ચેતજો કોરોના ભયાનક છે: એક માસ્ક પહેરવું પણ ગમતું નથી? ડોક્ટરો હવે બે-બે માસ્ક પહેરવાની આપી સલાહ!


Updated: April 22, 2021, 8:32 PM IST
ચેતજો કોરોના ભયાનક છે: એક માસ્ક પહેરવું પણ ગમતું નથી? ડોક્ટરો હવે બે-બે માસ્ક પહેરવાની આપી સલાહ!
પ્રતિકાત્મક તસવીર

95 માસ્કમાં ફિલ્ટર કરવાની ક્ષમતા 90 ટકા જેટલી છે. સર્જીકલ માસ્કમાં તે 85થી 90 ટકા જેટલી છે. ત્યાર બાદ કાપડના માસ્કનો ક્રમ આવે છે. સૌથી મહત્વની વાત આ માસ્કને વ્યવસ્થિત પહેરવાની છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી (coronavirus) બચવા માટે માસ્ક (mask) પહેરવું જરૂરી છે. પણ બે માસ્કને ફિટ પહેરવાથી ખતરો ઓછો થઈ જાય છે. તેવું તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું. બે ફીટ માસ્ક પહેરવાથી સાર્સ-કોવ-2ના કણોને ફિલ્ટર કરવાની અસરકારકતા લગભગ બમણી થઈ શકે છે. વાયરસને માસ્ક પહેરનારના નાક અને મોં સુધી પહોંચતો અટકાવી શકાય છે.

ડબલ માસ્ક પહેરવાની જરૂરિયાત વિશે એઈમ્સના ડિરેક્ટર (AIIms Director) રણદીપ ગુલેરિયાએ (Randeep Guleria) જણાવ્યું હતું કે, એન95 માસ્ક (N95 mask) પહેરવા જોઈએ, પરંતુ તે સરળતાથી મળી શકતા નથી. જોકે, બીજો શ્રેષ્ઠ વિકલ્પ ડબલ માસ્કિંગ છે. જેમાં 3 પ્લાય સર્જિકલ માસ્કને અંદર અને કપડા માસ્ક ઉપર પહેરવુ જોઈએ. જો પ્રથમ બે વિકલ્પો ઉપલબ્ધ ન હોય તો પછી કાપડના બે લેયર ધરાવતા માસ્કનો ઉપયોગ કરી શકાય.

ગુલેરિયાએ કહ્યું કે, એન 95 માસ્કમાં ફિલ્ટર કરવાની ક્ષમતા 90 ટકા જેટલી છે. સર્જીકલ માસ્કમાં તે 85થી 90 ટકા જેટલી છે. ત્યાર બાદ કાપડના માસ્કનો ક્રમ આવે છે. સૌથી મહત્વની વાત આ માસ્કને વ્યવસ્થિત પહેરવાની છે. શ્વાસમાં જતી હવા ફિલ્ટર થઈને જ જાય તે તમારે નિશ્ચિત કરવું જોઈએ. નહીંતર તમે સંક્રમિત થઇ શકો છો. આ માપવા માટે તમારે ઊંડો શ્વાસ ભરવો જોઈએ, જો તમે જોરથી ઊંડો શ્વાસ ભરો અને માસ્ક નાક સાથે ચોંટી જાય તે પરથી માસ્ક વ્યવસ્થિત પહેર્યું છે કે, નહીં તેનો ખ્યાલ આવી જશે.

આ પણ વાંચોઃ-વહૂને આંખોની સામે તડપતી મરતી દેખી, પરિજનોએ ખોલી પોલ, 30 મિનિટ નહીં બે કલાક બંધ રહ્યો હતો ઓક્સીજન

આ પણ વાંચોઃ-રાજકોટઃ સિવિલમાં પૈસા લઈને દાખલ કરાવનારા લાલચું યુવકો ઝડપાયા, રૂ. 9000ની લાંચ માંગવામાં આવતી

શા માટે બે માસ્ક પહેરવા?જામા ઇન્ટરનલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં જણાવાયું છે કે, કાપડના સ્તરને વધારે ઉમેરવાનું કારણ બચાવ માટે નથી પણ માસ્કની ઢીલાશ અથવા નબળા-ફીટિંગને દૂર કરવાનું છે.

આ અભ્યાસના મુખ્ય લેખક અને યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના (યુએનસી)ના સહયોગી પ્રોફેસર એમિલી સિક્બર્ટ-બેનેટે જાણવ્યું હતું કે, મેડિકલ માસ્કની ડિઝાઇનના કારણે ફિલ્ટર પ્રક્રિયા સારી થાય છે પરંતુ તે આપણા ચહેરાને સંપૂર્ણ બંધ બેસતાં નથી.

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

કોરોના સામે બે માસ્ક કેવી રીતે અસરકારક નીવડે?
બે ફિટ માસ્કની ક્ષમતા તપાસવા માટે સંશોધકોએ 10 બાય 10 ફુટની સ્ટેનલેસ સ્ટીલના એક્સપોઝર ચેમ્બરમાં મીઠાના કણોના એરોસોલ્સ ભર્યા હતા. આ કણોને નાકમાં ઘુસતા અટકાવવા માટે બે માસ્ક કેવી રીતે અસરકારક નીવડે તેનો પ્રયોગ થયો હતો. આ માસ્ક સાથે મેટલ સેમ્પલ પણ રાખવમાં આવ્યા હતા. જેનાથી નાકની નીચેથી શ્વાસમાં આવતા કણની માપણી થઈ હતી. માસ્કની અંદર શ્વાસ લેવાની જગ્યાના પરિણામો પરથી સંશોધકોએ ક્ષમતા નક્કી કરી હતી.

યુએનસી સ્કૂલ ઓફ મેડિસિનના ફિલિપ કલેપએ જણાવ્યું કે, આ સંશોધન દરમિયાન માસ્ક પહેરીને લોકો કયા-કયા કાર્યો કરે છે, તે અંગે પણ ધ્યાન આપવામાં આવ્યું હતું? લોકોની ગતિવિધિને ધ્યાને લેવામાં આવી હતી. વાત કરતી વખતે, ઉપર નીચે જોતી વખતે અથવા તો આજુ બાજુ જોતી વખતે કેટલીવાર વળે છે તેનું પુથકરણ કરવામાં આવ્યું હતું.

આ અભ્યાસમાં બહાર આવ્યું કે, ફિટ માસ્કના ફિલ્ટરેશનની બેઝલાઈન અલગ અલગ વ્યક્તિઓ ઉપર અલગ અલગ હોય છે. દરેકના મોઢા અલગ હોય છે. માટે ફિટિંગ પણ અલગ થાય છે. સામાન્ય માસ્ક ફિટ ના હોય તો તે કોરોના જેવા કણો માટે 40થી 60 ટકા અસરકારક રહે છે. જ્યારે કાપડનું માસ્ક લગભગ 40 ટકા અસરકારક છે તેવું સંશોધકોનું કહેવું છે.

સંશોધકોના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું કે, સર્જીકલ માસ્કની ઉપર કપડાનું પહેરવામાં આવે તો ફિલ્ટરની ક્ષમતા 20 ટકા વધી જાય છે. ઉપરાંત જો વધુ ફિટ પહેરાય તો આથમતા વધે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર સ્નેગ-ફીટીંગ, સ્લીવ-ટાઇપ જેવા ગાઈટર માસ્ક ફિલ્ટરેશન કાર્યક્ષમતામાં હજી વધુ સુધારો કરી શકે છે.

જ્યારે પ્રોસીડર માસ્ક ઉપર કપડાંનું માસ્ક કવર કરવામાં આવે તો તે ગેપ્સ દૂર કરે છે. પ્રોસીડર માસ્કને નાક અને મોઢું કવર થયેલું રહે તેમ ચહેરાની નજીક પહેરવામાં આવે છે, તેમજ કાપડના માસ્કની ઉપર પ્રોસીડર માસ્ક પહેરાય ત્યારે તે 16 ટકા વધુ કાર્યક્ષમ બને છે.

ક્યાં માસ્ક પહેરવું જોઈએ?
- જ્યારે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે ત્યારે ફરજિયાત માસ્ક પહેરવું.
- હોસ્પિટલ, બેંક, માર્કેટ, પાર્ક કે કચેરીઓમાં માસ્ક પહેરી રાખવું.
- જાહેર પરિવનમાં માસ્ક ફરજિયાત પહેરવું.
- ખાનગી વાહનમાં પણ માસ્ક પહેરવું.
- દોડતા હોવ કે કસરત કરતા હોવ ત્યારે ફેસ માસ્કને નજરઅંદાજ કરવું.

માસ્ક પહેરવની સાચી રીત કઇ?
- માસ્કને ચોખ્ખા હાથે અડો. માસ્ક પહેરતા પહેલા હાથ ધુઓ
- ગળા પાસે અથવા કપાળમાં માસ્ક રાખશો નહીં.
- તમારા નાક અને મોં ઉપર માસ્ક પહેરો. તમારા ચહેરાની બાજુઓથી તેને ફીટ કરવાનો પ્રયાસ કરો. તમારા નાકને બહાર ન રાખો.
– સરળતાથી શ્વાસ લેવાય તેનું ધ્યાન રાખો.
– માસ્કની દોરીને અડવું, મોઢું ઢાંકવાની જગ્યાએથી નહીં.
– ઘરે આવો ત્યારે માસ્ક કાઢી નાંખો.
– દરેક વખતે ઉપયોગ કર્યા બાદ કપડાંનું માસ્ક ધોઈ નાખો.
– માસ્ક કાઢતી વખતે આંખ, નાક કે મોઢાને અડાય નહીં તેનું ધ્યાન રાખો.
– માસ્ક કાઢ્યા બાદ તુરંત હાથ ધુઓ.

તમારા માસ્કનો કાળજીપૂર્વક કાઢો
કોરોનાથી બચવા તમે માસ્ત કેવી રીતે પહેરો છો, તે જ નહીં પરંતુ તેનો નિકાલ કેવી રીતે કરો છો તે પણ મહત્વનું છે. લોકો દ્વારા કોરોના વાયરસથી રક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવતા માસ્ક અને ગ્લોવ્સને બેદરકારીથી કાઢી નાખવામાં આવતા વિશ્વભરમાં કચરાપેટી વધી છે. દરિયાકિનારા પર જોખમ વધ્યું છે. પી.પી.ઇ.નો કચરો રોગચાળોનું જોખમી પરિણામ છે તેને 100% ટાળી શકાય તેમ છે. પી.પી.ઇ.નો વ્યવસ્થિત ઉપયોગ કરીને કચરામાં વ્યવસ્થિત નિકાલ કરો. તેવું ન્યુ જર્સીના ક્લીન ઓસેન એક્શન એનવાયરમેન્ટલ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સિન્ડી ઝિપ્ફ દ્વારા જણાવાયું છે.

ગત વર્ષે કોરોના વાયરસ ફાટી નીકળ્યા બાદ માસ્ક અને ગ્લોઝ દરિયાકિનારે વધુ જોવા મળ્યા હતા. જેના કારણે લોકોમાં ડર ફેલાયો હતો. વર્ષ 2020ના બીજા સત્રમાં સ્વયંસેવકો દ્વારા આખા વિશ્વમાં 107,000 ગણું પીપીઈ કલેક્ટ થયું હતું. આંકડો હજુ વધશે તેવું ઓસેન કન્ઝર્વેશન ગૃપ માને છે. ગયા મહિને અહેવાલ આવ્યો હતો કે તેની સફાઇ કામ દરમિયાન 94% કિસ્સાઓમાં પી.પી.ઇ મળી આવી હતી. જેમાં માસ્કનો ભાગ કુલના 80 ટકા હતો.

માસ્ક સરળતાથી નાશ ના પામે તેવા પદાર્થમાંથી બને છે. તેને પર્યાવરણમાં વિઘટન થવામાં 450 વર્ષ લાગી શકે છે. સંરક્ષણવાદીઓએ ચોંકાવનારા અહેવાલ આપ્યા છે. સી બર્ડના ચહેરા માસ્કના પટ્ટામાં ફસાયેલા જોવા મળે છે. દરિયાઇ જીવો માસ્ક અને મોજાને ખોરાક સમજવાની ભૂલ કરી તે ખાઈ શકે છે જેના ગંભીર અથવા જીવલેણ પરિણામો જોવા મળશે તેવી ચિંતા છે.

યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (ઇસીડીસી) ના ડિરેક્ટર એન્ડ્રીઆ એમ્મોનના જણાવ્યા મુજબ જ્યાં સુધી રસીકરણ ના થાય ત્યાં સુધી કોરોનાથી બચવા માટે ફાર્માસ્યુટિકલ્સ સંસાધનો કરતા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું વધુ હિતાવહ છે.

જો એનપીઆઈને મજબૂત બનાવવામાં નહીં આવે અને તેનું પાલન ન કરવામાં આવે તો કોવિડ -19 સંબંધિત કેસો અને મૃત્યુમાં નોંધપાત્ર વધારો થવાની દહેશત છે. શુક્રવારે ભારતમાં 2.17 લાખ નવા સંક્રમણના કેસ નોંધાયા હતા. કુલ કેસ 1,42,91,917 થવા પામ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, મહામારીની પરિસ્થિતિ સામે લડવા એનપીઆઈનું અસરકારક અમલીકરણ જરૂરી છે. કોરોના અને તેના વેરિયન્ટ્સના સામે તે ઉપયોગી નીવડે છે. વસ્તી અને આરોગ્યસંભાળ સેવાઓ પર રોગચાળાના પ્રભાવને સંપૂર્ણપણે ઘટાડવા માટે રસીકરણ સંપૂર્ણ રીતે ના થઇ જાય ત્યાં સુધી તે ચાલુ રાખવું જ જોઇએ.
First published: April 22, 2021, 7:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading