81 વર્ષના દાદીએ 85 ફૂટ લાંબા પૉલ પર કર્યો પૉલ ડાન્સ

News18 Gujarati
Updated: August 11, 2020, 6:18 PM IST
81 વર્ષના દાદીએ 85 ફૂટ લાંબા પૉલ પર કર્યો પૉલ ડાન્સ
કાર્લા વાલેંડાનો પૉલ ડાન્સ

  • Share this:
સામાન્ય રીતે મોટો ભાગના લોકો તે વાતની રાહ જોતા હોય છે કે તે ક્યારે નિવૃત્ત થાય. જેથી તે આરામ કરી શકે, પણ કેટલાક લોકો તેવા પણ હોય છે જે કદી પણ નિવૃત્ત થવા નથી માંગતા. તે હંમેશા જિંદાદીલિથી ભરેલા હોય છે. અને હંમેશા ઉર્જાવાન રહે છે. અને આજ કારણે ઉંમર પણ આ લોકોના મનોબળને નબળી નથી પાડતી. આવું જ કંઇક કરી બતાવ્યું છે સ્ટીવ હાર્વેના શો લિટિલ બિગ શોર્ટ્સ:ફોરએવર યંગમાં ભાગ લેનાર 81 વર્ષના દાદીએ. જેમન જોઇને લોકોના ચહેરા ખુલ્લાના ખુલ્લા રહી ગયા. 81 વર્ષીય કાર્લા વાલેંડાએ 85 ફૂટ લાંબા પૉલ પર તેવા કરતબ કર્યા જે સામાન્ય લોકો માટે આ ઉંમરે કરવાનું વિચારવું પણ અશક્ય છે.

આ શો તેની અને એલન ડીઝેનર્સની શ્રેણી સ્પિન ઓફ છે જે દેશના પ્રતિભાશાળી અને પ્રફુલ્લિત લોકોને દુનિયા સામે લાવવા માટે Showનું આયોજન કરે છે. તેમાં જિંદાદિલ વયોવુદ્ધ લોકો પોતાની પ્રતિભા અને અદ્ઘભૂત કરતબ બતાવે છે. શોમાં લોકો ડાન્સ પણ કરે છે, ગાય પણ છે અને અલગ અલગ કરતબ કરે છે. તેવામાં શોમાં કાર્લા વાલેંડા જોકિ નામની 81 વર્ષીય મહિલાએ અદ્ધભૂત પૉલ ડાન્સ કર્યો.પૉલ ડાન્સ કરવો શક્ય છે પણ જ્યારે તમે 85 ફૂટ લાંબા પોલ પર તેને કરો છો તો તે એક ખતરનાક પોલ ડાન્સ બની જાય છે. કાર્લા વાલેંડાએ એબીસી ન્યૂઝને જણાવ્યું કે ખતરનાક લાગતી આ વસ્તુ મારા જીવનનો ભાગ છે. અને મને આવું કરવું ખૂબ જ પસંદ છે. અને હું આવું અનેક વાર કરી ચૂકી છે. અને આ દ્વારા હું લોકોનું મનોરંજન કરું છું.

ઉલ્લેખનીય છે કે વાલેંડા જ્યારે 3 વર્ષની હતી ત્યારથી આ રીતના અલગ અલગ કરતબ કરે છે.
Published by: Chaitali Shukla
First published: August 11, 2020, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading