મધ્યપ્રદેશમાં હિટ સ્ટ્રોકથી 15 વાંદરાનાં મોત, પાણીની અછત

News18 Gujarati
Updated: June 9, 2019, 3:57 PM IST
મધ્યપ્રદેશમાં હિટ સ્ટ્રોકથી 15 વાંદરાનાં મોત, પાણીની અછત
પ્રતિકાત્મક તસવીર

વાંદરાઓનાં એક ગ્રુપે આ બીજા ગ્રુપનાં વાંદરાઓને પાણી પીવા દીધુ ન હતું. બંને ગ્રુપ વચ્ચે પાણી બાબતે ખુબજ અફરા તફરી મચી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી:મધ્યપ્રદેશનાં દેવાસ શહેરમાં આવેલાં જોષી બાબા જંગલનાં બાગલી વિસ્તારમાં આ ઘટના બની છે. આશરે 15 જેટલાં વાંદરાનું ગરમીનાં કારણે હિટ સ્ટ્રોકથી મોત થયુ છે. હાલમાં ત્યાં પાણીની પણ અછત સર્જાઇ છે.

સત્તાવાર રીતે મળતી માહિતી પ્રમાણે, વાંદરાઓનાં એક ગ્રુપે આ બીજા ગ્રુપનાં વાંદરાઓને પાણી પીવા દીધુ ન હતું. બંને ગ્રુપ વચ્ચે પાણી બાબતે ખુબજ અફરા તફરી મચી હતી. આજ કારણ હોઇ શકે છે આ 15 વાંદરાઓનાં મોતનું.

આ સાથે જ જંગલ ખાતાનાં અધિકારીઓએ સ્વિકાર્યુ છે કે, તમામ વાંદરાનાં મૃતદેહમાંથી કેટલાંક ડિકોમ્પોઝ થવા લાગ્યા છે. જેમનાં તાત્કાલિક અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કારણ કે તેમનાં કારણે અન્ય વાંદરાને ઇન્ફેક્શન થઇ શકે છે.

આ પણ વાંચો-ઉત્તરાખંડમાં યોજાવવાનાં છે ભવ્ય લગ્ન, બૂક થયા 200 હેલીકોપ્ટર

ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર પીએન મિશ્રાના જણાવ્યા પ્રમાણે, વાંદરાનાં મૃતદેહ સડવા લાગ્યા છે. તેથી અમારે તમામ વિધિઓ કરવી પડશે. અમે કેટલાંકનાં મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી દીધા છે. તેમજ તેમણે ખાતરી આપી છે કે અહીં પ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. જંગલી પ્રાણીઓ માટે ખાસ પાણી મુકવામાં આવશે. અને અન્ય મૃત વાંદરાનાં મૃતદેહને લેબોરેટરીમાં એક્ઝામિનેશન માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો-આ શહેરમાં બટેટા અને ડુંગળીના ભાવે મળે છે કાજુ
Published by: Margi Pandya
First published: June 9, 2019, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading