પાર્ટનર સાથે અંગત પળો વિતાવવા દરમિયાન એક અલગ જ ફિલિંંગ શા માટે અનુભવાય છે? કારણ છે વૈજ્ઞાનિક


Updated: March 17, 2021, 7:31 PM IST
પાર્ટનર સાથે અંગત પળો વિતાવવા દરમિયાન એક અલગ જ ફિલિંંગ શા માટે અનુભવાય છે? કારણ છે વૈજ્ઞાનિક
પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

જાણો શું છે લવ(Love) હોર્મોન અને તેની વ્યક્તિના શરીર પર શું અસર થાય છે? કેવી રીતે સર્જાય છે આ હોર્મોન

  • Share this:
કોઈના પ્રેમમાં પડવાથી, ગળે મળવાથી, કે પછી તમારા પાર્ટનર સાથે અંગત પળો વિતાવવા દરમિયાન તમને એક અલગ જ ફિલિંંગ અનુભવાતી હશે. આવું આપણા શરીરમાં બનતા ઓક્સીટોસિન હોર્મોનના કારણે થાય છે. જે માત્ર પ્રેમદાયક પળોમાં રિલીઝ થાય છે. જેથી તેને લવ(Love) હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઓક્સીટોસિનનો પ્રેમ સાથે છે સંબંધ

હેલ્થલાઇન ડોટ કોમના સમાચાર મુજબ વર્ષ 2012માં થયેલ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે રોમાન્સના પહેલા સ્ટેજમાં રહેલા કપલ્સમાં ઓક્સીટોસિન અન્ય કપલ્સ કરતા વધુ માત્રામાં બની રહ્યો હતો. રિસરન્સમાં જાણવા મળ્યું કે, નવા પ્રેમમાં પડવા અને યૌન ગતિવિધિ દરમિયાન શરીરમાં ઓક્સીટોસીન વધુ પ્રમાણમાં રિલીઝ થયો. તો વર્ષ 2013માં કરાયેલી સમીક્ષામાં સામે આવ્યું કે કોઈના પર વિશ્વાસ કરવા, કોઈને પ્રેમથી જોવાથી, કોઈનાથી સહાનુભૂતિ થવા પર, સારા સંબંધોને યાદ કરવાથી અથવા બોન્ડિંગ જેવી સ્થિતિઓમાં પણ ઓક્સીટોસિન રિલીઝ થાય છે.

આ પણ વાંચો : સુરત : શુભ પ્રસંગની દારૂ પાર્ટી પર દરોડા,સુખી સંપન્ન ઘરની મહિલાઓ સહિત 10 ની અટકાયત

આ રીતે શરીરમાં બને છે ઓક્સીટોસિન

આ એક હેપ્પી હોર્મોન છે. તેનું ઉત્પાદન મગજમાં રહેલા હાઇપોથેલેમસ દ્વારા થાય છે. ઉપરાંત મગજનું પોસ્ટીરીયર પિટ્યુરી લૉબ આ હોર્મોનને રિલીઝ કરે છે. આ હોર્મોન મહિલા અને પુરુષ બંનેમાં બને છે. આ હોર્મોન પ્રજનનમાં ખાસ ભૂમિકા ભજવે છે.માં અને બાળકના સંબંધમાં ઓક્સીટોસિનના પ્રભાવ પર માનવ અને જાનવરો પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાળકને બવારંવાર પ્રેમ કરવાથી, તેને પંપાળવાથી, લોરી સંભળાવવાથી, બાળકને નવડાવવા સમયે પણ આ હોર્મોન વધુ રિલીઝ થાય છે. તો બીજી તરફ આ હોર્મોન પુરુષોમાં શુક્રાણુઓને સ્થાનાંતરિત કરતા સમયે વધુ પ્રમાણમાં રિલીઝ થાય છે. 2010માં એક અભ્યાસ થયો, જેમાં જાણવા મળ્યું કે પિતા અને પુત્ર વચ્ચે કોઈ ખાસ વાતચીત થાય ત્યારે પણ આ હોર્મોન રિલીઝ થાય છે.

આ પણ વાંચો : Relationship tips: આ 4 સંકેતથી સમજી જજો કે તમારા ડેટિંગ પાર્ટનર તમારી સાથે કરી રરહ્યાં છે ચીટિંગ

ઓક્સીટોસિન સાથે જોડાયેલા છે આ હોર્મોન

ઓક્સીટોસિન ઉપરાંત ડોપામાઈન અને સેરોટેનિનને પણ હેપ્પી હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. જયારે તમે કોઈ વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવો છો, ત્યારે તારારૂ મગજ ડોપામાઇનને રિલીઝ કરે છે. જેના કારણે સેરોટેનિનનું સ્ટાર વધવા લાગે છે અને ઓક્સીટોસિન બને છે. જે તમારી અંદર પોઝિટિવ ફીલિંગ્સ વધારે છે. 1020માં થયેલા સંશોધન અનુસાર ઇન્ટ્રાનેસલ ઓકકસીટોસિન એ ઓટિઝમથી પીડિત દરજડીને સમજવામાં અને સામાજિક સંકેતોના જવાબ આપવામાં મદદરૂપ થાય છે.
First published: March 17, 2021, 7:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading