હવે નકલી રેમડેસિવિરનું જૂઠ પકડાશે : GTUએ ઈન્જેકશન ચકાસણીની મેથડ વિકસાવી


Updated: May 5, 2021, 4:59 PM IST
હવે નકલી રેમડેસિવિરનું જૂઠ પકડાશે : GTUએ ઈન્જેકશન ચકાસણીની મેથડ વિકસાવી
જીટીયુની લેબમાં કામ કરતા સંશોધકો

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી હવે આવા નકલી રેમડેસિવિરના જુઠનો પર્દાફાશ કરશે. કારણ કે  GTUએ ઈન્જેકશન ચકાસણીની મેથડ વિકસાવી છે.

  • Share this:
અમદાવાદ : આમ તો આ કોરોના વાયરસના (Coronavirus) સંક્રમણ વચ્ચે તેની સારવાર માટે ઉપયોગી એવા રેમડેસિવિર (Remdesivir)  ઈન્જેકશનના કાળા બજાર અને નકલી ઈન્જેકશનના વેચાણનું કૌભાંડ સામે આવી ચૂક્યું છે ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી હવે આવા નકલી રેમડેસિવિરના જુઠનો પર્દાફાશ કરશે. કારણ કે  GTUએ ઈન્જેકશન ચકાસણીની મેથડ વિકસાવી છે. સરકારને મદદના ભાગરૂપે આ ચકાસણી વિના મૂલ્યે કરવાનું નક્કી કરાયું છે અને GTUએ FDCA કમિશનરને પત્ર લખીને આ સંદર્ભે જાણ કરી છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પેન્ડામિક સમય દરમિયાન અનેક પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ નકલી સેનેટાઈઝરના ટેસ્ટિંગ બાબતે ગ્રેજ્યુટ સ્કૂલ ઑફ ફાર્મસી કાર્યરત રહી છે.

તાજેતરમાં જ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના  આસિસ્ટન્ટ પ્રો. ડૉ. કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ  ફાર્મસીના વિદ્યાર્થીઓ મલય પંડ્યા અને‌ નિસર્ગ પટેલ દ્વારા રેમડેસિવિરની ચકાસણી સંદર્ભે મેથડ વિકસાવવામાં આવી છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, કોરોના જેવી  રાષ્ટ્રીય મહામારીનો સામનો કરવા દરેક સંસ્થાઓએ આગળ આવવું પડશે. સરકારની મદદના ભાગરૂપે જીટીયુ દ્વારા રેમડેસિવિરની યોગ્ય ચકાસણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

આ પણ વાંચો : સુરત : ફિલ્મોના ચોરને પણ આટી મારે એવી ગેંગ, રાત્રે કરતા ચોરી, દિવસે કરતાં ખાસ ધંધો

ઈન્ડિયન ફાર્મા કોપીયા કમિશન દ્રારા મંજૂર થયેલ દરેક દવાની મેથડ નક્કી કરવામાં આવે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં રેમડેસિવિરની મંજૂરી ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલ હોવાથી તેની‌ ઓફિશીયલ મેથડ નક્કી કરવામાં આવેલ નથી.

તેવા સંજોગોમાં  ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હાર્મોનાઈઝેશનની (ICH) ગાઈડ લાઈન પ્રમાણે, પ્રથમ વખત  જીટીયુ દ્વારા  હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમોટોગ્રાફી(HPLC) મેથડ વિકસાવવામાં આવી છે.  જીટીયુ ફાર્મસી સ્કૂલ દ્વારા 5‌ મીનીટની સમયમર્યાદામાં કોવિડ-19 સામે વાયરસનો‌ નાશ  કરતું એન્ટી વાયરલ ડ્રગ્સ રેમડેસિવિર યોગ્ય છે ‌ કે નહીં તથા  તેમાં રહેલા ડ્રગ્સના પ્રમાણની યોગ્ય ખરાઈ વિનામૂલ્યે કરી  આપવામાં આવશે.આ પણ વાંચો : સુરત : તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલી યુવતીને લોકોએ બચાવી, ઘટનાનો Live Video વાયરલ

જીટીયુ દ્રારા રીસર્ચ કર્તા વિદ્યાર્થીઓને મેથડ વિકસાવવા માટે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો છે.   દરેક જનસામાન્યથી લઈને વિવિધ સંસ્થાઓ અને હોસ્પિટલોને પણ આ સેવાનો લાભ વિનામૂલ્યે આપવામાં આવશે.

‌જીટીયુના કુલપતિ એ ઇન્ડિયન ફાર્મા કોપીયા કમિશન  અને FDCA કમિશનરને પણ પત્ર લખીને આ સંદર્ભે જાણ કરી છે. જેનાથી વધુમાં વધુ લોકોને આ સુવિધાનો લાભ મળે તથા કેટલાક અસામાજીક તત્વો કે‌ જેઓ નકલી રેમડેસિવિરનું ઉત્પાદન કરીને ઉંચી કિંમતે  વેંચે છે. તેઓ પર લગામ લાગશે અને તેઓ સામે કડક હાથે કાર્યવાહી પણ થઈ શકશે.
Published by: Jay Mishra
First published: May 5, 2021, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading