શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં પોશ વિસ્તાર કરતાં કોરોનાના કેસ કેમ હોય છે ઓછા?

News18 Gujarati
Updated: April 21, 2021, 11:58 AM IST
શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં પોશ વિસ્તાર કરતાં કોરોનાના કેસ કેમ હોય છે ઓછા?
અમદાવાદની પ્રતીકાત્મક તસવીર

કોરોનાની બીજી લહેરની અસર એશિયાની ધારાવીમાં ઓછી જોવા મળી રહી છે.

  • Share this:
ીઅમદાવાદ: શહેરમાં (Ahmedabad) કોરોના મહામારીએ (Coronavirus) ભરડો લીધો છે. સોમવારે રેકોર્ડ બ્રેક કોરોના પોઝિટિવ કેસ (corona positive case) સામે આવ્યા હતા. ત્યારે શહેરનું એક ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. શહેરની ઝૂપડપટ્ટી વિસ્તારોમાં કોરોનાના કેસની ટકાવારી સામાન્ય વિસ્તારો કરતાં ઓછી છે. શહેરમાં ચંડોળા તળાવ, વાસણા, ગુલબાઇ ટેકરા, મિલ્લતનગર, શાહઆલમ, વાડજ, ગુપ્તાનગર, મજૂરગામ, અસારવા-ચમનપુરા,સરસપુર-પોટલિયા તળાવ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી આવેલી છે. જ્યાં લોકો મોટા પ્રમાણમાં કોવિડની ગાઇડલાઇન્સનું પાલન કર્યા વગર ફરતા હોય છે. તેવી જ રીતે એશિયાની સૌથી મોટો સ્લમ વિસ્તાર ગણાતો મુંબઇના (Mumbai) ધારાવીમાં (Dharavi- slum area ) પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. કોરોનાની બીજી લહેરની (Corona second wave) અસર એશિયાની ધારાવીમાં ઓછી જોવા મળી રહી છે.

ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોમાં કેમ સંક્રમણ ઓછું ફેલાય છે?

આ અંગે ગુજરાતી સમાચાર પત્રમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. દિલિપ માવલંકરનું કહેવુ છે કે, આ એક સંશોધનનો વિષય છે. ઝૂંપડપટ્ટીના લોકોને કોરોનાનું સંક્રમણ થતું નથી તેની પાછળનું કારણ તેમનામાં જન્મજાત ઇમ્યુનિટી હોય છે. આ ઉપરાંત ગીચ-ગંદા વિસ્તારમાં રહેતાં હોય, પ્રદુષિત પાણી પીતા હોય એટલે વારંવાર રોગનો શિકાર થતા હોય છે. જેથી તેમના શરીરમાં એન્ટીબોડી બનતી હોય છે. જેમ વિદેશથી કોઇ વ્યક્તિ અહીં આવે તો તેઓ પાણીથી પણ બીમાર થતા હોય છે. કોઇ ભિખારી હોય તે વાસી ખોરાક ખાય તો પણ તેને ફુડ પોઇઝનીંગ થતુ નથી. ઝૂંપડપટ્ટી કે ફુટપાથ પર રહેતાં,લારીવાળા,ફેરિયા આ બધા જ લોકો ખુલ્લા વાતાવરણ અને તડકામાં ફરે છે. જેનાથી તેમના શરીરમાં વિટામીન ડી ભરપૂર હોય છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.દિલિપ માવલંકરે વધુમાં જણાવ્યું હતું કે માલદાર-શિક્ષિત વર્ગ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યો છે.મોટા ભાગના મંત્રી-ધારાસભ્ય પણ કોરોનાથી બચી શક્યા નથી.ભાજપ-કોંગ્રેસના મ્યુનિ.કોર્પોરેટરો,જિલા પંચાયત-તાલુકા પંચાયતના સભ્ય પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે.રાહુલ ગાંધી,મનમોહનસિંહ, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના પત્નિને પણ કોરોના થયો છે. આ જોતાં હવે કોરોનાનું નવુ નામ આપ્યુ છે. અર્બન વીઆઇપી વાયરસ.

ધારાવીમાં પણ કોરોનાનું સંક્રમણ ઓછુંસીરો સર્વે દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, કેટલાક સ્લમ વિસ્તારમાં રહેતા 57 ટકા લોકોને કોરોનાના એન્ટીબોડિઝ જોવા મળ્યા હતા. જયારે પોઝ વિસ્તાર સહિતના બાકી મુંબઇમાં 16 ટકા લોકોમાં એન્ટીબોડીઝ જોવા મળી હતી. જો કે સીરો સર્વેના સેમ્પલ ધારાવીમાંથી લેવામાં આવ્યા ન હતા પરંતુ વિશાળ સ્લમ વિસ્તાર હોવાથી કોરોના એન્ટીબોડીઝનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હશે. લોકડાઉન દરમિયાન સ્લમ વિસ્તારોમાં રહેતા લોકો ઘરે રહેવા મજબૂર હતા. એ પછી અનલોક હેઠળ છુટ આપવામાં આવી તે પછી તેઓ કામ ધંધા અને રોજગાર માટે વધુને વધુ સમય બહાર નિકળ્યા હતા આ દરમિયાન હર્ડ ઇમ્યૂનિટી આવી હોવી જોઇએ.

અમદાવાદ: ખાનગી કોવિડ હૉસ્પિટલોને ઓક્સિજન, રેમડેસિવીર ન અપાતા AHNAના સેક્રેટરીએ રાજીનામું આપ્યુંવિટામિન ડી સપ્લિમેન્ટસ લેવાથી ફાયદો થવાનો દાવો

એક સંશોધનમાં સામે આવ્યું છે કે, કોરોના વાયરસ સામે મલ્ટિવિટામિન્સ, ઓમેગા-3 અને પ્રોબાયોટિક્સ અથવા વિટામિન ડી સપ્લિમેન્ટસ લેવાથી ફાયદો થાય છે. ખાસ કરીને મહિલાઓને કોરોના સામે રક્ષણમાં આ વિટામિન્સ અને ઓમેગા 3 વગેરે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આ સંશોધનમાં બ્રિટનની કિંગ્સ કોલેજનાં રિસર્ચર્સ પણ સામેલ થયા હતા. આ રિસર્ચ ગત વર્શે કોરોના ફેલાવવાની શરૂઆત થઇ હતી ત્યારે લોંચ કર્યું હતું.
Published by: Kaushal Pancholi
First published: April 21, 2021, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading