કોરોનાથી માત્ર શારીરિક નહીં માનસિક આરોગ્યની સારવારમાં પણ ગેપ ઉભી કરી


Updated: April 29, 2021, 9:52 PM IST
કોરોનાથી માત્ર શારીરિક નહીં માનસિક આરોગ્યની સારવારમાં પણ ગેપ ઉભી કરી
પ્રતિકાત્મક તસવીર

સર્વેના અંદાજ મુજબ લગભગ 10 લાખ વ્યક્તિઓ ભારતમાં માનસિક વિકારથી પીડાય છે.

  • Share this:
નવી દિલ્હીઃ માનસિક આરોગ્યનો (Mental health) પ્રશ્ન વર્તમાન સમયમાં વધુ વ્યાપક બન્યો છે. લોકો માનસિક આરોગ્યને હવે ગંભીરતાથી લેવા લાગ્યા છે. અલબત્ત, આ વિષયને લઈને માત્ર ચર્ચાઓ ચાલે છે. કોઈ નક્કર પગલા હજુ સુધી લેવાયા નથી. વર્ષ 2014માં દેશમાં માનસિક આરોગ્ય લઈને પોલીસી ઘડી કાઢવામાં આવી હતી. આ પોલિસી (policy) ઘડવા પાછળનો અભિગમ સાર્થક થયેલો નથી.

અશોક યુનિવર્સિટી દ્વારા 'બીજી લહેર તરફ ભારત' વિષયે ચર્ચા યોજાઈ હતી. જે દરમિયાન સેન્ટર ફોર મેન્ટલ હેલ્થ લૉ એન્ડ પોલિસીના નિયામક ડો.સૌમિત્રા પથારે નિરાશા સાથે કહ્યું હતું કે, “દરેક વ્યક્તિ ભારતની આરોગ્ય પ્રણાલી કેવી રીતે ધરાશાયી થઈ છે તે અંગે વાત કરી રહી છે. પરંતુ માનસિક આરોગ્ય પ્રણાલીનું પતન થયું નથી. તેને ક્યારેય અગ્રતા નહોતી. તેથી ત્યાં પતન જેવું કંઈ નથી.

ડો.પથારે સાથે ડો.ગગનદીપ કંગ, ડો. શાહિદ જમીલ, ડો. ગૌતમ મેનન, ડો. રામાનન લક્ષ્મીનારાયણ, પ્રોફેસર પ્રિસ્કીલા રૂપાલી સહિતના નિષ્ણાંતો માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર ચર્ચા કરવા એકઠા થયા હતા.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

આ પણ વાંચોઃ-દિલ્હીની 'ડ્રગ ક્વીન'નો આવ્યો ભયંકર અંજામ, ચોથા પતિએ ગોળીઓથી વીંધી નાંખી

આ ચર્ચા દરમિયાન તાજજ્ઞોએ આપણે અહીં કેવી રીતે પહોંચ્યા? વધુ સારું શું કરી શક્યા હોત? આગળ શું? તે સહિતના પ્રશ્નોએ આવરી લીધા હતા. દેશમાં કટોકટીઓને રોકવા માટે આરોગ્ય સંભાળ પદ્ધતિમાં મોટા પાયે પરિવર્તનની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી. મહામારી પહેલાના ડેટાનું અધ્યયન પણ થયું હતું. માનસિક સ્વાસ્થ્ય નીતિઓ અને કાર્યક્રમોને મજબૂત બનાવવા માટે સલાહ આપવામાં આવી હતી. માનસિક આરોગ્યની તપાસ માટે 2026માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ દ્વારા સર્વે કરાયો હતો.આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

સર્વેના તારણો
ધી નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે ઓફ ઈન્ડિયા (2016)માં સામાજિક-વસ્તી વિષયક સંબંધો અને માનસિક વિકલાંગતાની સારવારમાં ગેપ અંગે વિગતો સાંપડી હતી. માનસિક વિકાર માટે સારવાર ગેપ 84 84.5 ટકા હોવાનું ખુલ્યું હતું.

NMHS દ્વારા દેશમાં માનસિક વિકાર અંગે સૌથી મોટા અહેવાલમાં સર્વેક્ષણમાં તારણમાં રોચક આંકડા સામે આવ્યા હતા. સર્વેના અંદાજ મુજબ લગભગ 10 લાખ વ્યક્તિઓ ભારતમાં માનસિક વિકારથી પીડાય છે. આ વિગતોનો ઉપયોગ દેશમાં માનસિક આરોગ્ય પ્રોગ્રામિંગના મૂલ્યાંકન માટે થવાનો છે.

માનસિક સ્વાસ્થ્ય અંગે મળેલા ડેટા અંગે ડો.પથારે જણાવ્યું હતું કે, મહામારી પહેલાં NIMHANS દ્વારા રાષ્ટ્રીય માનસિક આરોગ્ય સર્વે અમલમાં મૂક્યો હતો, જેમાં 150.મિલિયન ભારતીયોને નિદાન કરી શકાય તેવી માનસિક સ્વાસ્થ્ય બિમારી હોવાનું જાણવા મળ્યું હતું. તેમાંના આશરે 85 ટકા લોકોને કોઈ સારવાર મળી ના હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2016ની ગણતરીએ આ દેશના માનસિક આરોગ્ય સંભાળની વાસ્તવિકતા છે. આ સર્વેના પરિણામો સાથે મહામારીને કોઈ લેવા દેવા નથી. જો ત્યારે ગેપ 85 ટકાનો હતો તો અત્યારે 95 ટકા થઈ ગઈ હોય. આવા ગેપમાં 10 ટકાનો વધારો થવાની સંભાવના છે. આ ઉછાળા પાછળ અસરગ્રસ્ત લોકોની વધેલી સંખ્યા કારણભૂત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ 85% લોકો એવા હતા જેમનો અવાજ ન હતો, અને આપણે તે સંભાળવાની પરવા પણ નથી કરી"

2017ના EPWના ટ્રીટમેન્ટ ગેપ ઇન મેન્ટલ હેલ્થકેર રીફલેક્શન ફ્રીમ પોલિસી એન્ડ રિસર્ચ નામના આર્ટિકલમાં લેખક રીતેન્દ્ર કૌર અને આરકે પાઠકે માનસિક આરોગ્ય ક્ષેત્રે ભારતમાં મોટો ગેપ હોવાનું જણાવ્યું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન અનુસાર ગંભીર માનસિક બીમારીઓનો વ્યાપ આશરે 6.5 ટકા જેટલો હોવાનો અંદાજ છે. લેખકોના મત દેશમાં માનસિક આરોગ્યસંભાળ સામે મોટો પડકાર ટ્રીટમેન્ટ ગેપનો છે. માંદગીમાં સારવારની જરૂર હોય છે પરંતુ તે મળતી નથી.

હવે આગળ શું?
માનસિક સ્વાસ્થ્ય સામેના પડકારોનો સામનો કરવા ઘણા રસ્તા છે. માનસિક રોગના ચિકિત્સકોની સંખ્યા વધારી શકાય છે. આ અભિગમ મદદરૂપ થશે. દેશમાં મેટર્નલ ડેથમાં છેલ્લા ઘણા સમયથી ઘટાડો થયો છે. આ ઘટાડો 50થી 60 ટકા જેટલો છે. બાળ ચિકિત્સકોના કારણે દેશમાં શિશુ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. આ ઘટાડા માત્ર ચિકિત્સકો વધારવાથી જ નથી થયા. આવી જ રીતે માત્ર માનસિક રોગના ચિકિત્સકોની સંખ્યા વધશે તો સમસ્યા ઘટશે નહીં.

યુએસ પાસે વિશ્વના અન્ય દેશ કરતાં વધુ માનસિક ચિકિત્સકો છે. આંકડા મુજબ યુએસએ પાસે વિશ્વના 50 ટકા મનોચિકિત્સકો છે. જ્યારે યુએસએમાં સારવાર ગેપ 30 ટકા છે. તેથી સ્પષ્ટપણે જણાય કે, ચિકિત્સકો વધુ હોય તો પણ વધુ ફરક પડતો નથી.

તેમણે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક અભિગમ રાખવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. ભારત ગરીબ દેશ હોવાથી માનસિક રીતે પણ માંદગી પોષી શકે નહીં. ભારતની રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય નીતિમાં માનસિક સ્વાસ્થ્ય જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતા પ્રમાણમાં પ્રશિક્ષિત માનસિક આરોગ્ય માનવ સંસાધનોની ઉપલબ્ધતાના વિસ્તરણ પર ભાર મૂક્યો હતો.નીતિમાં પ્રશિક્ષિત માનસિક આરોગ્ય વ્યવસાયિકોની આવશ્યકતાઓ અને પ્રાપ્યતા વચ્ચેના અંતરને ઘટાડવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. માનસિક આરોગ્યમાં કુશળતા અપગ્રેડ કરવા માટે સહાયક નર્સિંગ મિડવાઇફ્સને તકો પૂરી પાડી શકાય છે. ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સમજવા માટે બાયોમેડિકલ અભિગમ મહત્વપૂર્ણ છે. આવા નાના પ્રયાસોને કારણે સારવાર માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે. માનસિક સ્વાસ્થ્ય અંગે સમુદાયની ભાગીદારી પણ અગત્યની છે.
First published: April 29, 2021, 9:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading