Explained: સોનાના ઘરેણાં પર ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ ગ્રાહકોની ખરીદી પર કઈ રીતે અસર કરશે?


Updated: August 11, 2021, 8:54 PM IST
Explained: સોનાના ઘરેણાં પર ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ ગ્રાહકોની ખરીદી પર કઈ રીતે અસર કરશે?
જ્વેલરી (gold jewellery)પર ફરજિયાત હોલમાર્કિંગનો (Hallmarking)નિયમ અમલમાં આવ્યો તેને થોડા સમયમાં બે મહિના પુરા થશે (પ્રતિકાત્મક તસવીર)

Gold Silver Price Today: ગ્રાહક પર આ નિયમ કઈ રીતે અસર કરશે તે અંગે માહિતી મેળવીએ

  • Share this:
હવે 40 લાખથી વધુ ટર્નઓવર વાળા સોનાની જ્વેલરીનું વેચાણ કરતા જવેલર્સને હોલમાર્કિંગ (gold jewellery Hallmarking)કરવું ફરજિયાત કરાયું છે. જ્વેલરી (gold jewellery)પર ફરજિયાત હોલમાર્કિંગનો (Hallmarking)નિયમ અમલમાં આવ્યો તેને થોડા સમયમાં બે મહિના પુરા થશે. આ નિયમની અસર વેચનારની સાથે ગ્રાહક પર પણ થશે. ચાલો, ગ્રાહક પર આ નિયમ કઈ રીતે અસર કરશે તે અંગે માહિતી મેળવીએ.

છેતરપિંડી અટકશે

હોલમાર્કિંગના કારણે છેતરપિંડી અટકશે. ORRAના ચીફ ઓપરેટિંગ ઓફિસર સેસીલ ડે સાન્ટા મારીયા કહે છે કે, અગાઉ કેટલાક જ્વેલર્સ ગ્રાહકો પાસે 22 કેરેટ જ્વેલરીનો ચાર્જ વસૂલી માત્ર 18 કેરેટ જ્વેલરી જ આપતા હતા. પણ હવે ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ આવી છેતરપિંડી થતી અટકાવશે. જ્વેલરીની ખરાઈ કરવા માટે ઘણી વખત ફાયર પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેથી હોલમાર્કિંગમાં નિયમના કારણે તમને જ્વેલરીમાં આવો ભાગ જોવા મળી શકે છે. જોકે, તમારે આવા સ્ક્રેપ કાઢીને જે મેળવો છે, તેના જ પૈસા ચૂકવવાના છે.

લોગોના માધ્યમથી તમે જ્વેલરીનો પીસ હોલમાર્ક થયેલો છે કે નહીં તે જાણી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે, હોલમાર્ક કરેલા જ્વેલરી પીસ પર ત્રણ લોગો જોવા મળશે. જેમાં એક BIS લોગો, એક ગુણવત્તાનો માર્ક અને છ આંકડાના હોલમાર્કિંગ યુનિક આઈડીનો સમાવેશ થાય છે. તેમાં જ્વેલરનો લોગો જોવા નહીં મળે.

હોલમાર્ક થયેલી જ્વેલરીના ઊંચા ભાવ

હોલમાર્ક કરેલી જ્વેલરીની કિંમત વધશે. જેના પાછળનું કારણ આપતા નિષ્ણાંતો કહે છે કે, દેશમાં લગભગ 933 લેબોરેટરીને જ્વેલરીને હોલમાર્ક કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. (બજારના અહેવાલો મુજબ ઓછામાં ઓછા 5 કરોડ પીસ). આ લેબોરેટરીઓ ઘરેણાંને હોલમાર્ક કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહી છે અને તેમણે આ કામગીરી માટે પોતાની મશીનરીમાં રોકાણ કર્યું છે. તેમણે ચોરી અને છેતરપિંડીથી બચવા માટે વીમા કવરમાં પણ વધારો કર્યો છે. આ બધું ભારણ ગ્રાહક પર આવશે. Popley Groupના ડાયરેક્ટર રાજીવ પોપ્લેના મત મુજબ હોલમાર્કિંગના ખર્ચમાં ત્રણ ગણો વધારો થઈ શકે છે. તેઓ કહે છે કે, લેબોરેટરીઓ પહેલેથી જ તેમની વીમા કવરેજ મર્યાદા સુધીનો સ્ટોક કરી ચુકી હોવાથી તેઓ વધુ જ્વેલરી સ્વીકારતી નથી. બીજી તરફ જ્વેલર્સ હોલમાર્ક વગરની જ્વેલરી વેચી શકતા ન હોવાથી તેમને નુકસાન થઈ શકે છે. જેના કારણે જ્વેલરીના ભાવમાં વધારો થશે. આ ઉપરાંત ટેસ્ટ માટે કેટલીક જ્વેલરીના ટુકડા કાપવામાં આવી રહ્યા છે અને જેના કારણે જ્વેલરીનું વજન આંશિક ઘટે છે.આ પણ વાંચો - Gold Silver Price Today: ખુશખબર! સોનું 11,000 રૂપિયા સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ્સ

આવી સ્થિતિમાં તમારા જ્વેલરી ઈનવોઇસમાં સપ્ટેમ્બર મહિનાથી પીસ દીઠ રૂ. 35ને બદલે રૂ. 100નો ઉલ્લેખ જોવા મળી શકે છે. તેમાં યુનિટ દીઠ ચાર્જ રૂ. 35 લેવાય છે. તેથી ઈયરિંગની જોડીમાં હોલમાર્કિંગ માટે રૂ. 70 ચાર્જ ગણાશે.

ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ડાયરેક્ટર દિનેશ જૈન કહે છે કે, જૂન મહિના પહેલા ગ્રાહકો માટે ઘણી અનુકૂળતા હતી. તેઓ 24 ઇંચની ચેઇન 20 ઇંચની કરાવવા માંગે તો શોપ કે શોરૂમનો કારીગર તેની લંબાઈ ઘટાડી શકતો હતો. પરંતુ હવે આ પ્રક્રિયા મુશ્કેલ થઈ ગઈ છે. હવે તે ચેઇનને વજન માટે ફરી લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ત્યાં તે સર્ટિફાઇડ થશે અને ત્યારબાદ ગ્રાહકને આપવામાં આવશે. જેથી જ્વેલરીમાં તાત્કાલિક ફેરફારની બાબત ભૂતકાળ બની જશે. જેથી જ્વેલરી બનાવડાવતી વખતે આ બાબતને ધ્યાને રાખવી જોઈએ. લેબોરેટરી અત્યારે હોલમાર્કિંગ માટે 14 દિવસથી વધુનો સમય લે છે. આ કામ અગાઉ માત્ર 24થી 48 કલાકમાં થતું હતું.

આ પણ વાંચો - Tata Motorsની શાનદાર ઓફર, માત્ર 4111 રૂપિયાના હપ્તે ઘરે લાવો આ શાનદાર કાર, મળશે ખાસ ફીચર્સ

છેતરપિંડી થવાની શક્યતા હજુ પણ છે

ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ અમલમાં આવી ગયો તેનો અર્થ એ નથી કે, તમે આંખ બંધ કરીને જ્વેલરી ખરીદી શકો છો. સુરેન્દ્ર મહેતા કહે છે કે, આ એક્ટ હેઠળ કુંદન,જડાઉ અને પોલ્કી જ્વેલરીના હોલમાર્કિંગ માટે છૂટ આપવામાં આવી છે. તે ગ્રાહકની વિનંતી પર શુદ્ધતા માટે સ્વેચ્છાએ ચકાસી શકાય છે.

આ ઉપરાંત ફરજિયાત હોલમાર્કિંગ બધા જ જ્વેલર્સ માટે ફરજિયાત નથી. આ મામલે સાન્ટા મારીયા કહે છે કે, જેમનું ટર્નઓવર વાર્ષિક રૂ. 40 લાખથી ઓછું હોય તેવા જ્વેલર્સને સરકારે છૂટછાટ આપી છે. જેથી હોલમાર્કિંગ ફરજિયાત હોવા છતાં લોકો માટે હોલમાર્ક વગરની જ્વેલરી મેળવવી હજુ પણ શક્ય છે. આ ઉપરાંત દેશમાં મર્યાદિત સંખ્યામાં લેબોરેટરીઓ હોવાથી દેશના કુલ 715 જિલ્લાઓમાંથી માત્ર 256 જિલ્લાઓ માટે હોલમાર્કિંગ ફરજિયાત છે. જેથી ગ્રાહકો હોલમાર્ક વગરની જ્વેલરી સરળતાથી મેળવી શકે છે.

છેતરપિંડીથી આવી રીતે બચી શકાય

સુરેન્દ્ર મહેતા વધુમાં કહે છે કે, છેતરપિંડીથી બચવા માટે દુકાનની બહાર BIS લોગો દર્શાવ્યો હોય ત્યાંથી જ ખરીદી કરવી જોઈએ. જ્યારે સાન્ટા મારિયા સૂચવે છે, ગ્રાહકોએ ઘરેણાં પર દેખાય તે રીતે હોલમાર્ક કરવાનું કહેવું જોઈએ. તેમજ 10x બિલોરી કાચ લઈ હોલમાર્કને જોઈ લેવો જોઈએ.

તમારી હોલમાર્ક વગરની જ્વેલરી વેચી શકાય?

જો તમે તમારી હોલમાર્ક વગરની જૂની જ્વેલરી વેચવા માંગતા હોવ તો તે લઈ લેવાશે. જ્વેલર્સ ઘણા વર્ષોથી હોલમાર્ક વગરની જ્વેલરી વેચી રહ્યા છે અને સોનાના ટુકડાઓ પીગળી સોનાને રિસાયક્લ કરી રહ્યા છે. જેથી તમે હોલમાર્ક વગરની જ્વેલરી વેચી શકશો. તેનું મૂલ્ય ઓછું આંકવું નહીં.
First published: August 11, 2021, 8:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading