેલ અને ફિઝિકલ એક્ટિવિટી સમયે. જે એક એક્ટરની સાથે નિરંતર થતું હોય છે. આ દુખાવો અન્યને કહ્યાં વગર અંદર જ અંદર એડજસ્ટ કરવો પડે છે. જેમ કહેવામાં આવે છે ને, 'શો મસ્ટ ગો ઓન.'
Published by: Margi Pandya
First published: March 2, 2021, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading