જાણો, મિલિટ્રીની ધૂનમાં શા માટે બદલાવ થઈ રહ્યો છે?


Updated: June 13, 2021, 12:06 AM IST
જાણો, મિલિટ્રીની ધૂનમાં શા માટે બદલાવ થઈ રહ્યો છે?
પ્રતિકાત્મક તસવીર

દાયકાઓથી વગાડવામાં આવી રહેલ બેન્ડ ધૂન, આઝાદીની પહેલાનું સૈન્ય સમ્માન, મેસની પ્રક્રિયાઓ અને સૈન્ય અધ્યયનોમાં ભારતીય યુદ્ધ નાયકો પર વધુ ભાર આપવા જેવી પરંપરાઓ શામેલ છે.

  • Share this:
નવી દિલ્હીઃ ભારતીય સેના (Indian Army) તેની અનેક પરંપરાઓમાં બદલાવ કરવાનો વિચાર કરી રહી છે. દાયકાઓથી વગાડવામાં આવી રહેલ બેન્ડ ધૂન, આઝાદીની પહેલાનું સૈન્ય સમ્માન, મેસની પ્રક્રિયાઓ અને સૈન્ય અધ્યયનોમાં ભારતીય યુદ્ધ નાયકો પર વધુ ભાર આપવા જેવી પરંપરાઓ શામેલ છે. ભારતીય સશસ્ત્ર બળોમાં (Indian Armed Forces) ભારતીયકરણની પ્રક્રિયાઓ હેઠળ તૈયારી કરવામાં આવી રહી છે.

અનેક ધૂન અંગ્રેજ જમાનાની
ભારતીય સેનામાં અનેક બેન્ડ ધૂન અંગ્રેજોના જમાનાની છે. કેટલીક ધૂન ઘણા સમયથી પરંપરા બની ગઈ છે, જે કેટલાક ખાસ પ્રસંગ સમયે વગાડવામાં આવે છે. ઓલ્ડ લૈંગ સિને દરેક પરેડમાં વગાડવામાં આવે છે અને અબાઈડ વિધ પણ દરેક રિટ્રીટ સમારોહમાં વગાડવામાં આવે છે.

ઘણા સમયથી થઈ રહી છે તપાસ
આ નિર્ણય અચાનક લેવામાં નથી આવ્યો. ધ પ્રિંટના રિપોર્ટ અનુસાર રક્ષા સુત્રો જણાવે છે કે ઘણા સમયથી આ તપાસ કરવામાં આવી રહી છે, કે તે ધૂનોને ભારતીય ધૂનમાં બદલી શકાય છે કે નહીં અને જે તે ધૂન તે જ પ્રકારનો સંદેશ આપતી રહે. સૂત્રો અનુસાર આમાંથી અમુક ધૂનની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગામી વર્ષે ભારતની આઝાદીના 75માં વર્ષ સુધીમાં તેને બદલી શકાય છે.

આ પણ વાંચોઃ-ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યાઆ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

જૂના સૈન્ય સમ્માન અને એવોર્ડ
યુદ્ધ દરમિયાન યુનિટ્સને અસાધારણ સાહસનો પરિચય આપવા બદલ આઝાદી પહેલાના યુદ્ધ સમ્માનને બંધ કરવું યોગ્ય છે કે નહીં તેની ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં એક મહત્વની પરંપરામાં સશસ્ત્ર બળો દ્વારા બહાદુરીનો ઉત્સવ મનાવવામાં આવે છે અને તેને લડાઈના સમ્માન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેમાંથી કેટલાક સમ્માન બ્રિટીશ ઇન્ડિયન આર્મીના યુનિટને આપવામાં આવતા હતા, જે સ્થાનિક ભારતીય રાજાના વિરુદ્ધની લડાઈમાં બહાદુરી દર્શાવતા હતા.

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

ભોજનગૃહની પરંપરાઓ
સૂત્રો અનુસાર અંગ્રેજોના જમાનાની મેસ પ્રક્રિયાઓ આઝાદી બાદથી બદલાઈ ગઈ છે. કેટલીક એવી પ્રક્રિયાઓ અને પરંપરાઓની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે કે, કઈ પરંપરાઓ અને પ્રક્રિયાઓને બદલવાની જરૂર છે અને કયા પ્રકારના બદલાવ કરી શકાય છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'મેં તારા નગ્ન વીડિયો ફોટો ઉતારી લીધા છે', ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી માલિકનું યુવતી સાથે દુષ્કર્મ

આ પણ વાંચોઃ-રોડ અકસ્માતનો live Video જોઇ તમારા રૂવાડાં ઉભા થઈ જશે, મોર્નિંગ વોક પર નીકળેલા ચાર લોકોને ડમ્પર કચડી નાંખ્યા

સૈન્ય અધ્યયન
દેશમાં મોટાભાગના સૈન્ય અધ્યયનોમાં સુન જૂના લેખનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જૂનો ચીની સૈન્ય ગ્રંથ આર્ટ ઓફ વોર લખેલ છે. તદુપરાંત બ્રિટીશ રણનીતિકાર લિડલ હાર્ટ અને જર્મન ક્લૉઝવિટ્સનો પણ સંદર્ભ આપવામાં આવ્યો છે. જોકે, કૌટિલ્યના અર્થશાસ્ત્ર જેવા આધુનિક સમયના સ્વદેશી ગ્રંથનો ઓછો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે રણનૈતિક અધ્યયનો પર વધુ ભાર મુકવામાં આવશે.ભારતીયકરણ માત્ર ઉપકરણ અને હથિયારો સુધી સીમિત નથી
ભારતીય ઈતિહાસમાં અનેક એવા યોદ્ધાઓ છે, જેમના યુદ્ધ કૌશલ્યની મિસાલ આપવામાં આવે છે. શિવાજી અને મહારાણા પ્રતાપની ગોરિલા ટેક્નિક અને રોજા રાજ ચોલા-1 નૌસૈન્ય યુદ્ધ કૌશલ્ય તે માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા પ્રણાલીના ભારતીયકરણ પર વધુ ભાર મુકતા આ પ્રકારના કાર્ય કરવામાં આવી રહ્યા છે. જેમાં ઉપકરણ અને દેશમાં હથિયારના ઉત્પાદનની સાથે વિચારધારા, પ્રક્રિયાઓ અને પરંપરાઓ પણ શામેલ છે.
First published: June 13, 2021, 12:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading