પુણ્યતિથિ: એ વ્યક્તિ જેણે ખરા અર્થમાં બિહારમાં લાવી હતી સમૃદ્ધિ


Updated: July 5, 2021, 10:26 PM IST
પુણ્યતિથિ: એ વ્યક્તિ જેણે ખરા અર્થમાં બિહારમાં લાવી હતી સમૃદ્ધિ
ફાઈલ તસવીર

બિહારના વિકાસમાં ડો. અનુગ્રહ નારાયણ સિંહ(Dr. Anugrah Narayan Singh)નું મહત્વનું યોગદાન માનવામાં આવે છે. બિહારના પહેલા ઉપ-મુખ્યમંત્રી સિવાય તેઓ નાણાંમંત્રી પણ રહ્યા હતા. પરંતુ બીજા નેતાઓથી અલગ તેમની ઓળખ સાદગીથી હતી

  • Share this:
બિહારના વિકાસમાં ડો. અનુગ્રહ નારાયણ સિંહ(Dr. Anugrah Narayan Singh)નું મહત્વનું યોગદાન માનવામાં આવે છે. બિહારના પહેલા ઉપ-મુખ્યમંત્રી સિવાય તેઓ નાણાંમંત્રી પણ રહ્યા હતા. પરંતુ બીજા નેતાઓથી અલગ તેમની ઓળખ સાદગીથી હતી. તેઓ સરકારી યાત્રા દરમિયાન પણ પોતાના જ પગારમાંથી ભોજન કરતા હતા. ત્યાં સુધી કે પ્રદેશના દૂર-દૂરના વિસ્તારોમાં કે જ્યાં સામાન્ય માણસો માટે જવું પણ સુરક્ષિત નથી, ત્યાં અનુહગ્રહ નારાયણ સિંહ કોઇ પણ પ્રકારની સુરક્ષા વગર પ્રવાસ કરતા અને તરત જ લોકો સાથે હળીમળી જતા હતા. આજે તે જ મહાન વિભૂતિની પુણ્યતિથિ છે.

આ રીતે જોડાયા આઝાદીના આંદોલનમાં

ઔરંગાબાદ જીલ્લાના પોઇઅવા ગામમાં જૂન, 1887માં જન્મેલા ડો. સિંહનું બાળપણ ગ્રામીણ માહોલમાં એક સામાન્ય બાળકોની જેમ જ વીત્યું હતું. પંરતુ કોલેજના ભણતર દરમિયાન તેઓ અલગ જ વ્યક્તિત્વ ધરાવતા હતા. પટના કોલેજમાં અભ્યાસ દરમિયાન તેમણે તે જમાનાના નેતાઓના ભાષણ સાંભળ્યા. જુસ્સો ભરનારા આ ભાષણ દેશની આઝાદી સાથે જોડાયેલ હતા. પછી શું હતું, ગુલામીને તોડવા માટે યુવા અનુગ્રહનું મન પણ લલચાઇ ગયું. તેઓ આઝાદીના આંદોલનમાં સક્રિય રીતે સામેલ થવાની તૈયારીઓમાં લાગી ગયા.

વકીલની જેમ આપ્યો ખેડૂતોનો સાથ

ડો. સિંહ ત્યારે કોલેજનો અભ્યાસ પૂરો કરી વકીલાતમાં હજુ આવ્યા જ હતા. પટના બાર કાઉન્સિલ જોઇન કર્યાને વર્ષ પણ નહોતું થયું કે ચંપારણમાં નીલ આંદોલન શરૂ થયું. ત્યાં નીલની ખેતીમાં ખેડૂતોને થયેલ નુકસાનના સમાચારો આવવા લાગ્યા. ત્યારે મહાત્માં ગાંધી ખેડૂતોના પક્ષમાં અપીલ માટે સક્ષમ અને દેશભક્ત વકીલની શોધ કરી રહ્યા હતા. આ જ તે સમય હતો જ્યારે ડો. સિંહ પોતાનો પક્ષ લઇને ગાંધીજી પાસે પહોંચ્યા. જણાવી દઇએ કે ચંપારણનું ખેડૂત આંદોલન લગભગ 45 મહીના સુધી ચાલ્યું હતું. ત્યાં સુધી સતત ડો. સિંહ વકીલ અને ક્રાંતિકારીની જેમ આ કામ સાથે જોડાઇ રહ્યા. ત્યાં સુધી કે જેલમાં મોકલવાની ધમકીઓની પણ તેમના પર કોઇ અસર ન થઇ.

dr anugrah narayan singhવિનાશકારી ભૂકંપ બાદ કરી સેવા

અનુગ્રહ સતત ગાંધીજી સહિત ઘણા મહાન ક્રાંતિકારિઓ સાથે રહ્યા. આ સાથથી તેમના વિચારો પર અસર થઇ અને તેઓ સતત આઝાદ દેશના સ્વપ્ન માટે કામ કરવા લાગ્યા. પછી તે મીઠાનો સત્યાગ્રહ આંદોલન હોય કે સ્થાનિક લોકોનની જરૂરિયાત હોય. હકીકતમાં મીઠાના આંદોલન દરમિયાન ડો. સિંહ પણ જેલમાં હતા, ત્યારે બિહારમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. વર્ષ 1934માં આવેલ આ કુદરતી આપત્તિએ રાજ્યમાં વિનાશ વેર્યો હતો. અધિકારીક રીતે 7 હજારથી વધુ મોત થયા અને લાખો લોકો બેઘર થયા. જેલમાંથી મુક્ત થવાની સાથે જ ડો. સિંહ તરત જ પીડિતોનની સારસંભાળના કામમાં લાગી ગયા હતા. તેઓ શહેર-શહેર યાત્રા કરતા અને લોકોની સમસ્યાઓનું નિવારણ લાવતા હતા. આ યાત્રામાં ડો. સિંહની ઓળખ બિહારના લોકનેતા તરીકે પ્રકાશમાં આવી. લોકો તેમને પ્રેમથી બાબૂ કહીને બોલાવવા લાગ્યા હતા.

ગાંધીજી સહિત તમામ મોટા ક્રાંતિકારીઓને અનુગ્રહ સાથે હતો લગાવ

તેઓ તમામ આંદોલનમાં નિડર થઇને આગળ રહેતા અને રાજ્યના અલગ અલગ ભાગોમાં સભાઓનું આયોજન કરતા હતા. આઝાદ ભારતની માંગ વધુ ઉગ્ર બન્યા બાદ વર્ષ 1937માં તેઓ રાજ્યના નાણામંત્રી બન્યા. વર્ષ 1946માં જ્યારે બીજુ મંત્રીમંડળ બન્યું, ત્યારે તેઓ નાણાં સહિત શ્રમ વિભાગના પણ પહેલા મંત્રી નિયુક્ત થયા હતા.

dr anugrah narayan singh

બિહાર વિભૂતિ તરીકે ઓળખાયા

આ દરમિયાન ડો. સિંહે ઘણા કામ કર્યા, ખાસ કરીને શ્રમિકોના હિતમાં તેમણે બિહાર કેન્દ્રીય શ્રમ સલાહકાર સમિતિ બનાવી હતી. આ દરમિયાન જે નિયમ બનાવવામાં આવ્યા, તે આજે પણ પ્રાસંગિક માનવામાં આવે છે. માત્ર એટલું જ નહીં પોતાના ત્રીજા કાર્યકાળમાં તેમણે ખેતીવાડી માટે આધુનિકીકરણ પર ભાર મૂક્યો હતો. પૂસાનું કૃષિ સંશોધન ફાર્મ તેમની જ ભેટ છે. ખેતી માટે નવી રીતો પર તેઓ સતત ભાર આપતા અને આ વિશે ખેડૂતો સાથે વાત પણ કરતા હતા. તેમના કાર્યકાળમાં બિહારમાં ઉદ્યાગ-ધંધાઓ ઝડપથી વિકાસ પામ્યા અને લોકોને રોજગારી મળવા લાગી. પોતાના આવા યોગદાનના કારણે તેમને બિહાર વિભૂતિની ઉપાધી મળી.

લોકનેતાની જેમ કરતા કાર્યો

ડો. અનુગ્રહ નારાયણ સિંહને બીજા નેતાઓથી અલગ માનવામાં આવે હતા. તેઓ સાદગી ભર્યુ જીવન પસાર કરતા અને કોઇ પ્રકારના વિવાદોથી સંપૂર્ણ દૂર રહેતા હતા, ત્યાં સુધી કે તેઓ કોઇ પણ પ્રકારની સુરક્ષા વિના જ પોતાની ગાડી ચલાવી બિહારના ગામડાઓમાં ચાલ્યા જતા. તેમની લોકપ્રિયતા ટૂંક સમયમાં જ એટલી વધી ગઇ હતી કે કોઇ પણ પ્રકારના પ્રયત્નો વગર જ તેમની સભાઓમાં ભીડ એકઠી થઇ જતી હતી. 5 જુલાઇ, 1957માં જ્યારે પટનામાં તેમનું નિધન થયું તો શહેર-ગામડાઓમાં લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ દરમિયાન 7 દિવસ સુધી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. આજે પણ આધુનિક બિહારના નિર્માણમાં તેમનું નામ પહેલા યાદ કરવામાં આવે છે.
Published by: kuldipsinh barot
First published: July 5, 2021, 10:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading