સંક્રમણ સામે લડવામાં સંશોધકોને મળ્યું હુકમનું પાનું, બેક્ટેરિયલ એન્ઝાઇમની બ્લુપ્રિન્ટ મદદ કરે તેવી આશા


Updated: July 14, 2021, 11:45 AM IST
સંક્રમણ સામે લડવામાં સંશોધકોને મળ્યું હુકમનું પાનું, બેક્ટેરિયલ એન્ઝાઇમની બ્લુપ્રિન્ટ મદદ કરે તેવી આશા
(પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

Explained: Lit એન્ઝાઇમ દ્વારા લીપોપ્રોટિન બનાવવામાં આવે છે, આ લીપોપ્રોટિન બેકટિરિયાથી સંક્રમિત હોસ્ટની ઈમ્યુન રિસ્પોન્સ સાથે સંકળાયેલ છે

  • Share this:
કોરોના મહામારી (Corona Pademic) સામેની લડાઈ વધુ તીવ્ર બની રહી છે. આવી સ્થિતિમાં સંક્રમણ સામે લડવાની પદ્ધતિઓ શોધવા બેક્ટેરિયલ એન્ઝાઇમ બ્લુપ્રિન્ટ (Bacterial Enzyme Blueprint) વિજ્ઞાનિકોને મદદરૂપ થાય તેવી શક્યતા છે. કુદરતી પ્રતિકાર અથવા દર્દી દ્વારા પ્રિસ્ક્રિપ્શનોનું પાલન ન થવાના કારણે એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયાનો નાશ ન કરી શકે તો તે બેક્ટેરિયા એન્ટીબાયોટીક પ્રતિકાર (Antibiotic-Resistant) વિકસાવે છે. બીજી તરફ એન્ટિબાયોટિક પ્રતિકાર લોકોના આરોગ્ય સામે સૌથી મોટી સમસ્યા છે. જો આપણે બેક્ટેરિયાને ન મારી શકીએ તો તે આપણને મારી નાખશે. એન્ટિબાયોટિક પ્રતિકાર સામે યુદ્ધ ચાલુ છે. જેમાં વિજ્ઞાનિકોએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

આયર્લેન્ડમાં ડબ્લિનની ટ્રિનિટી કોલેજના વિજ્ઞાનિકોની આગેવાનીમાં સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમે બેક્ટેરિયલ એન્ઝાઇમનું બ્લુપ્રિન્ટ શોધી કાઢ્યું છે. જે સંક્રમણ દરમિયાન ઈમ્યુન રિસ્પોન્સ (પ્રતિરક્ષા)ને ઠંડો પાડે છે. આ એન્ઝાઇમને Lit (lipoprotein intramolecular transacylase) તરીકે ઓળખવામાં આવ્યું છે. જે ઈમ્યુન રિસ્પોન્સ ઘટાડીને બેકટિરિયલ ઇન્ફેક્શન વધારવા મુખ્ય ભૂમિકા ભજવે છે તેવું વિજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે.

આ પણ વાંચો, Zomato IPO: આજથી રોકાણ માટે ખુલ્યો આ IPO, કેવી રીતે ભરશો આઇપીઓ? આ છે પ્રોસેસ

Lit એન્ઝાઇમ દ્વારા લીપોપ્રોટિન બનાવવામાં આવે છે. આ લીપોપ્રોટિન બેકટિરિયાથી સંક્રમિત હોસ્ટની ઈમ્યુન રિસ્પોન્સ સાથે સંકળાયેલ છે. એન્ઝાઇમ ઇમ્યુન રિસ્પોન્સને પાછો પાડીને બેકટિરિયાને હોસ્ટમાં પગદંડો જમાવવા મદદ કરે છે. લીપોપ્રોટિન બેકટિરિયલ સેલ્સને જીવતા રાખવાથી લઈ ટાર્ગેટના ઈમ્યુન રિસ્પોન્સ સાથે જોડવા સુધી ઘણા કાર્ય કરે છે.

મોલેક્યુલર લેવલેથી જ એન્ઝાઇમની રચના અને કામગીરીની સમજણ વિજ્ઞાનિકોને તેની સામે લડવાની વ્યૂહરચના વિકસાવવામાં મદદ કરી શકે છે. હવે વિજ્ઞાનિકોએ હાઈ રીઝોલ્યુશન ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને એન્ઝાઇમનું બ્લુપ્રિન્ટ બનાવ્યું હોવાથી એન્ઝાઇમ કેવી રીતે કાર્ય કરે છે, તેની વિગતવાર સમજણ મળી છે.

આ પણ વાંચો, COVID-19 in India: દક્ષિણ ભારતના રાજ્યોએ ચિંતા વધારી, માત્ર કેરળમાં નોંધાયા 14,539 નવા કેસઆ મામલે વિજ્ઞાનિકોના મત મુજબ એન્ઝાઇમ વાયરલ્યુન્સ ફેક્ટર હોવાની સંભાવના છે. આ એક એવી રચના છે, જે પેથોજેન દ્વારા ગંભીર સંક્રમણને આમંત્રણ આપે છે. સ્ટડીના સિનિયર ઓથર માર્ટિન કેફરેયનું માનવું છે કે, લિટ એન્ઝાઇમ ખૂબ જ જરૂરી એન્ટિબાયોટિક્સ વિકસાવવા માટે ઈમ્પોર્ટન્ટ ટાર્ગેટ હોય શકે છે. એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ આપણા પર ઉભું થતું જોખમ છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

આ મામલે હજુ સંશોધન ચાલે છે. વિજ્ઞાનિકો અન્ય લિપોપ્રોટીન ઉત્પાદક અને પ્રોસેસર એન્ઝાઇમસની પણ તપાસ કરી રહ્યા છે. જેનાથી એન્ટિબાયોટિક્સ માટે નબળા ટાર્ગેટ મળશે તેવી આશા છે. જેના માટે બેક્ટેરિયા રસિસ્ટન્સ વિકસાવી શકે નહીં.
First published: July 14, 2021, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading