ક્યારે ચેતી જવું? જો ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય તો શરીરમાં જોવા મળશે આ લક્ષણ, ખતરાની છે ઘંટડી


Updated: April 27, 2021, 4:54 PM IST
ક્યારે ચેતી જવું? જો ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય તો શરીરમાં જોવા મળશે આ લક્ષણ, ખતરાની છે ઘંટડી
ઓક્સીજન લેવલ ઓછુ થવાના લક્ષણ

કઈ પરિસ્થિતિ થાય ત્યારે હોસ્પિટલ પહોંચવું? ઓક્સિજન લેવલ ઓછુ થાય તો કઈ પ્રકારના લક્ષણ જોવા મળે છે? જોઈલો

  • Share this:
નવી દિલ્હી : દેશ આખામાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળ્યો છે. લોકો સંક્રમણથી બચવા બને તેટલા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ પ્રયાસો છતાં કોરોનાના નવા વેરિયન્ટથી લોકો બચી શકતા નથી. કોરોના નવા રૂપના કારણે દર્દીઓને વેન્ટિલેટરથી વધુ ઓક્સીજનની જરૂર પડી રહી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની ખૂબ ઝડપથી ખપત થઈ જાય છે. અચાનક દર્દીઓની સંખ્યા વધી જતાં તંત્ર પહોંચી શકે તેમ ન હોવાની સ્થિતિ સર્જાઈ છે. દર્દીઓ હોસ્પિટલમાં મોતના બિછાને પડ્યા છે. આવી સ્થિતિમાં જે લોકો ઘરે આઇસોલેટ છે. તેમના ઉપર પણ ખતરો છે. ઘરે રહીને સારવાર લેતા દર્દીઓને શરીરમાં ઓક્સિજન લેવલ ઓછું થવાના લક્ષણો શું હોય છે? ક્યારે હોસ્પિટલે જવું જોઈએ? તે જાણવું જરૂરી બની જાય છે. માટે તે અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે.

સમયાંતરે ચેક કરો ઓક્સિજન

હિન્દુસ્તાનના અહેવાલ મુજબ દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર રણદીપ જણાવ્યું હતું કે, હોમ ક્વોરેન્ટાઇન રહીને સારવાર લેતા દર્દીઓએ પોતાનું ઓક્સિજનનું પ્રમાણ સમયાંતરે ચેક કરતું રહેવું જોઈએ. આ માટે ઘરે પલ્સ ઓક્સીમીટર ડિવાઇસ રાખવું જોઈએ. અને હાથની આંગળી પર સતત ચેક કરતું રહેવું જોઈએ. રીડિંગમા જો 94થી વધુ ઓક્સિજન બતાવે તો તમે જોખમની બહાર છો.

90થી ઓછું રાઇડિંગ ખતરા સમાન

કોરોના સંક્રમણ લાગ્યા બાદ ઝડપથી ઓક્સિજન લેવલ ઓછું થાય છે. આવી સ્થિતિમાં SpO2 લેવલ 94 થી 100ની વચ્ચે રહે છે. આ તંદુરસ્ત હોવાનું લક્ષણ છે. પરંતુ લેવલ 94 નીચે ચાલ્યું જાય તો હાઇપોકસેમિયાનો ખતરો વધી જાય છે. આવું થાય તો ગંભીર મુશ્કેલી આવી શકે છે. જો ઓક્સિજનનું પ્રમાણ 90થી નીચે ચાલુ જાય તો દર્દી ઉપર ખતરાની નિશાની છે. આવી સ્થિતિમાં દર્દીએ નજીકની હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.

આ પણ વાંચો - રેમડેસિવિર ક્યારે જરૂરી? ઓક્સિજન લેવલ કેટલું ઓછુ હોય તો હોસ્પિટલ જવું? જુઓ દેશના ટોપ 4 ડોક્ટર્સનો અભિપ્રાય ઓક્સિજનનું પ્રમાણ 91થી 94 વચ્ચે ચાલ્યું જાય તો?

દર્દીનું ઓક્સિજનનું પ્રમાણ 91 થી 94 વચ્ચે રહે તો ઘરે પ્રોનિંગ કસરત કરવી જોઈએ. પ્રોનિંગ સ્થિતિમાં સૂઈ જાઓ અને ઝડપી શ્વાસ લો. તમને આ માહિતી ઇન્ટરનેટ પર સરળતાથી મળી જશે. તેની સહાયથી તે શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવામાં મદદ કરે છે.

ચહેરાનો રંગ ઘેરો થવા લાગે

જો શરીરમાં ઓક્સિજનનો અભાવ હોય તો ચહેરાનો રંગ વાદળી થવા લાગે છે. હોઠ પણ વાદળી થઈ જાય છે. તે સાયનોસિસનું લક્ષણ માનવામાં આવે છે. ડેરિલસ સ્વસ્થ ઓક્સિજન યુક્ત લોહીને લીધે આપણી ત્વચા લાલ અથવા ગુલાબી ગ્લો કરે છે. પરંતુ જ્યારે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવા લાગે છે ત્યારે આવા લક્ષણો દેખાવાનું શરૂ થાય છે.

આ પણ વાંચોCorona રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમણ લાગી જાય તો બીજો ડોઝ ક્યારે લેવાનો? આ રહ્યો જવાબ

શ્વાસ લેવામાં તકલીફ

લેવલ ઓછું થઈ જાય તો કોરોના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે. છાતીમાં દુ:ખે છે. હૃદયમાં દબાણનો અનુભવ થાય છે. સતત ઉધરસ અને અકળામણ અનુભવ થાય છે. માથું દુ:ખે છે. આવી સ્થિતિમાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(Disclaimer: આ લેખમાં અપાયેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન ઉપર આધારિત છે. news18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
First published: April 27, 2021, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading