Explained: વિશ્વમાં કોવિડ પાસપોર્ટ કઈ રીતે કામ કરે છે? કયા દેશે કઈ પદ્ધતિ અપનાવી?


Updated: July 30, 2021, 8:43 PM IST
Explained: વિશ્વમાં કોવિડ પાસપોર્ટ કઈ રીતે કામ કરે છે? કયા દેશે કઈ પદ્ધતિ અપનાવી?
ફાઈલ તસવીર

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પરેશાન કરી દીધું છે. કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાતું હોવાથી દરેક વ્યક્તિને શંકાની નજરે જોવામાં આવે છે. ઘણા દેશો કોરોનાના નવા દર્દીઓ અથવા કેરિયર્સને પ્રવેશવા દેતા નથી.

  • Share this:
કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પરેશાન કરી દીધું છે. કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાતું હોવાથી દરેક વ્યક્તિને શંકાની નજરે જોવામાં આવે છે. ઘણા દેશો કોરોનાના નવા દર્દીઓ અથવા કેરિયર્સને પ્રવેશવા દેતા નથી. ભારતમાં પણ કેટલાક રાજ્યોમાં પ્રવેશ માટે નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ અથવા રસીકરણનું પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત છે. જેને લઈને ઘણા દેશો કોવિડ પાસપોર્ટ તરફ વળ્યાં છે.

કઈ રીતે શરૂ થયું કોવિડ પાસપોર્ટનું ચલણ

વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં ટ્રાફિકમાં વધારો થયો છે અને આગામી સમયમાં તેમાં વધુ વધારો થવાની સંભાવના છે. રસીકરણના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસીઓની અવરજવર વધી છે. જેથી કોવિડ પાસપોર્ટનું ચલણ શરૂ થયું છે. ઘણા દેશ હવે આંતરાષ્ટ્રીય મુસાફરી માટે વેક્સિન પાસપોર્ટ માંગી રહ્યા છે. આવા પાસપોર્ટ ફોનમાં એપ્લિકેશન દ્વારા અથવા પેપર વર્ઝનમાં ઉપલબ્ધ હોય છે.

આ પણ વાંચો: જોઈન્ટ હોમ લોન લેવી શા માટે ફાયદાકારક? આવું કરતા પહેલા કઈ કઈ વાતો ધ્યાનમાં રાખશો

ઘણા રાજ્યોએ પોતાના અલાયદા કોવિડ પાસપોર્ટનો અમલ કરવાનું શરૂ કરી દીધું છે. ટોળા એકઠા થતા હોય તેવી જગ્યાએ આ પાસપોર્ટ જરૂરી બન્યો છે. જેથી અહીં પાસપોર્ટ સ્વીકારનાર દેશોમાં તેની કઈ રીતે અમલવારી થઈ રહી છે, તે અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે.

અમેરિકાઅમેરિકામાં વેક્સિન પાસપોર્ટનો શરૂઆતમાં વિરોધ થયો હતો. તેનો ડેટા લીક થશે તેવી દહેશત વ્યક્ત કરાઈ હતી. આ દરમિયાન બાઈડન સરકારે કહ્યું હતું કે, તે ડિજિટલ પાસપોર્ટને રસીકરણ કાર્ડ સાથે બદલી દેવાશે. જે બિઝનેસ, ક્રુઝ, રેસ્ટોરન્ટ્સ અને રમતગમતના સ્થળોમાં પ્રવેશ માટે જરૂરી રહેશે. ત્યારબાદ એપ્રિલમાં વાઇટ હાઉસ દ્વારા કોવિડ વેકસીનેશન પાસપોર્ટ રજૂ ન કરવાનું જણાવાયું હતું. જેમાં કહેવાયું હતું કે, લોકોને પ્રાઇવસી સુરક્ષિત રહેવી જોઈએ.

હાલ અમેરિકાના 4 રાજ્યો વેકસીનેશન એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે અન્ય રાજ્યોએ ચકાસણી માટે અલાયદી પદ્ધતિ ઉભી કરી છે. કેલિફોર્નિયા તમામ રાજ્યોના કર્મચારીઓ અને હેલ્થ વર્કર્સને રસી મુકાઈ હોવાનો પુરાવો બતાવવો પડશે. ન્યુયોર્કમાં પણ આવા જ નિયમો લાગુ પડશે.

આ પણ વાંચો: જીવન વીમો: પત્ની અને બાળકોને સરળતાથી ક્લેમ મળી રહી તે માટે આ એક કામ જરૂર કરો

ચીન

ચીનમાં પણ કેટલાક જાહેર સ્થળોએ જવા માટે વેક્સિન પાસપોર્ટની જરૂર પડે છે. આ પાસપોર્ટ માટે ડેટા ચીનના નાગરિકોએ પોતાની જાતે સબમિટ કર્યા છે. આ કામગીરીમાં માર્ચ મહિનામાં જ તૈયારીઓ થઈ હતી. તે સમયે ચીનની સરકારે ડિજિટલ હેલ્થ સર્ટિફિકેટ લોન્ચ કર્યા હતા. જે વિદેશી નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે.

ચીને લોકોને અલગ અલગ કલરના ક્યુઆર કોડમાં વિભાજીત કર્યા છે. લીલા કલરમાં મુકાયેલા લોકોને કોઈ પ્રતિબંધ વગર બધે ફરવાની છૂટ છે. પીળા કલરની કેટેગરીમાં રહેનારને 7 દિવસ સુધી ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે. ભવિષ્યમાં આવા સર્ટિફિકેટનો ઉપયોગ ચીનના નાગરિકો અન્ય દેશોના પ્રવાસ માટે પણ કરી શકાશે તેવી ખાતરી અપાઈ છે. જોકે, તે અંગે વધુ જાણકારી નથી આપવામાં આવી.

આ પણ વાંચો: citibank ક્રેડિટ કાર્ડ બિઝનેસ બંધ કરશે, તમારી પાસે આ બેંકનું કાર્ડ છે તો શું કરવું? જાણો તમામ સવાલના જવાબ 

યુકે

ઇંગ્લેંડમાં પ્રધાનમંત્રી જ્હોન્સને જાહેર કર્યું છે કે, નાઈટક્લબમાં પ્રવેશવા કે ભીડવાળી જગ્યાએ જવા માટે લોકોએ રસીના બંને ડોઝ લીધા હોવાનું સાબિત કરવું પડશે. નવા નિયમ મુજબ લોકો પુરાવા તરીકે NHS કોવિડ પાસ એપ બતાવી શકે છે.

જે લોકોએ રસી ન લેવા પાછળ યોગ્ય કારણો આપ્યા હશે, તેમને નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. આ પાસપોર્ટના કારણે ચોક્કસ દેશોમાંથી આવનાર લોકોને ક્વોરન્ટાઇન થવું પડશે નહીં. અત્યારે 30 જેટલા લોકોએ યુકેનો વેક્સિન પાસપોર્ટ સ્વીકૃત કર્યો છે. પરંતુ પ્રવાસ દરમિયાન અમુક નિયમોનું પાલન કરવાનું રહેશે.

યુરોપિયન યુનિયન

વેક્સિન સર્ટિફિકેટ બાબતે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે તકરાર થઈ ચૂકી છે. આ દરમિયાન EUએ તેના 27 સભ્ય દેશો માટે પાસપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં સ્વિટ્ઝર્લેન્ડ, આઇલેન્ડ અને નૉર્વે પણ જોડાયા છે.

આ પાસપોર્ટમાં રસી લેનાર, તાજેતરમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોને પણ સમાવી લેવાયા છે. આ દેશના નાગરિકો અને કાયદેસર રહેતા વિદેશી નાગરિકો પણ તેનો લાભ લઇ શકશે. પાસપોર્ટ ધરાવતા લોકોએ યુરોપિયન યુનિયનમાં ફરતી વખતે ક્વોરન્ટાઇન થવું પડશે નહીં. જોકે, હવે UK યુરોપિયન યુનિયનનો ભાગ ન હોવાથી બ્રિટિશ નાગરિકો માટે તે સર્ટિફિકેટ ઉપલબ્ધ રહેશે નહીં.

ફ્રાન્સ

અહીં લોકો બાર, સાંસ્કૃતિક સ્થળો અથવા રમતગમતના કાર્યક્રમોમાં પ્રવેશ માટે પરવાનગી મેળવવા માટે વેક્સિન પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ કેટલાક દેશોએ અલગ રસ્તો અનુસર્યો છે. ફ્રાન્સમાં હેલ્થ પાસપોર્ટ પહેલેથી જ અમલમાં છે. જે સિનેમાઘરો, પ્રવાસન સ્થળો અને નાઇટ ક્લબ સહિતના સ્થળો માટે ઉપયોગમાં છે.

આગામી ઓગસ્ટથી આ પાસપોર્ટ બાર, રેસ્ટોરાં, કેફે, કેટલાક શોપિંગ મોલ અને લાંબા અંતરની ટ્રેન અથવા બસ સેવાઓમાં પણ ચાલશે. હાલ 50થી વધુ લોકો એકઠા થવાના હોય તેવા સ્થળોએ રસીકરણનો પુરાવો કે નેગેટીવ ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડે છે. 30 સપ્ટેમ્બર બાદ 12 વર્ષથી વધુના લોકો માટે પણ આ ફરજિયાત થઈ જશે. આ પાસપોર્ટ લેવા લોકો પાસે રસી લીધી હોવાનો પુરાવો, તાજેતરનો નેગેટિવ રિપોર્ટ હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ફ્રાન્સમાં કોવિડ પાસ બાબતે વિરોધ પ્રદર્શન થયા હતા.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં રસી મુકાવવી પહેલેથી જ આવશ્યક બની ગઈ હતી. ત્યારે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં વૃદ્ધ કેર વર્કર્સ માટે રસીકરણ ફરજિયાત બનશે અને દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં વિદેશથી ઘરે પરત આવતા રસી મુકાવનાર ઓસ્ટ્રેલિયનો માટે હોમ ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ મળશે. અત્યારે રસી મુકાવનાર ઓસ્ટ્રેલિયનો પાસે તેમના ફોનમાં ડિજિટલ સર્ટિફિકેટ છે. પરંતુ તેની સાથે કોઇ અધિકારો જોડાયેલા નથી.

આ દરમિયાન રસી મુકાવનાર લોકોને જેમ-જેમ મુક્તિ અપાશે, તેમ-તેમ લોકો રસીકરણ માટે પ્રોત્સાહિત થશે તેવું ઓસ્ટ્રેલિયાના પ્રવાસન મંત્રી ડેન તેહનનું કહેવું છે. તેમણે ડોમેસ્ટિક મુસાફરી દરમિયાન પણ વેક્સિન પાસપોર્ટની ભલામણ કરી છે.

ઇઝરાયેલ

ઇઝરાઇલમાં વિશ્વનનું સૌથી સફળ રસીકરણ અભિયાન થયું છે. ત્યાંની 60 ટકાથી વધુ વસ્તીની સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે. અન્ય 5 ટકા લોકોએ રસીનો એક ડોઝ લઈ લીધો છે. ઇઝરાયલે આ વર્ષની શરૂઆતમાં "ગ્રીન પાસ" તરીકે ઓળખાતી વ્યવસ્થા રજૂ કરી હતી. જેમાં એક QR કોડ આપવામાં આવતો હતો. જેનો ઉપયોગ રસીકરણ થઈ ગયું છે તે સાબિત કરવા થતો હતો. ત્યારબાદ આ પદ્ધતિ અન્ય દેશોએ પણ સ્વીકારી હતી.

ગ્રીન પાસ જીમ, ઇવેન્ટ વેન્યુ, હોટલ, થિયેટર, રેસ્ટોરાં અને બાર જેવા સ્થળોએ પ્રવેશની મંજૂરી આપે છે. જે લોકોનો નેગેટિવ ટેસ્ટ આવ્યો હોય તેઓ 72 કલાક માટે માન્ય કામચલાઉ પાસ પણ મેળવી શકે છે. અગાઉ આ પદ્ધતિ પર પૂર્ણવિરામ મુકવાની તૈયારી થઈ હતી. પરંતુ ત્યારબાદ નિર્ણય પરત લેવાયો હતો. આ ગ્રીન પાસ સિસ્ટમ જેનું રસીકરણ થયું હોય, કોરોનામાંથી સાજા થયા હોય અને નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ આપે તેને જ જાહેર કાર્યક્રમો, ભીડવાળી જગ્યાએ જવાની મંજૂરી આપે છે.

(લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. Facebook । Twitter । Youtube સાથે જોડાઓ.)
Published by: kuldipsinh barot
First published: July 30, 2021, 8:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading