Maya Angelou: કોણ હતા અશ્વેત મહિલા માયા એન્જેલો, જેમને અમેરિકન સિક્કા પર મળ્યું છે સ્થાન?

News18 Gujarati
Updated: January 13, 2022, 12:31 PM IST
Maya Angelou: કોણ હતા અશ્વેત મહિલા માયા એન્જેલો, જેમને અમેરિકન સિક્કા પર મળ્યું છે સ્થાન?
માયા એન્જેલોને અમેરિકન સિક્કા પર સ્થાન મળ્યું છે. (Image- Thespark)

Maya Angelou: અમેરિકામાં (US) 25 સેન્ટ એટલે કે ‘એક ક્વાર્ટર ડોલર’ના નવા સિક્કા પર માયા એન્જેલો (Maya Angelou)ને સ્થાન આપવામાં આવ્યું છે. આવું પહેલી વખત બન્યું છે, જ્યારે કોઈ અશ્વેત મહિલાને અમેરિકન સિક્કા (US Coins) પર સ્થાન પ્રાપ્ત થયું હોય.

  • Share this:
Maya Angelou: અમેરિકામાં (US) 25 સેન્ટ એટલે કે ‘એક ક્વાર્ટર ડોલર’ના નવા સિક્કા પર માયા એન્જેલો (Maya Angelou)ને સ્થાન આપવામાં આવ્યું છે. આવું પહેલી વખત બન્યું છે, જ્યારે કોઈ અશ્વેત મહિલા (Black Woman in US)ને અમેરિકન સિક્કા (US Coins) પર સ્થાન પ્રાપ્ત થયું હોય. બે દિવસ પહેલા 10 જાન્યુઆરીએ આ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. અમેરિકન વીમેન ક્વાર્ટર્સ પ્રોગ્રામ હેઠળ આ પ્રકારની ટ્રિબ્યુટ મેળવનારી માયા એન્જેલો પહેલી મહિલા છે. જાન્યુઆરી 2021માં આ કાર્યક્રમને કાયદો બનાવી નાખવામાં આવ્યો હતો.

ધ વોશિંગ્ટન પોસ્ટની રિપોર્ટ અનુસાર, યુએસ મિન્ટ દ્વારા આ નવા સિક્કા મોકલવાનું શરુ થઈ ગયું છે. મિન્ટના ડેપ્યુટી ડિરેક્ટર વેંટ્રિસ ગિબ્સનનું કહેવું છે કે અમેરિકન મહિલાઓ અને અમેરિકન ઇતિહાસમાં તેમના યોગદાનને સમર્પિત આ સિક્કાઓને રજૂ કરવા એક સન્માનની વાત છે. તેમણે એવું પણ જણાવ્યું કે 2022ના દરેક ક્વાર્ટર (25 Cents Cons)ને એ મહિલાઓને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.

કોણ હતા માયા એન્જેલો?

માયા એન્જેલો (Who is Maya Angelou) એક પ્રસિદ્ધ અમેરિકન લેખિકા, ગાયિકા અને સામાજિક કાર્યકર્તા હતા. માયાનો જન્મ અમેરિકામાં મિસૌરીના સેન્ટ લુઇસમાં 1928માં થયો. તેમના પિતા બેઈલે જોનસન નૌસેનામાં દાંતના ડોક્ટર (Dentist) હતા, જ્યારે મા વિવિયન જોનસન નર્સ હતી. માયા એન્જેલો એક લેખિકા અને કવયિત્રી હતા. જેમણે સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ દરમ્યાન માર્ટિન લૂથર કિંગ જુનિયર અને મેલકમ એક્સ સાથે કામ કર્યું હતું. માયાનું જીવન મુશ્કેલ સંઘર્ષોમાંથી પસાર થયું. માયાની ઉંમર ફક્ત ત્રણ વર્ષની હતી, જ્યારે તેમના માતા-પિતાના ડિવોર્સ થઈ ગયા. માયાને તેમની દાદી પાસે મોકલવામાં આવ્યા. તેમનું જીવન ખરાબ અનુભવોથી ભરેલું રહ્યું.

જ્યારે ‘પિતા’એ કર્યો રેપ!

કવયિત્રી અને લેખિકા વિપિન ચૌધરી માયા એન્જેલોની બાયોગ્રાફીમાં લખે છે, ‘માયા પોતાની દાદી અને કાકા સાથે રહેતી હતી. જ્યારે તે 7 વર્ષની થઈ, તો પોતાની મા વિવિયનને મળવા શિકાગો ગઈ. ત્યાં તેની માનો પ્રેમી, જે તેના પિતા સમાન હતો, તેણે નિર્દોષ માયા પર બળાત્કાર ગુજાર્યો. આ ઘટનાએ 7 વર્ષની માયાને અંદરથી હચમચાવી નાખી. આ ભયાનક ઘટના બાદ માયા લગભગ 5 વર્ષ સુધી ગુમસુમ રહ્યા.

આ પણ વાંચો: Rakesh Sharma Birthday: અવકાશયાત્રી બનવા માટે કઈ રીતે પસંદગી પામ્યા હતા રાકેશ શર્મા? રસપ્રદ છે કહાણી

બાલ્ડવિનના રૂપમાં મળ્યો ભાઈ જેવો મિત્ર

જાતિવાદી સમાજમાં એક અશ્વેત છોકરી હોવાને લીધે માયા અસંખ્ય ખરાબ જાતિવાદી ટિપ્પણીઓ અને અનુભવોમાંથી પસાર થયા. તેમના જીવનમાં 1950ના દાયકાના અંતમાં એક વળાંક આવ્યો, જ્યારે તેઓ બ્લેક રાઈટર્સ એસોસિએશનમાં જોડાયા. આ સંસ્થામાં તેમની મુલાકાત એક ચર્ચિત અશ્વેત લેખક જેમ્સ બાલ્ડવિન સાથે થઈ. તે માયાના ભાઈ, મિત્ર અને માર્ગદર્શક પણ હતા. તેઓ દરેક સુખ-દુઃખમાં તેમના સાથી રહ્યા.

માયા આ સંસ્થામાં રહીને રોઝા ગે, ડૉ. જ્હોન હેનરિક ક્લાર્ક, જ્હોન ઓલિવર કિલન્સ, વિલ્લર્ડ મૂર અને વોલ્ટર ક્રિસમસ જેવા પ્રખ્યાત લેખકોના સંપર્કમાં આવ્યા. તેમણે માર્ટિન લ્યુથર કિંગ અને માલ્કમ એક્સ જેવા પ્રખ્યાત અશ્વેત નેતાઓ સાથે પણ કામ કર્યું હતું.

આ પણ વાંચો: Savitribai Phule Birth Anniversary: લોકોએ પથ્થર માર્યા, પિતાએ પુસ્તકો ઝૂંટવ્યા, તો પણ બન્યા ભારતના પહેલા મહિલા શિક્ષિકા

પોતાની બાયોગ્રાફીથી મહિલાઓને પ્રેરણા આપી

માયા એન્જેલોના જીવનમાં બીજો ક્રાંતિકારી વળાંક 1969માં આવ્યો. તેઓ પોતાના નજીકના મિત્ર જેમ્સ બાલ્ડવિન અને કેટલાક અન્ય લોકો સાથે ડિનર પાર્ટીમાં હતા. આ પાર્ટીમાં પ્રખ્યાત પબ્લિશર રેન્ડમ હાઉસના માલિક રોબર્ટ લૂમિસ પણ હાજર હતા. તે માયા એન્જેલોના જીવન સંઘર્ષોથી ખૂબ પ્રભાવિત હતા, તેથી તેમણે માયાને તેમની આત્મકથા લખવા માટે પ્રેરણા આપી. માયાએ એક ક્ષણ વિચાર્યું અને તરત જ હા પાડી દીધી.

માયાએ નક્કી કર્યું કે તેણે બાયોગ્રાફી લખવી જોઈએ જેથી આવનારી પેઢી એક અશ્વેત મહિલાના જીવન સંઘર્ષ વિશે જાણી શકે, શીખી શકે અને આવા સમાજ માટે પોતાને તૈયાર કરી શકે. વર્ષ 2014માં તેમનું નિધન થયું હતું. તેમનું જીવનચરિત્ર 'આઈ નો વ્હાય ધ કેજેડ બર્ડ સિંગ્સ' (I Know Why The Caged Bird Sings))એ તેમને વિશ્વભરમાં ખ્યાતિ અપાવી.

આ પણ વાંચો: Swami Vivekanand Jayanti: સ્વામી વિવેકાનંદ જાણતા હતા કે, તેઓ 40 વર્ષથી વધુ નહીં જીવે?

કઈ મહિલાઓને મળશે સિક્કા પર સ્થાન?

ડોઇશ વેલેના અહેવાલ મુજબ, છેલ્લા 90 વર્ષથી અમેરિકન ક્વાર્ટર પર એક તરફ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન અને બીજી તરફ ગરુડની ઇમેજ રહી છે. તો નવા ક્વાર્ટર્સમાં એક તરફ વોશિંગ્ટન અને બીજી બાજુ એન્જેલોને બતાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ ગુલામ અને ગુલામી-વિરોધી હેરિયેટ ટબમેનને પણ આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી શકે છે. ભૂતપૂર્વ અશ્વેત રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ $20ની નોટ પર ટબમેનનો ચહેરો નાખવાનું કામ શરૂ કર્યું હતું, પરંતુ આ કામ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટમાં અટવાઈ ગયું હતું.

તેમના સિવાય વર્ષ 2022માં ઘણી મહિલાઓની ઇમેજ સિક્કા પર છાપવામાં આવશે. આ મહિલાઓમાં ચેરોકી રાષ્ટ્રની પ્રથમ મહિલા પ્રિન્સિપાલ ચીફ વિલ્મા મેનકિલર, અવકાશમાં પ્રથમ અમેરિકન મહિલા સેલી રાઈડ, ન્યૂ મેક્સિકોમાં સમાન મતદાન અધિકાર ચળવળના નેતા નીના ઓટેરો-વોરેન અને ચીની-અમેરિકન ફિલ્મ પર્સનાલિટી એના મે વોંગનો સમાવેશ થાય છે.
Published by: Nirali Dave
First published: January 13, 2022, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading