વૈજ્ઞાનિકોએ પકડ્યો 18 ફૂટ લાંબો વિશાળકાય Python, પેટમાં 122 ઈંડા સાથે એવી વસ્તુ મળી કે બધા રહી ગયા દંગ

News18 Gujarati
Updated: June 24, 2022, 3:26 PM IST
વૈજ્ઞાનિકોએ પકડ્યો 18 ફૂટ લાંબો વિશાળકાય Python, પેટમાં 122 ઈંડા સાથે એવી વસ્તુ મળી કે બધા રહી ગયા દંગ
અજગરના પેટમાંથી 122 ઈંડાની સાથે બીજું કંઈક પણ મળી આવ્યું છે.

અમેરિકાના ફ્લોરિડા (Florida, America)માં વૈજ્ઞાનિકોએ 18 ફૂટ લાંબો અજગર પકડ્યો છે. વૈજ્ઞાનિકો (Scientists)ના મતે, આ તેમના દ્વારા પકડાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો બર્મીઝ પાયથોન (Burmese Python) છે.

  • Share this:
તમે ઘણી ફિલ્મોમાં વિશાળકાય અજગર (The giant python) જોયા જ હશે, જે ઘણા પ્રાણીઓ અને ક્યારેક માણસોને પણ જીવતા ગળી જાય છે. જો કે આવા તમામ જીવો કોમ્પ્યુટર ગ્રાફિક્સ (Graphics)ની મદદથી બનાવવામાં આવ્યા છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે થોડા સમય પહેલા અમેરિકા (18 feet long python captured in America)માં આટલો મોટો અજગર પકડાયો છે કે જ્યારે તમને તેની ખબર પડશે તો તમે તેને નકલી ગણશો અથવા તો તમે આ સમાચારને નકલી માનવા લાગશો.

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ અમેરિકાના ફ્લોરિડા (Florida, America)માં વૈજ્ઞાનિકોએ 18 ફૂટ લાંબો અજગર પકડ્યો છે. વૈજ્ઞાનિકોના મતે, આ તેમના દ્વારા પકડાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો બર્મીઝ પાયથોન છે. સાઉથવેસ્ટ ફ્લોરિડાની કન્ઝર્વન્સી (Burmese Python)એ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓએ ગયા વર્ષે ડિસેમ્બરમાં યુએસમાં એવરગ્લેડ્સમાંથી એક વિશાળ અજગર પકડ્યો હતો, જેને એપ્રિલ સુધી ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો. એપીના રિપોર્ટ અનુસાર, આ અજગરનું વજન લગભગ 100 કિલો છે (100 kg python caught in Florida).

શરીરની અંદરથી ઈંડા અને હરણ મળ્યા!

અજગરના નેક્રોપ્સીથી જાણવા મળ્યું કે તેના પેટમાં 122 ઇંડા (122 eggs found inside female python) છે. કન્ઝર્વન્સીના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે માદા અજગરના પેટમાંથી એક સમયે આટલા ઈંડા મળી આવ્યા છે.

આ પણ વાંચો: એવો દેશ જ્યાં બકરાને બનાવવામાં આવે છે રાજા, સૌથી સુંદર છોકરીને રાણી બનાવી કરે છે શાસન!

આ અજગરને પકડવા માટે વૈજ્ઞાનિકોને 20 મિનિટ સુધી લડાઈ લડવી પડી હતી, ત્યારબાદ તેઓ તેને પકડવામાં સફળ રહ્યા હતા. વૈજ્ઞાનિકોને અજગરના પેટમાં વધુ એક આશ્ચર્યજનક વસ્તુ મળી. તેઓને તેના પેટમાં હરણના પગના ટુકડા મળ્યા, જે દર્શાવે છે કે જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે થોડા સમય પહેલા તેણે હરણનો શિકાર કર્યો હોવો જોઈએ.આ પણ વાંચો: અહીં મોડલ નહિ, રેમ્પ પર વોક કરે છે સુંદર ગાય, તૈયાર કરીને લાવે છે માલિક

અજગરને દૂર કરવા માટે કામ કરી રહેલા વૈજ્ઞાનિકો
કન્ઝર્વન્સીના એન્વાયર્નમેન્ટલ સાયન્સ પ્રોજેક્ટ મેનેજર ઇયાન બાર્ટોઝેકે જણાવ્યું હતું કે તેમની સંસ્થાએ વર્ષ 2013થી અજગરને દૂર કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ અનુસાર, માદા અજગરને આ ઇકોસિસ્ટમમાંથી દૂર કરવામાં આવે છે જેથી કરીને અન્ય જીવોને જીવવાનો મોકો મળે અને તેમને ખાવા માટે ખોરાક મળે જે આ લોકો ખાય છે. અત્યાર સુધીમાં સાઉથવેસ્ટ ફ્લોરિડાના વિસ્તારમાંથી લગભગ 1000 અજગર દૂર કરવામાં આવ્યા છે.
Published by: Riya Upadhay
First published: June 24, 2022, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading