અહો આશ્ચર્યમ્! વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકના કચરાને વેનીલાના ફ્લેવરમાં બદલ્યું


Updated: June 17, 2021, 10:27 PM IST
અહો આશ્ચર્યમ્! વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકના કચરાને વેનીલાના ફ્લેવરમાં બદલ્યું
પ્રતિકાત્મક તસવીર

આ શોધથી વિશ્વને એક નવો કાર્બન સ્ત્રોત મળ્યો છે. વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકથી છુટકારો મેળવવા માટે નવા ઉપાય તરીકે ઘણી બધી રાસાયણિક ક્રિયાઓની હરોળ દ્વારા ઉપયોગ બાદ નીકળેલા પ્લાસ્ટિકને વનીલા કે વનીલા ફ્લેવરમાં ફેરવવામાં સફળતા મેળવી છે.

  • Share this:
નવી દિલ્હીઃ વિશ્વભરમાં પ્લાસ્ટિકના કચરામાં (Plastic waste) થઇ રહેલ વધારો અને તેનો નિકાલ વૈજ્ઞાનિકો (Scientists) માટે માથાના દુખાવા સમાન બન્યો છે. પ્લાસ્ટિક એક એવો પદાર્થ છે જેનો પ્રાકૃતિક રીતે નાશ થઇ શકતો નથી. તે માટે ઘણા સંશોધનો (Researches) કરાઇ રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઇ ખાસ વિકલ્પ તૈયાર કરી શકાયો નથી. હાલમાં જ થોડા વર્ષોમાં પ્લાસ્ટિકને બેક્ટેરિયાથી અઘટિત કરવામાં થોડી સફળતા મળી છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ કચરાને ખાવા લાયક વેનીલામાં ફેરવવામાં સફળતા મેળવી છે.

રાસાયણિક પ્રક્રિયાઓની શ્રૃંખલા
આ શોધથી વિશ્વને એક નવો કાર્બન સ્ત્રોત મળ્યો છે. વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકથી છુટકારો મેળવવા માટે નવા ઉપાય તરીકે ઘણી બધી રાસાયણિક ક્રિયાઓની હરોળ દ્વારા ઉપયોગ બાદ નીકળેલા પ્લાસ્ટિકને વનીલા કે વનીલા ફ્લેવરમાં ફેરવવામાં સફળતા મેળવી છે. આ શોધ યૂકેની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના વૈજ્ઞાનિકોની ટીમે કરી છે.

ખાસ અણુઓમાં પરીવર્તન
વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમમાં ઇન્જીનિયર્ડ ઇ. કોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કરી પ્લાસ્ટિકમાંથી નીકળેલ ટેરેફ્થેલિક એસિડ અણુઓને એવા અણુઓમાં ફેરવી નાંખ્યા, જે વનીલા સ્વાદ અને સુગંધ આપવા માટે જવાબદાર છે. ગ્રીન કેમેસ્ટ્રીમાં પ્રકાશિત આ અભ્યાસમં સંશોધકોએ જણાવ્યું કે પ્લાસ્ટિક આપણા વિશ્વમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

આ પણ વાંચોઃ-મહિલા ડોનની દાદાગીરીનો live video, જ્યોતિ ઠાકુરે રસ્તે જતી મહિલાને માર મારીને મોબાઈલ લૂંટ્યોઆ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

ઉચ્ચ મૂલ્યમાં રૂપાંતરિત કરવાનો હતો ઉદ્દેશ્ય
સંશોધકોએ તે માટે નક્કી કર્યુ કે તેઓ તેના પર પ્રયોગ કરશે કે કઇ રીતે પ્લાસ્ટિકના કચરાને કોઇ એવી વસ્તુમાં ફેરવી શકાય જેનું ઉચ્ચ મૂલ્ય હોય અને ઔદ્યોગિક રૂપે વધુ ઉપયોગી હોય. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં બાયોટેક્નોલોજીના વરિષ્ઠ લેક્ચરર અને આ અભ્યાસના સહલેખક સ્ટીફન વાલેસ જણાવે છે કે તેમનું કાર્ય એ ધારણાને ચેતાવણી આપે છે, જે અંતર્ગત પ્લાસ્ટિકને એક મુસીબત રૂપી કચરો માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે.

નવો કાર્બન સ્ત્રોત
વાલેસે કહ્યું કે, તેમનું કાર્ય દર્શાવે છે કે પ્લાસ્ટિકના કચરાનો નવા કાર્બન સ્ત્રોત તરીકે ઉપયોગ થઇ શકે છે. જેનાથી ઉચ્ચ મૂલ્યના ઉત્પાદન મેળવી શકાય છે. વૈજ્ઞાનિકો પાસે હવે એક એવી ટેક્નિક છે, જેમાં મુખ્ય બેક્ટેરિયા દ્વારા પ્લાસ્ટિકના કચરાને વનીલા ફ્લેવરિંગમાં બદલી શકાય છે.

આ પણ વાંચોઃ-બસ ડ્રાઈવરે 42 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા, ચાલું બસમાંથી ડ્રાઈવરે લગાવી છલાંગ, તમામ યાત્રીઓ ઘાયલ

વનીલા બીન્સનો વિકલ્પ
સંશોધકો જણાવ્યું કે વનીલા તે સંયોજન છે જે ખાવાની વસ્તુઓમાં વેનીલાનો સ્વાદ લાવે છે. તે વેનીલા બીન્સમાંથી કાઢવામાં આવતો પ્રમુખ અવયવ છે. તે માટે હાલમાં જ પ્લાસ્ટિકને વેનીલામાં ફેરવવાનો પ્રયોગ ચક્રિય અર્થવ્યવસ્થામાં ઉછાળો લાવી શકે છે, જેનો ઉદ્દેશ્ય કચરાને હટાવવો, ઉત્પાદ અને પદાર્થની ઉપયોગીતાને જાળવી રાખવી અને સિંથેટિક બાયોલોજીના સકારાત્મક પ્રભાવો જાળવી રાખવાનો છે. અભ્યાસમાં સામેલ વિશેષકોએ તે પણ કહ્યું કે, આ પ્રક્રિયાથી બનેલ વેનીલા માણસોના ખાવા માટે યોગ્ય રહેશે, પરંતુ તેના માટે હજુ થોડા પ્રયોગાત્મક પરીક્ષણોની જરૂર છે.સૂક્ષ્મ સ્તરે શાનદાર નમૂનો
આ અભ્યાસ રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રીની જર્નલમાં પ્રકાશિત થયો છે. તેની સંપાદક એલિસ ક્રોફોર્ડે એક નિવેદનમાં જણાવ્યું કે સૂક્ષ્મ સ્તર પર ટકાઉપણું વધાર માટે આ સૂક્ષ્મજીવ વિજ્ઞાનનો ખૂબ રસપ્રદ ઉપયોગ છે. સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના કચરાને એક ઉપયોગ સામગ્રીમાં ફેરવીને કેસ્મેટિક અને ખાદ્ય વસ્તુઓ માટે ઉપયોગ લાયક બનાવવું તે ગ્રીન કેમેસ્ટ્રીનો શાનદાર નમૂનો છે.
First published: June 17, 2021, 10:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading