Fact Check: શું નાસ લેવાથી ખરેખર મરી જાય છે કોરોના વાયરસ? જાણો આ દાવાની હકીકત

News18 Gujarati
Updated: April 30, 2021, 10:57 AM IST
Fact Check: શું નાસ લેવાથી ખરેખર મરી જાય છે કોરોના વાયરસ? જાણો આ દાવાની હકીકત
નાસ લેવાથી તેનાથી ખતરનાક પરિણામ સામે આવી શકે છે. (પ્રતીકાત્મક તસવીર - Shutterstock)

યૂનિસેફે વીડિયો શૅર કરીને જણાવ્યું છે કે, નાસ લેવાથી કોરોના વાયરસ નાસ પામે છે તેવા કોઈ પુરાવા નથી મળ્યા

  • Share this:
નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus Pandemic)ના પ્રકોપથી દેશમાં હાહાકાર મચી ગયો છે. એવામાં લોકોના મનમાં કોરોનાનો ભય એટલો વધી ગયો છે કે તેઓ વિચાર્યા વગર કે પૂરતી માહિતી મેળવ્યા વગર તેની પર અમલ કરી દેતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડીયા (Social Media)માં અનેક એવા ઉપાયો સામે આવી રહ્યા છે જેને તપાસ્યા વગર જ લોકો અપનાવી દેતા હોય છે. આવો જ એક ટ્રેન્ડ નાસ (Steam Inhaling) લેવાનો છે. એવી વાત ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ છે કે નાસ લેવાથી (Water Vapour) કોરોના વાયરસ દૂર રહેશે. આ ઉપરાંત તે વ્યક્તિ કોરોનાથી દૂર રહેશે, ઉપરાંત જો કોરોનાનો દર્દી નાસ લેશે તો તે ઝડપથી સાજો થઈ જશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવે છે કે, નાસ લેવાથી કોરોના વાયરસનો અંત શક્ય છે. જોકે અત્યાર સુધી તેની પર કોઈ પ્રકારનું સંશોધન થયું નથી. એવામાં એવું કહેવું યોગ્ય નથી કે આ ઘાતક વાયરસ નાસ લેવાથી ખતમ થાય છે કે નહીં. આવો જાણીએ તેના વિશે એક્સપર્ટનો મત શું છે.

આ પણ વાંચો, ડૉક્ટરે PPE Kit ઉતારીને શૅર કરી તસવીર, લોકોએ કહ્યું- ‘તમારા પર ગર્વ છે’

યૂનિસેફ (UNICEF) સમયાંતરે કોરોના વાયરસને લઈ અનેક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડતું રહે છે. જેનાથી લોકોને સાચા માહિતી મળી શકે છે. હાલમાં જ યૂનિસેફે એક વીડિયો ટ્વીટર પર શૅર કર્યો છે. આ વીડિયોમાં સાઉથ એશિયાના રિજનલ એડવાઇઝર અને ચાઇલ્ડ હેલ્થ એક્સપર્ટ પૉલ રટર (Paul Rutter)એ જણાવ્યું કે તેના કોઈ સાક્ષ્ય નથી મળ્યા કે સ્ટીમ (નાસ) લેવાથી કોવિડ-19ને ખતમ કરી શકાય છે. પરંતુ તેનાથી અનેક ખતરનાક પરિણામ સામે આવી શકે છે.

આ પણ વાંચો, What an Idea! કોરોના દર્દીઓને ઓક્સિજન આપવા નવો અભિગમ, આ જિલ્લામાં ઓક્સિજન પાર્લરની શરૂઆત

ડૉક્ટર પૉલ રટરે વધુમાં કહ્યું કે, વધુ નાસ લેવાથી ગળા અને ફેફસાની વચ્ચે Trachea (શ્વાસનળી) અને Pharynx (અન્નમાર્ગનો ઉપલો ભાગ)ને નુકસાન થઈ શકે છે. જો આ બંનેને નુકસાન થાય તો વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આ ઉપરાંત કોરોના વાયરસ સરળતાથી આપના શરીરમાં પ્રવેશ કરી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: April 30, 2021, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading