શું તમામ પુખ્ત વયનાં લોકોને અપાશે બૂસ્ટર ડોઝ? જાણો કેન્દ્ર સરકારે શું કહ્યું?

News18 Gujarati
Updated: February 11, 2022, 8:17 AM IST
શું તમામ પુખ્ત વયનાં લોકોને અપાશે બૂસ્ટર ડોઝ? જાણો કેન્દ્ર સરકારે શું કહ્યું?
કોરોના વેક્સીન

Covid-19 Booster Dose: દેશમાં હાલમાં કોવિડ-19 વેક્સિનેશનનાં 172 કરોડ ઇંજેક્શન લગાવવામાં આવ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ગુરૂવારે સાંજે 7 વાગ્યા સુધી આ ડોઝનાં 43 લાખથી વધુ (43,78,909) ઇજેક્શન લગાવવામાં આવ્યાં છે. સ્વાસ્થ્ય કર્મીઓ (Health Workers), કોરોના યોદ્ધાઓ (Corona Warriors) અને 60 વર્ષથી વધુ ઉંમરનાં (વરિષ્ઠ નાગરિકો) 1.64 કરોડ (1,64,61,231)થી વધુ લોકોને સાવધાનીનાં ભાગ રૂપે ઇંજેક્શન લગાવવામાં આવ્યાં છે.

  • Share this:
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું કે, તમામ વયસ્કોને કોવિડ-રોધી વેક્સીનનો ત્રીજો ડોઝ (Covid Vaccine Booster Dose) આપવાનો નિર્ણય વૈજ્ઞાનિક આધાર પર લેવામાં આવશે. અને આ માટે મળી રહેલી માહિતી પર ગંભીરતાથી વિચાર ચાલુ છએ. નીતિ આયોગનાં સભ્ય ડૉ વી કે પોલએ સાપ્તાહિક સંવાદદાતા સમ્મેલનમાં પુછવામાં આવેલાં સવાલનાં જવાબમાં કહ્યું કે, 'સાવધાની ડોઝ (Precautionary Dose) અંગે તમામ નિર્ણય જરૂરિયાતોને આધાર પર સૌથી પહેલાં લેવામાં આવે છે.'

અધિકારીનાં કહેવાં મુજબ, રસીકરણ ખુબજ જરૂરી અને આબાદીની અનુકૂળતા પ્રમાણે આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, 'અમે દુનિયામાં બની રહેલી ઘટના પર નજર રાખી રહ્યાં છીએ અને વિશ્લેષણ કરી રહ્યાં છે. તથા ટીકાકરણથી તમામ વિકલ્પો પર સક્રિયતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.' રસીકરણ કવરેજ પર સવાલ થતા તેનાં જવાબમાં સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, હાલમાં વિભિન્ન આયુ સમૂહની વચ્ચે ટીકાકરણનું કવરેજ ભિન્ન છે. પણ સામૂહિક રૂપથી દેશમાં ટીકાકરણની ગતિ ઘણી સારી છે. પોલે કહ્યું કે, હાલમાં પુનર્સક્રમણનાં કેસ પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો-IPC: મહામારીમાં નિયમ ભંગ બદલ લાગતી કલમ 188 શું છે, ક્યારે થાય છે તેનો ઉપયોગ?

અત્યાર સુધીમાં દેશમાં લગાવવામાં આવ્યાં 172 કરોડ ડોઝ-
આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં કોવિડ-19 ડોઝનાં 172 કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ગુરુવારે સાંજે સાત વાગ્યા સુધી વેક્સીનેશનનાં 43 લાખથી વધુ (43,78,909) ઇંજેક્શન લગાવવામાં આવ્યાં છે. તેમનું કહેવું છે કે, દિવસ પૂર્ણ થતા સુધીમાં આ સંખ્યા વધે તેવી સંભાવના છે. નિવેદન પ્રમાણે, સ્વાસ્થ્ય કર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને 60 વર્ષથી વધુની ઉંમરનાં વરિષ્ઠ નાગરિકો 1.64 કરોડ (1,64,61,231)થી વધુ લોકોને સાવધાનીનાં ભાગ રૂપે ઇજેક્શન લગાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો-Corona Vaccine: ઓમિક્રોન વિરુદ્ધ પડશે વેક્સીનનાં ચોથા ડોઝની જરૂર, પણ ફાઉસીએ ત્રીજા ડોઝ પર શું કરી વાતદેશમાં કોવિડ 19 વેક્સિનેશનનાં 16 જાન્યુઆરી 2021થી લગાવવાનાં શરૂ થયા હતાં. સૌથી પહેલાં આ ડોઝ સ્વાસ્થ્ય કર્મીઓને લગાવવામાં આવ્યાં હતાં. કોરોના યોદ્ધાઓએ રસી 2 ફેબ્રુઆરી 2021થી શરૂ થયું. કોવિડ-19 રોધી રસીનો આગામી અભિયાન એક માર્ચ, 2021થી શરૂ થશે જેમાં 60 વર્ષથી વધુની ઉંમરનાં લોકો અને અન્ય બીમારી ગ્રસ્ત 45થી વધુ ઉંમરનાં લોકોને રસી લગાવવામાં આવશે.

આવી રીતે થયો રસીકરણ અભિયાનનો વિસ્તાર
દેશમાં 45 વર્ષથી વધુ આયુવર્ગમાં શામેલ તમામ લોકો રસીકરણ અભિયાન 1 એપ્રિલ 2021થી શરૂ થયું છે તે બાદ સરકારે એક મે, 2021થી તેમનું રસીકરણ અભિયાનનો વિસ્તાર કરી તમામ વયસ્કો (18 વર્ષથી વધુ ઉંમરનાં લોકો)ને રસી લગાવવાની અનુમતિ આપી હતી.

કોવિડ ટીકાકરણનાં અલગ અલગ તબક્કામાં ત્રણ જાન્યુઆરી 2022માં શરૂ થયા જેમાં 15થી 18 વર્ષનાં કિશોરોને રસી લગાવવામાં આવી રહી છે. ભારમતાં સ્વાસ્થ્ય કર્મીઓ, કોરોના યોદ્ધાઓ, ચૂંટણી કર્મચારીઓ અને અન્ય બીમારીગ્રસ્ત વરિષ્ઠ નાગરીકોને સાવધાનીનાં ભાગ રૂપે બૂસ્ટર ડોઝ 10 જાન્યુઆરીથી લાગવાનાં શરૂ થઇ ગયા છે.
Published by: Margi Pandya
First published: February 11, 2022, 7:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading