ગર્ભવતી મહિલાને ન બતાવવું જોઈએ બાળકનું MRI સ્કેન, ડોક્ટરે જણાવ્યું કારણ


Updated: June 7, 2021, 2:32 PM IST
ગર્ભવતી મહિલાને ન બતાવવું જોઈએ બાળકનું  MRI સ્કેન, ડોક્ટરે જણાવ્યું કારણ
પ્રતીકાત્મક તસવીર

આ વિડીયોમાં ક્લિપ "થોડી ડરામણી" હોઈ શકે છે તેવી ચેતવણી આપી તેઓ બ્લેક એન્ડ વાઇટ તસવીરો બતાવે છે

  • Share this:
ગર્ભમાં વિકાસ પામતા બાળક પ્રત્યે માતા ખૂબ ઉત્સુક હોય છે. માતા બાળકના હાથ, પગ અને મોં સહિતના દેખાવ અંગે ઘણી કલ્પના કરે છે. પરંતુ બાળકનો MRI સ્કેન માતાને કેમ બતાવવો ન જોઈએ? તેના કારણો સમજાવતો એક વીડિયો વાયરલ થયો છે. @madmedicine યુઝર નેમ ધરાવતા ધી ટિકટોક ડોક્ટરે આ વિડીયોમાં બાળકોના MRI સ્કેનની તસવીરો શેર કરી છે. જેમાં બાળકો પેટની અંદર વિચિત્ર દેખાય છે. તેણે દાવો કર્યો છે કે, બિહામણી અને રમુજી વસ્તુ જો ક્યારેય તબીબી જગતમાં જોઈ હોય તો તે ગર્ભાવસ્થા દરમિયાન બાળકોના એમઆરઆઈ છે.

આ વિડીયોમાં ક્લિપ "થોડી ડરામણી" હોઈ શકે છે તેવી ચેતવણી આપી તેઓ બ્લેક એન્ડ વાઇટ તસવીરો બતાવે છે. જેમાં નાનકડા મગજ સાથે મોટી મોટી આંખો તેને જોઈ રહી હોવાનું જોવા મળે છે.

શું તમારે બીજી તસવીર જોવી છે? તેમ કહી તેઓ વધુ એક તસવીર બતાવે છે. જેને બિહામણા સ્વપ્ન સમાન ગણાવે છે. ત્રીજી તસવીરમાં ફરીથી નાનકડું માથું અને ઝાંખું સ્મિત જોવા મળે છે. આ તસવીર પરલૌકિક જેવી દેખાય છે. તેમણે ત્યારબાદ બીજી ઘણી તસવીરો બતાવી હતી. જેને તેણે ટેરિફાયઇંગ ગણાવી હતી. આવી રીતે બેબીની તસવીરો જોવી રોમાંચક લાગ્યું હતું.

ગુજરાત સરકાર અને IOCL વચ્ચે થયા 24 હજાર કરોડના કરાર, પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું, 'આનાથી રોજગારી વધશે'

એક યુઝરે પૂછ્યું કે, શું માતાને તે તસવીરો બતાવવામાં આવી છે? આ સવાલના જવાબમાં ડોક્ટરે વધુ એક વીડિયોમાં જવાબ આપ્યો કે, આવું કોઈ માતા જોવા માંગે તેવું મને નથી લાગતું. આવી બિહામણી લાગતી વસ્તુ માતાના ગર્ભમાં ઉછરી રહી છે તેવું માતા સમક્ષ કેવી રીતે કહી શકાય.

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અંગે કરી મોટી વાત, 'રોહિણી નક્ષત્રનાં કારણે થશે શ્રીકાર વરસાદ'તેણે શંકા સાથે કહ્યું કે, શું કોઈ માતા તેને પેટમાં બાળક આવું દેખાય છે તેવું જાણવા માંગશે? તેણે કહ્યું કે, જ્યાં સુધી માતા સાચે જ તે જોવા ન માંગે ત્યાં સુધી હું તે દેખાડું નહીં. આવું તે માતાના સારા માટે કરતો હોવાનું પણ ઉમેર્યું હતું.

ધી સનના રિપોર્ટ મુજબ, ગર્ભવતી મહિલાઓ કોઈ ખાસ તબીબી કારણ વગર MRI માટે જતી નથી. ગર્ભાવસ્થાના ત્રણ મહિના સુધીના સ્કેનને બાળક માટે સુરક્ષિત માનવામાં આવતો નથી.

નોંધનીય છે કે, આ વિડીયોને 1.5 મિલિયન વ્યૂવ મળ્યા છે. ત્યારે ડરી ગયેલા યુઝર્સે ઢગલાબંધ કોમેન્ટ કરી છે. એક યુઝરે રમૂજ કરતા કહ્યું કે, માતાને આ દુનિયામાં જે રાક્ષસને લાવવા જઈ રહી છે તે દેખાડવો જોઈએ. એક યુઝરે બીજા MRIમાં દેખાતું બાળક મિસ્ટર બિન સાથે સરખાવ્યું હતુ. અન્ય એક યુઝરે તેને હોરર ફિલ્મ સમાન ગણાવ્યું હતું.
First published: June 7, 2021, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading