કોરોના ટેસ્ટના ડરથી આસામમાં રેલવે સ્ટેશનથી એક સાથે ભાગ્યા 400 મુસાફરો, Video વાયરલ

News18 Gujarati
Updated: May 24, 2021, 9:10 AM IST
કોરોના ટેસ્ટના ડરથી આસામમાં રેલવે સ્ટેશનથી એક સાથે ભાગ્યા 400 મુસાફરો, Video વાયરલ
આસામના જગી રોડ સ્ટેશન પર ભાગતા મુસાફરો (Viral Video Screen Shot)

જગી રોડ રેલવે સ્ટેશન પર મહિલા અને બાળકો સહિત 400 મુસાફરોએ કોરોના ટેસ્ટથી બચવા કરી ભાગદોડ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

  • Share this:
દિસપુર. એક તરફ જ્યાં દેશમાં કોરોના સંક્રમણ (Coronavirus) પર કાબૂ મેળવવા માટે કેન્ર્M અને રાજ્ય સરકારો પોતાના સ્તર પર તમામ પ્રયાસ કરી રહ્યાં છે તો બીજી તરફ કેટલીક બેદરકારીઓને કારણે સંકટ વધુ ઊભું થતું હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરનો મામલો પૂર્વોત્તરના આસામ (Assam) રાજ્યનો છે. મામલો ગુવાહાટી (Guwahati)થી લગભગ 60 કિલોમીટર દૂર સ્થિત જગી રોડ સ્ટેશનનો છે. અહીં કોવિડ ટેસ્ટ (Covid Test)થી બચવા માટે ઓછામાં ઓછા 400 લોકો ભાગી છૂટ્યા અને કોરોના માટે અનિવાર્ય તપાસમાં હિસ્સો ન લીધો. હવે આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

મહિલાઓ અને બાળકો સહિત મોટાભાગના પ્રવાસી શ્રમિકોએ કન્યાકુમારી-ડિબ્રૂગઢ વિવેક એક્સપ્રેસથી મુસાફરી કરી હતી. આ ટ્રેન તમિલનાડુના કન્યાકુમારીથી રવાના થઈ હતી અને પાંચ દિવસમાં કેરળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના રસ્તે આસામ પહોંચી.


આ પણ વાંચો, મિગ-21 ક્રેશમાં શહીદ પાઇલટ અભિનવ ચૌધરીએ એક રૂપિયાનું શુકન લઈને કર્યા હતા લગ્ન, દહેજ વિરુદ્ધ આપ્યો હતો સંદેશ

આસામમાં કોવિડ તપાસ અનિવાર્ય

નોંધનીય છે કે, તમામ ટ્રેન મુસાફરોને આગમન પર કોવિડ તપાસ અનિવાર્ય કરી દેવામાં આવી છે. આવો જ એક મામલો ગત મહિને બિહારમા; સામે આવ્યો હતો. ડઝનબંધ લોકો, કેટલાક નાના બાળકોની સાથે કોવિડ પરીક્ષણના ડરથી બક્સરના એક રેલવે સ્ટેશનથી પરત જતા રહ્યા હતા.આ પણ વાંચો, લોકડાઉનમાં જે બાળકોનું વજન વધ્યું છે તેમને કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધુ, નિષ્ણાંતોએ આપી આવી ચેતવણી

આસામમાં રવિવારે લગભગ 6000 નવા કોવિડ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમણનો કુલ આંકડો 3.65 લાખને પાર થઈ ગયો છે. 24 કલાકમાં કોરોનાથી લગભગ 80 મોત પણ થયા છે. ત્યારબાદ કુલ મૃત્યુની સંખ્યા 2667 સુધી પહોંચી ગઈ છે.
Published by: Mrunal Bhojak
First published: May 24, 2021, 9:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading