ગર્ભાવસ્થાના 35 વર્ષ બાદ મહિલાને પેટમાં દુખાવો, ડોકટરોએ 7 મહિનાના બાળકને કાઢ્યું બહાર

News18 Gujarati
Updated: December 28, 2021, 7:05 AM IST
ગર્ભાવસ્થાના 35 વર્ષ બાદ મહિલાને પેટમાં દુખાવો, ડોકટરોએ 7 મહિનાના બાળકને કાઢ્યું બહાર
ગર્ભાવસ્થાના 35 વર્ષ બાદ મહિલાને પેટમાં દુખાવો, ડોકટરોએ 7 મહિનાના બાળકને કાઢ્યું બહાર

પેટમાં તીવ્ર દુખાવા (Stomach Pain)થી પીડાતા એક વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ડોકટરોને એ જાણીને આશ્ચર્ય થયું કે 35 વર્ષીય (35 year old embryo removed from womb) બાળકનો ગર્ભ તેના પેટમાં હાજર છે. તેમણે આ પહેલાં ક્યારેય આવો કેસ જોયો ન હતો.

  • Share this:
માતા બનવું એ કોઈપણ સ્ત્રી (women) માટે એક વિશેષ લાગણી છે. બાળક પેટમાં આવે ત્યારથી જ માતાને દરેક ક્ષણે તેનો અહેસાસ થાય છે. જોકે અલ્જીરિયા (Algeria News)માં એક મહિલાને તેની અડધી ઉંમર સુધી ખ્યાલ ન આવ્યો કે તેના પેટમાં એક બાળક વિકસી રહ્યું (Unusual Pregnancy) છે. 35 વર્ષ પછી જ્યારે તેને પેટમાં ભયંકર દુખાવો થયો ત્યારે તેને આ વાતનો અહેસાસ થયો.

અલ્જીરિયામાં એક 73 વર્ષીય મહિલાને અચાનક પેટમાં તીવ્ર દુખાવો થયો હતો. અસહ્ય પીડામાં રહેલી મહિલા ડૉક્ટર પાસે દોડી ગઈ. પેટમાં દુખાવાનું કારણ જાણવાનો પ્રયાસ કરતા ડોક્ટર સ્તબ્ધ થઈ ગયા હતા. વૃદ્ધ મહિલાના પેટમાં ઘણા દાયકાઓથી 7 મહિનાનો ગર્ભ હતો. વિચિત્ર વાત એ હતી કે તે સ્ત્રીને પોતે તેનો કોઈ અહેસાસ નહોતો.

આ પણ વાંચો: OMG! અજાણ્યા પુરુષો પાસેથી સ્ત્રી શણગારના લે છે લાખો રૂપિયા, 7,000 પુરુષોના પૈસાથી કરે છે વર્લ્ડ ટૂર!

પહેલા પણ પેટ દર્દની હતી ફરિયાદ
ધ સનના એક અહેવાલ મુજબ, એક મહિલા કે જેની સાથે વિચિત્ર ઘટના બની હતી તેને ભૂતકાળમાં પેટમાં દુખાવો હતો, પરંતુ તેની પાછળનું કારણ ડોકટરોને ખબર નહોતી. જોકે આ વખતે જ્યારે મહિલાના પેટમાં દુખાવો વધ્યો ત્યારે ડોક્ટરે તપાસ કરતાં જાણવા મળ્યું કે મહિલાના પેટમાં લગભગ 35 વર્ષથી સાત મહિનાનો ગર્ભ છે. વર્ષોથી, ભ્રૂણ પથ્થર જેવું બની ગયું હતું અને ડોકટરોએ તેનું નામ 'બેબી સ્ટોન' રાખ્યું છે. તેનું વજન 4.5 પાઉન્ડ એટલે કે 2 કિલો સુધીનું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં રહીને મકાન માલિકે રાજસ્થાનમાં ઘરમાં થતી ચોરીને અટકાવી, જાણો અજીબ આઈડિયા વિશેઅત્યંત વિચિત્ર ઘટનાનો આખો કિસ્સો
ડોકટરોએ પણ આ ઘટનાનો અત્યંત દુર્લભ ગણાવ્યો હતો. તેમણે તેને લિથોપેડિયન (Lithopedion) નામની સ્થિતિ તરીકે વર્ણવી હતી. ડોક્ટરે કહ્યું, 'આવું ત્યારે થાય છે જ્યારે ગર્ભાશયને બદલે પેટમાં ગર્ભનો વિકાસ થાય. બાળકમાં સતત લોહીની ઉણપના કારણે ગર્ભ વિકસિત થતો નથી. પેટમાંથી બહાર કાઢવાનો કોઈ રસ્તો ન હોવાથી ભ્રૂણ પથ્થરમાં ફેરવવા લાગે છે. મહિલાના શરીરમાંથી મળી આવેલો બેબી સ્ટોન પણ આ જ કારણસર બન્યો હતો.
Published by: Riya Upadhay
First published: December 28, 2021, 7:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading