શું રસીકરણ બાદ કોવિડ-19 ટેસ્ટ કરવાની જરૂરી છે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ


Updated: June 4, 2021, 12:14 PM IST
શું રસીકરણ બાદ કોવિડ-19 ટેસ્ટ કરવાની જરૂરી છે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ
નવી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19ની રસી લેનાર લોકોને કોરોનાની ગંભીર અસર થવાનું જોખમ ખૂબ ઓછું હોય છે

નવી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19ની રસી લેનાર લોકોને કોરોનાની ગંભીર અસર થવાનું જોખમ ખૂબ ઓછું હોય છે

  • Share this:
કોરોનાવાયરસની બીજી લહેર બાદ ત્રીજી લહેર (Corona Third Wave)નો ભય સતત મંડરાઇ રહ્યો છે. તેવામાં લોકોને કોરોનાની રસી (Covid-19 Vaccine) લેવા માટે સરકાર દ્વારા સતત આગ્રહ કરાઇ રહ્યું છે. પરંતુ હજુ પણ આ અંગે લોકોમાં ઘણા સવાલો છે. તેમાં સૌથી વધુ પૂછાતો સવાલ છે કે, કોરોનાની રસી લીધા બાદ શું મારે કોવિડ-19 ટેસ્ટ (Covid Test) કરવાની જરૂર છે? તેનો જવાબ છે ના. તમે અમુક અપવાદ કેસોને બાદ કરતા રૂટિન ટેસ્ટ કરાવવાનું ટાળી શકો છો.

યુએસ સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Centers for Disease Control and Prevention)ની નવી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે સંપૂર્ણ વેક્સિનેટેડ છો, તો તમારે કોવિડ-19 ટેસ્ટ કરાવવાની કે ક્વોરન્ટીન (Quarantine) થવાની જરૂર નથી. પછી ભલે તમે કોઇ બીમાર વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય. પરંતુ એક અપવાદ છે કે, તમે તાવ, કફ, થાક જેવા કોરોનાના લક્ષણો અનુભવો છો. તો તમારે ટેસ્ટ કરાવવો જોઈએ.

આ પણ વાંચો, રાહુલ ગાંધીએ LGBT કોમ્યુનિટીના સપોર્ટમાં લખ્યું Love is love, લોકોએ કહ્યું- દિલ જીતી લીધું સર

નવી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19ની રસી લેનાર લોકોને કોરોનાની ગંભીર અસર થવાનું જોખમ ખૂબ ઓછું હોય છે. આ ઉપરાંત જો તમને કોઇ કારણોસર ઇન્ફેક્શન લાગે છે, તો તમે કોઇ બીજાને સંક્રમિત કરતા નથી અને લક્ષણો ખૂબ ઓછા હોય છે.

CDCએ પરીણામ તરીકે કહ્યું કે, રસીકરણ કરાવેલા લોકો ઓફિસમાં નિયમિત થતા સ્ક્રીનિંગમાંથી પણ બહાર રહી શકે છે. જોકે ઘણી કંપનીઓ કર્મચારીઓના રસીકરણની સ્થિતિ પર નજર રાખી રહી નથી. મહામારી વધુ જોખમી બનવાના જોખમને જોતા બેઘર લોકો અને જેલના કેદીઓનું નિયમિત સ્કીનિંગ કરવાની પણ ખાસ જરૂર છે.

આ પણ વાંચો, 250 રૂપિયા ખર્ચીને ઘરે મંગાવો કોરોના ટેસ્ટ કિટ, 15 મિનિટમાં રિઝલ્ટ સાથે મેળવો રિપોર્ટનવી ગાઇલાઇન્સ ડોક્ટર્સ, નર્સ અને અન્ય હેલ્થ વર્કર્સ માટે લાગૂ કરી શકાય નહીં, કારણ કે તેમને હજુ પણ ટેસ્ટિંગની જરૂર પડી શકે છે. ગાઇડલાઇન્સ દેશ પ્રમાણે અલગ હોઇ શકે છે. અમેરિકન નાગરિકોને ફોરેનથી પરત આવતા સમયે નેગેટિવ કોવિડ-19 ટેસ્ટ ફ્લાઇટના બોર્ડિંગ સમયે અનિવાર્ય છે. જોકે વેક્સિનેશનની સ્થિતિ અંગે કોઇ જરૂરિયાત નથી. CDC અનુસાર જો કોઇ વ્યક્તિ કોરોના પોઝીટીવ આવે છે તો તેને 10 દિવસ સુધી આઇસોલેટ થવું પડશે.

જેમ જેમ રસીકરણની પ્રક્રિયાને વેગ મળી રહ્યો છે તેમ વિશેષકોને આશા છે કે CDC રસીકરણ વાળા લક્ષણો ધરાવતા લોકોને ટેસ્ટિંગ ગાઇડલાઇન્સમાં થોડી રાહત આપી શકે છે. વિશેષકો અનુસાર, ઘણા સામાન્ય દર્દીઓ અને વાયરસ કોવિડ-19 જેવા લક્ષણો પેદા કરી શકે છે, જેનાથી અનાવશ્યક ટેસ્ટિંગની લહેર વધી શકે છે.

મિનેસોટા યુનિવર્સિટીના ડો. રેબેકા વર્ટ્ઝ જણાવે છે કે, જેમ જેમ આપણે બેક અપ લેવાની દોડ લગાવીએ છીએ, તેમ તેમ વિવિધ પ્રકારના ઇન્ફેક્શન કે જેના માટે આપણે ચેક અપ કરાવતા નથી તે જ લક્ષણોનું કારણ બને છે. તેથી તમારે વારંવાર હાથ ધોવા કરવા અને જરૂરીયાત વગર ઘરની બહાર ન જવું જોઇએ અને ટેસ્ટિંગ માટે બહાર જવાની જરૂર નથી.
First published: June 4, 2021, 12:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading