કોરોનાનો ટ્રિપલ મ્યુટેન્ટ: બીજી લહેર પાછળ CORONAનું નવું રૂપ જવાબદાર, જાણો કેટલો ખતરનાક છે આ પ્રકાર


Updated: April 21, 2021, 4:26 PM IST
કોરોનાનો ટ્રિપલ મ્યુટેન્ટ: બીજી લહેર પાછળ CORONAનું નવું રૂપ જવાબદાર, જાણો કેટલો ખતરનાક છે આ પ્રકાર
પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને છતિસગઢમાંથી લેવાયેલા સેમ્પલમાં મ્યુટેશન જોવા મળ્યું છે. આ રાજયોમાં કોરોના વાયરસની બીજી લહેર ખુબ ઝડપથી ફેલાઈ રહી છે. આ રાજયોમાંથી લેવાયેલા 17 સેમ્પલમાં નવો મ્યુટેશન જોવા મળ્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના (second wave coronavirus) કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોનાના આ હુમલા પાછળ ડબલ મ્યુટેંટ વેરીએન્ટ (Double mutant variant) કારણભુત હોવાનું માનવામાં આવે છે. કોરોના ડબલ મ્યુટેંટ વેરીએન્ટ બી.1.167ને પ્રથમ વખત ગત વર્ષે ઓકટોબરમાં જ ડિટેકટ કરી લેવાયું હતું. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના (Maharashtra) 60 ટકા કોરોના સેમ્પલમાં ડબલ મ્યુટેંટ જોવા મળ્યો હતો.

હવે પશ્ચિમ બંગાળમાં (West bengal) પણ ડબલ મ્યુટેંટનું વેરીએન્ટ તિવ્રતાથી ફેલાઈ રહ્યું છે. આ વેરીએન્ટનું વધુ એક મ્યુટેશન થયું છે. પરિણામે વાયરસ હવે ટ્રિપલ મ્યુટેંટમાં ફેરવાયો છે. અહેવાલો મુજબ મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને છતિસગઢમાંથી લેવાયેલા સેમ્પલમાં મ્યુટેશન જોવા મળ્યું છે. આ રાજયોમાં કોરોના વાયરસની બીજી લહેર ખુબ ઝડપથી ફેલાઈ રહી છે. આ રાજયોમાંથી લેવાયેલા 17 સેમ્પલમાં નવો મ્યુટેશન જોવા મળ્યો છે.

એવું માનવામાં આવે છે કે, ડબલ મ્યુટેશન વેરીએન્ટના કારણે કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે ત્રિપલ મ્યુટેંટ વેરીએન્ટની બાબત સામે આવતા ચિંતા ખુબ વધી ગઈ છે. આ વેરીએન્ટને વૈજ્ઞાનિક રીતે બી.1.167 નામ આપવામાં આવ્યું છે, જેમાં બે પ્રકાર E484Q અને L452R મ્યુટેશન જોવા મળ્યા છે. વાયરસમાં બે વખત બદલાવ થઈ ગયો હોય, તેને ડબલ મ્યુટેશન કહેવાય છે. વાયરસ પોતાને લાંબા સુધી સુધી અસરકારક રાખવા માટે તેને જેનેટિક સંરચનમાં બદલાવ કરે છે, આ પ્રકારના વાયરસને ખૂબ ખતરનાક માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

આ પણ વાંચોઃ-ગાંધીનગરઃ હૃદયદ્રાવક ઘટના! કોરોનાના કારણે સવારે પતિ અને સાંજે પત્નીનું મોત, એક જ દિવસે પરિવારે બે સ્વજન ગુમાવ્યા

ઇન્ડિયા ટુડેની રિપોર્ટમાં જણાવ્યું છે કે, E484Kના આનુવંશિક વેરીયન્ટમાં અલગ રીતની વિશેષતા છે. કોઈ વ્યક્તિને એક વખત કોરોના થઈ ગયો હોય, ત્યાર બાદ તેનામાં રહેલા એન્ટીબોડી તેને બીજી વખત કોરોના થવાથી બચાવે છે. પરંતુ આ નવો વેરિયન્ટ એન્ટીબોડી બનવા જ દેતો નથી.નિષ્ણાંતોનું કહેવું છે કે, બંગાળમાં 130 જેટલા સેમ્પલમાં નવો વેરીયન્ટ મળી આવ્યો છે. બંગાળમાં અત્યારે વિધાનસભાની ચૂંટણી છે. રેલીઓ અને સભાઓમાં લોકો એકઠા થઈ રહ્યા છે. ભારતની જેમ અમેરિકા સ્વીઝરલેન્ડ સિંગાપોર ઈંગ્લેન્ડમાં પણ ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટ જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

વર્તમાન સમયે દેશના વૈજ્ઞાનિકોએ બીજી લહેર અંગે જાણવા માટે જીનોમ સિકવન્સની રિપોર્ટ તૈયાર કરી છે. બે એપ્રિલ પહેલાના 60 દિવસોમાં કરાયેલી જીનોમ સિક્વન્સમાં ડબલ મ્યુટેન્ટ સૌથી વધુ જોવા મળ્યું છે.ઘણી વખત એવું બને છે કે, મ્યુટેશન બાદ વાઇરસ નબળો પડી જાય છે. પરંતુ ઘણી વખત મ્યુટેશનની પ્રક્રિયા વાઇરસને ખતરનાક બનાવી દે છે. આવી સ્થિતિમાં વાયરસ આપણાં શરીરમાં કોઈ કોશિકા ઉપર હુમલો કરે છે ત્યારે કોશિકા થોડા સમયમાં જ વાયરસની હજારો કોપી બનાવી દે છે. જેથી શરીરમાં વાયરસનો લોડ ઝડપથી વધે છે. દર્દી ખૂબ ઝડપથી બીમાર પડી જાય છે અને ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે.
First published: April 21, 2021, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading